Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

કેટરિના કૈફ અને વિક્કી કૌશલના લગ્નને થયું વર્ષ

મુંબઈ, કેટરીના કૈફ અને વિકી કૌશલે ક્યારેય એક સાથે કોઈ ફિલ્મ કરી નથી. કેટરીના માટે, વિકી એક એવું નામ હતું, જેના વિશે તેણે ફક્ત સાંભળ્યું હતું. કેટરિનાની સુંદરતાથી મોહિત થયેલા વિકીએ ક્યારેય વિચાર્યું ન હતું કે એક દિવસ તે તેની લાઈફ પાર્ટનર બની જશે.

વિકી માટે કેટરીના સાથે લગ્ન એક સ્વપ્ન સમાન હતું. કેટરિનાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેણે વિકી માટે ક્યારેય કંઈ વિચાર્યું નથી. તેણે માત્ર વિકીનું નામ જ સાંભળ્યું હતું, આ સિવાય તે તેની સાથે કોઈપણ પ્રકારના કોન્ટેક્ટમાં ન હતી. કેટરીનાના કહેવા પ્રમાણે, તે વિક્કીને પહેલીવાર ઝોયા અખ્તરની પાર્ટીમાં મળી હતી.

ઝોયાએ જ કેટરિનાને વિકીની ફીલીંગ્સ વિશે જણાવ્યું હતું. કેટરીનાએ કરણ જાેહરના શોમાં કહ્યું હતું કે અમારે બંનેને મળવાનું હતું. અમારા નસીબમાં લખેલું હતું એટલે આપોઆપ એવી સ્થિતિ સર્જાઈ કે અમે બંને નજીક આવી ગયા. કેટરિનાને લાગે છે કે જ્યારે તે વિકીને મળી ત્યારે તે તેનાથી ઇમ્પ્રેસ થઈ હતી. વાઇબ્સ તેની સાથે મેચ થઇ રહી હતી અને વિકી ધીમે ધીમે તેનું દિલ જીતી રહ્યો હતો.

બીજી તરફ વિકીનું કહેવું છે કે તેણે ક્યારેય કેટરીના સાથે લગ્ન કરવાનું વિચાર્યું ન હતું. જ્યારે તેને ખબર પડી કે કેટરિના તેના વિશે જાણે છે તો તે આ વાતને લઈને ઉત્સાહિત થઈ ગયો. સલમાન ખાન અને રણબીર કપૂર સાથેના રિલેશનશિપ બાદ કેટરીનાએ વિકીમાં પરફેક્ટ પાર્ટનર જાેયો અને તેની સાથે લગ્ન કરવાનો ર્નિણય લીધો. બંનેએ ૯ ડિસેમ્બર ૨૦૨૧ના રોજ સવાઈમાધોપુરના એક રિસોર્ટમાં લગ્ન કર્યા હતા.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers