Western Times News

Gujarati News

સ્કૂલમાં રેસમાં દોડીને થાકી ગયેલા તૈમૂરને સૈફે ઊંચક્યો ખભે

મુંબઈ, કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાન બોલિવુડના પોપ્યુલર કપલ પૈકીના એક છે. સૈફ-કરીનાના બંને બાળકો તૈમૂર અલી ખાન અને જેહ અલી ખાન પણ પોતાના મમ્મી-પપ્પાની જેવી જ પોપ્યુલારિટી ધરાવે છે. કરીના અને સૈફ પોતાના વ્યસ્તક શિડ્યુલમાંથી ટાઈમ કાઢીને બાળકો સાથે ક્વોલિટી ટાઈમ વિતાવતા રહે છે.

દીકરાઓ સાથે હોલિડે પર જવાનું હોય કે સ્કૂલના કોઈ કાર્યક્રમમાં હાજર રહેવાનું હોય સૈફ-કરીના પોતાની ફરજ ચૂકતા નથી. આજે એટલે કે મંગળવારે તૈમૂરની સ્કૂલમાં રેસ યોજાઈ હતી. જેમાં સૈફ-કરીના હાજર રહ્યા હતા. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી કરીના કપૂરે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં બે તસવીરો શેર કરી હતી. જેમાં એક તસવીરમાં સૈફ સ્કૂલમા અન્ય બાળકોના પિતાઓ સાથે ઊભેલો જાેવા મળે છે.

કરીનાએ આ તસવીર શેર કરતાં લખ્યું, ‘પિતાનો રેસનો સ્વેગ તો જુઓ.’ બીજી તસવીર બાળકોની છે. જેમાં તેઓ રેસ માટે તૈયાર દેખાય છે. તસવીરમાં તૈમૂર ઉપરાંત કરણ જાેહરનો દીકરો યશ પણ દેખાઈ રહ્યો છે. કરીનાએ ફોટો શેર કરતાં લખ્યું, “તેમનો પોઝ એકદમ બરાબર છે.

જાવ મારા પ્રેમ જાવ. રેસમાં તૈમૂર હારી ગયો કે જીતી ગયો તેની કોઈ અપડેટ કરીના કપૂરે આપી નથી. પરંતુ તૈમૂર થાકી ચોક્કસથી ગયો હશે. રેસ પૂરી કર્યા પછી તૈમૂર-સૈફ અને કરીના ઘરે આવ્યા ત્યારે એક્ટર દીકરાને ખભે તેડીને આવ્યો હતો. સૈફે તૈમૂરને ખભે ઊંચક્યો હતો અને તેને ઘરે લઈ ગયો હતો.

જ્યારે કરીના પાછળ ફોન પર વાત કરતા કરતા આવી રહી હતી. લૂકની વાત કરીએ તો, સૈફે બ્લેક ટી-શર્ટ અને જિન્સ પહેર્યું હતું. જ્યારે કરીના કપૂરે હૂડી અને પેન્ટ પહેર્યું હતું. સાથે જ લાલ રંગની કેપ પહેરી હતી. કરીના કપૂર અને સૈફના લગ્નને દશકા જેટલો સમય થયો છે પરંતુ બંને વચ્ચેનો પ્રેમ આજે પણ તાજાે જ છે. તૈમૂરને સ્કૂલેથી લઈને આવ્યા ત્યારે કરીના ઘરે નહોતી ગઈ ત્યાંથી જ બહાર ગઈ હતી.

જતાં પહેલા કરીના અને સૈફે એકબીજાને કિસ કરી હતી. તેમની કિસ કરતી તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ફેન્સ તેમના પર ફિદા થઈ ગયા છે. વર્કફ્રંટની વાત કરીએ તો, કરીના કપૂર હંસલ મહેતાના ડાયરેક્શનમાં બની રહેલી સસ્પેન્સ ફિલ્મમાં જાેવા મળશે.

આ સિવાય તે સુજાેય ઘોષની ફિલ્મ ‘ધ ડિવોશન ઓફ સસ્પેક્ટ એક્સ’ થકી ઓટીટી પર ડેબ્યૂ કરશે. આ ફિલ્મમાં કરીના સાથે વિજય વર્મા અને જયદીપ અહલાવત પણ છે. સૈફની વાત કરીએ તો તે પ્રભાસ અને ક્રિતી સેનન સાથે ફિલ્મ ‘આદિપુરુષ’માં દેખાશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.