Western Times News

Gujarati News

સલમાનનાં મમ્મીના ૮૦મા બર્થ ડે પર થયું શાનદાર સેલિબ્રેશન

મુંબઈ, સલમાન ખાનનાં મમ્મી સલમા ખાનનો થોડા સમય પહેલા જ ૮૦મો જન્મદિવસ હતો. સલમાના ૮૦મા જન્મદિવસની પાર્ટીમાં જાણીતી સિંગર હર્ષદીપ કૌરે પર્ફોર્મ કર્યું હતું. હર્ષદીપ કૌરે ઈન્સ્ટાગ્રામ પર પાર્ટીની કેટલીક તસવીરો શેર કરી હતી.

હર્ષદીપ કૌરે શેર કરેલી તસવીરોમાં સલીમ ખાનનાં બીજા પત્ની હેલન પણ જાેવા મળી રહ્યા છે. સલમાની પાર્ટીમાં તેઓ ડાન્સ કરતાં જાેવા મળી રહ્યા છે.

હર્ષદીપ કૌરે પાર્ટીની તસવીરો શેર કરતાં એક લાંબી નોટ પણ લખી છે. હર્ષદીપે લખ્યું, સલમા ખાનજીના ૮૦મા જન્મદિવસ પર પર્ફોર્મ કરીને ખૂબ સારું લાગ્યું. અર્પિતા ખાન અને અલ્વીરા ખૂબ સારા હોસ્ટ છે અને તેમણે મને પણ પોતાના પરિવારના સભ્ય જેવી હૂંફ આપી હતી.

હેલનજી સાથે મુલાકાત અને તેમને તેમના જ લેજેન્ડરી ગીતો પર નચાવીને મને આનંદ થયો હતો. પ્રેમ અને ઉષ્માભર્યા સત્કાર માટે આભાર. હર્ષદીપ કૌરે શેર કરેલી તસવીરોમાં સૌ બ્લેક રંગના આઉટફિટમાં જાેવા મળી રહ્યા છે. હર્ષદીપ કૌરે સલમા ખાન, હેલન, અર્પિત ખાન અને અલવીરા સાથેની તસવીરો શેર કરી હતી.

જણાવી દઈએ કે, બોલિવુડના જાણીતા રાઈટર સલીમ ખાને ૧૯૬૪માં સલમા ખાન સાથે લગ્ન કર્યા હતા. તેમના ચાર સંતાનો છે- સલમાન ખાન, સોહેલ ખાન, અરબાઝ ખાન અને અલવીરા. હર્ષદીપ કૌરની વાત કરીએ તો, તે ‘યે જવાની હૈ દિવાની’ના ગીત ‘કબીરા’, ‘પ્રેમ રતન ધન પાયો’ના ગીત ‘જલતે દિયે’, ‘રઈસ’માંથી ‘ઝાલીમા’, ‘રાઝી’ના ‘દિલબરો’ માટે જાણીતી છે.

સલમાન ખાનના વર્કફ્રંટની વાત કરીએ તો, હવે તે ‘ટાઈગર ૩’માં કેટરિના કૈફ અને ઈમરાન હાશ્મી સાથે જાેવા મળશે. આ સિવાય સલમાન ખાન ‘કિસી કા ભાઈ કિસી કી જાન’માં જાેવા મળશે. ફરહાદ સામજીના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મમાં સલમાન સાથે પૂજા હેગડે, વેંકટેશ દગ્ગુબાતી, શહેનાઝ ગિલ, ભૂમિકા ચાવલા, પલત તિવારી, રાઘવ જુયાલ, સિદ્ધાર્થ નિગમ, જસ્સી ગિલ વગેરે દેખાશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.