Western Times News

Gujarati News

વધતી વયે સ્ટ્રેસનો સામનો કરવાનું વધારે મુશ્કેલ શું કામ ?

Does the right food help reduce stress?

પ્રતિકાત્મક

સ્ટ્રેસમાં રાહત મેળવવા માટે તમને આનંદ મળતો હોય એવી પ્રવૃતિ કરો

દરેક વ્યક્તિ જીવનમાં નાનો મોટો સ્ટ્રેસ અનુભવતી જ હોય છે જયારે વ્યક્તિ યુવાન હોય છે ત્યારે તે સરળતાથી સ્ટ્રેસનો સામનો કરી લે છે પણ જેમ જેમ વય વધતી જાય છે તેમ તેમ સ્ટ્રેસનો સામનો કરવાનું મુશ્કેલ થતું જાય છે. વધતી વયની સાથે સાથે સ્ટ્રેસનો સામનો કરવાની ક્ષમતા ઘટે છે અને આ કારણે વડીલોની હેલ્થ પર સ્ટ્રેસની નકારાત્મક અસર થાય છે.

શારીરિક પરિવર્તન : વધતી વયની સાથે સ્ટ્રેસનો સામનો કરવાની ક્ષમતા કેમ ઘટે છે ? હકીકતમાં વ્યક્તિની વય વધે છે ત્યોર કોષ પણ એજિંગ પ્રક્રિયામાંથી પસાર થાય છે. જાે તમે બેઠાડું જીવન ગાળતા હો તો સમયની સાથે સાથે હદય તેમજ ફેફસાની ફિટનેસમાં ઘટાડો થાય છે. આના કારણે શકરીરની નેચરલ સ્ટ્રેસ રિસ્પોન્સ એક્ટિવિટી પર પણ અસર પડે છે જાે વ્યક્તિ કોઈ ક્રોનિક ડિસીઝનો ભોગ બની હો યતો પહેલા જેની ફિટનેસ મેળવવાનું થોડું મુશ્કેલ બને છે જેની અસર સ્ટ્રેસ રિસ્પોન્સ પર પડે છે.

માનસિક અસર : સ્ટ્રેસની માનસિક સ્થિતિ પર પણ અસર થતી હોય છે. સામાન્ય રીતે વ્યક્તિ જયારે સ્ટ્રેસ અનુભવે છે ત્યારે મગજમાં સ્ટ્રેસ હોર્મોન્સનો મોટા પ્રમાણમાં સ્ત્રાવ થાય છે. આના કારણે કોન્સેન્ટ્રેશન એટેન્શન તેમજ ડિસિઝન મેકિંગનું કામ કરતો મગજનો હિસ્સો પ્રમાણમાં થોડો નિષ્ક્રિય બની જાય છે. મગજનમાં રહેલા સ્ટ્રેસ હોર્મોનના કારણે શોર્ટ ટર્મ મેમરી લોસ જેવી સમસ્યા સર્જાય છે. જાેકે એનો ડિમેન્શિયાના કે પછી વય સાથે સર્જાતી મેમરી લોસની સમસ્યા સાથે કોઈ સંબંધ નથી. આ સંજાેગોમાં પૂરતી નીંદર કરવાથી મગજમાં સ્ટ્રેસ હોર્મોનનું સ્તર ઘટે છે. જાેકે ઘણા વડીલોને વધતી વય સાથે અનિદ્રાની સમસ્યા સતાવતી હોય છે.

આ સંજાેગોમાં જાે તેઓ સ્ટ્રેસ અનુભવે તો તેમની આ સમસ્યા વધે છે. પૂરતી નંદર ન લેવાથી તેમના મગજમાંથી સ્ટ્રેસ હોર્મોનનું પ્રમાણ ઓછું નથી થતું જેના કારણે સમયની સાથે સાથે શારીરિક સમસ્યામાં વધારો જ થાય છે. સ્ટ્રેસ ઉત્પન્ન કરતાં પરિબળ ઃ જયારે વ્યક્તિ યુવાન હોય ત્યારે ઓફિસનો વ્યસ્ત દિવસ કે પછી રડતું બાળક સ્ટ્રેસ માટે જવાબદાર હોય છે જાેકે વધતી વયે પ્રિયજનનો વિયોગ, હાથમાં વધારે પડતો સમય હોવાથી અનુભવાતી હતાશા, બાળકો સાથેના સંબંધોમાં અનુભવાતો પડકાર કે પછી જાેવાની, સાંભળવાની બેલેન્સ જાળવી શકવાની કે હરીફરી શકવાની અક્ષમતા વ્યક્તિમાં સ્ટ્રેસની લાગણી પ્રેરે છે.

સ્ટ્રેસની લાગણીને કારણે જે સમસ્યાઓ થાય છે એમાં ટેન્શન હેડેક, નબળી પાચનશક્તિ, હાર્ટ પાલ્પિટેશન, નબળું કોન્સેન્ટ્રેશન, નીંદરમં સમસ્યા, એગ્ઝાઈટી, ઈરિટેબિલિટી, વારંવાર રડવાનું મન થવું કે પછી ઓવરઈટિંગનો સમાવેશ થાય છે જાે આમાંથી કોઈ સમસ્યા તમારા રોજિંદા જીવન પર અસર કરતી હોય તો તમારે ડોકટર્સ કે પછી કાઉન્સેલરની પ્રોફેશનલ મદદ લેવી જાેઈએ અને વધારેમાં વધારે સમય મનગમતી વ્યક્તિ સાથે પસાર કરવો જાેઈએ.

સ્ટ્રેંસની શરીર પર થતી અસર : જયારે મગજ ભયની લાગણી અનુભવે અથવા તો એને લડત આપવાની જરૂરિયાતનો અહેસાસ થાય ત્યારે એ એકશન લેવા માટે શરીરને ચેતવણી આપે છે. મગજ સ્નાયુઓને ટાઈટ જવાનો અને એડ્રિનાલિન ગ્રંથિને એડ્રિનાલિન અને કોર્ટિ હોલ જેવા સ્ટ્રેસ હોર્મોનનો સ્ત્રાવ કરવા માટે નિર્દેશ આપે છે. આ હોર્મોનની હાજરીના કારણે શ્વાસોશ્વાસની પ્રક્રિયા ઝડપી બને છે અને મસલ્સને વધારે ઓક્સિજન મળે છે. આના કારણે કોષોને વધારે એનર્જી મળે એ માટે રકતમાં શુગર અને ફેટ રીલિઝ થાય છે. આ જરૂરિયાત પુરી કરવા માટે હ્ય્દય ઝડપથી ધડકવા લાગે છે અને બ્લડ પ્રેશર વધી જાય છે.

આ બધા લક્ષણો શરીરના દ્વારા સ્ટ્રેસને આપવામાં આવતા પ્રતિભાવનું પરિણામ છે. એક વખત મગજ શાંત થઈ જાય એ પછી શરીરની ગતિવિધિ ફરી સામાન્ય થઈ જાય છે. આવું ક્યારેક થાય તો એમાં કોઈ નુકસાન નથી પણ જાે તમે સતત સ્ટ્રેસવાળી પરિસ્થીતિમાં રહેતા હો કે પછી વારંવાર આવી પરિસ્થિતિમાંથી પસાર થતા હો તો એનાથી શરીરને ભારે નુકસાન થાય છે અને વ્યક્તિ હાઈ બ્લડ પ્રેશર, નબળી રોગપ્રતિકારક શક્તિ, એગ્ઝાઈટી, ડિપ્રેશન, અનિદ્રા, હાર્ટબર્ન, અપચો કે હાર્ટ ડિસીઝનો ભોગ બનવાની શકયતા વધી જાય છે.

તમારે શું કરવું ?
જાે તમે સ્ટ્રેસ અનુભવતા હો તો આ વાતની ચર્ચા તમારા પરિવારજનો અને નજીકના મિત્રો સાથે કરો તેમજ તેમની તમારી તબીબી તપાસ કરાવો, સ્ટ્રેસની તમારી ફિટનેસ પર અસર પડી શકે છે અને શકય છે કે એની તમને ખબર પણ ન પડે. આની ટ્રીટમેન્ટમાં હાઈ બ્લડ પ્રેશર જેવી સમસ્યા હોય તો તો તરત ખબર પડી જાય છે. આવી સ્થિતિમાં હેલ્ધી ડાયટ અને નિયમિત એકસરસાઈઝ બહુ જરૂરી છે.

સ્ટ્રેસમાં રાહત મેળવવા માટે તમને આનંદ મળતો હોય એવી પ્રવૃતિ કરો અને પ્રિયજનો સાથે સમય પસાર કરો. સ્ટ્રેસ મેનેજમેન્ટ કરવું હોય તો સૌથી પહેલા રિલેકશન રિસ્પોન્સ પર ધ્યાન કેન્દ્રિત કરો. આનાથી બ્લડ પ્રેશર, હાર્ટ રેટ, બ્રિધિંગ રેટ, ઓક્સિજન કન્સમ્પ્શન અને સ્ટ્રેસ હોર્મોનનું સ્તર ઘટશે, આ માટે યોગ, મેડિટેશન અને ડીપ બ્રિધિંગ એકસરસાઈઝની મદદ લઈ શકાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.