Western Times News

Gujarati News

KFIN ટેકનોલોજીસનો આઇપીઓ 19 ડિસેમ્બર, 2022નાં રોજ ખુલશે

·         કેફિન ટેકનોલોજીસ લિમિટેડના ઇક્વિટી શેરની પ્રાઇસ બેન્ડ ઇક્વિટી શેરદીઠ ₹ 347થી ₹ 366 નક્કી થઈ છે, જે દરેકની ફેસ વેલ્યુ ₹ 10 છે

અમદાવાદ, કેફિન ટેકનોલોજીસ લિમિટેડ (“કેફિનટેક” અથવા “કંપની”)નો ઇક્વિટી શેરના વેચાણ માટે આઇપીઓ (ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ) 19 ડિસેમ્બર, 2022ને સોમવારે ખુલશે.

આઇપીઓમાં દરેક ઇક્વિટી શેર (“ઇક્વિટી શેર્સ”)ની ફેસ વેલ્યુ ₹ 10 છે. ઇક્વિટી શેરના વેચાણ માટેની ઓફર (“ઓફર ફોર સેલ”) જનરલ એટલાન્ટિક સિંગાપોર ફંડ પ્રાઇવેટ લિમિટેડ (“પ્રમોટર વિક્રેતા શેરધારક”) દ્વારા કુલ ₹ 15,000 મિલિયનની છે. આઇપીઓ 21 ડિસેમ્બર, 2022ને બુધવારે બંધ થશે.

ઓફરની પ્રાઇસ બેન્ડ ઇક્વટી શેરદીઠ ₹ 347થી ₹ 366 નક્કી થઈ છે. બિડ લઘુતમ 40 ઇક્વિટી શેર માટે અને પછી 40 ઇક્વિટી શેરના ગુણાંકમાં થઈ શકશે.

આ ઓફર સીક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ્સ (રેગ્યુલેશન) રુલ્સ, 1957ના નિયમ 19(2)(બી) સુધારા સાથે (“SCRR”)ની શરતો મુજબ, સીક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (ઇશ્યૂ ઓફ કેપિટલ એન્ડ ડિસ્ક્લોઝ રિક્વાયરમેન્ટ્સ) નિયમન, 2018 (“SEBI ICDR નિયમનો”)ના નિયમન 31 સાથે વાંચીને રજૂ કરવામાં આવી છે.

આ ઓફર SEBI ICDR નિયમનોના નિયમન 6(2) સાથે સુસંગત બુક બિલ્ડિંગ પ્રક્રિયા મારફતે રજૂ કરવામાં આવી છે અને SEBI ICDR નિયમનોના નિયમન 6(2) સાથે સુસંગત છે, જે અંતર્ગત ઓફરનો ઓછામાં ઓછો 75 ટકા હિસ્સો સપ્રમાણ આધારે ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (“QIBs”) (“QIB પોર્શન”)ને ફાળવવામાં આવશે,

જેમાં શરત એ છે કે, અમારી કંપની અને પ્રમોટર વિક્રેતા શેરધારક બુક રનિંગ લીડ મેનેજર્સ (BRLMs) સાથે ચર્ચા કરીને વિવેકાધિન ધોરણે એન્કર રોકાણકારોને ક્યુઆઇબી પોર્શનનો 60 ટકા હિસ્સો ફાળવી શકે છે, જેમાંથી SEBI ICDR નિયમનો મુજબ, એક તૃતિયાંશ હિસ્સો સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડો માટે અનામત રાખવામાં આવશે,

જે સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડો પાસેથી એન્કર રોકાણકાર ફાળવણીની કિંમત પર કે એનાથી વધારે કિંમત પર માન્ય બિડ મળવાને આધિન છે. એન્કર રોકાણકારના હિસ્સામાં સબસ્ક્રિપ્શન ઓછું થવાથી કે ફાળવણી ન થવાના કેસમાં બાકીના ઇક્વિટી શેર નેટ ક્યુઆઇબી પોર્શનમાં ઉમેરવામાં આવશે.

ઉપરાંત નેટ ક્યુઆઇબી પોર્શનનો 5 ટકા હિસ્સો સપ્રમાણ આધારે મ્યુચ્યુઅલ ફંડોને ફાળવવા માટે ઉપલબ્ધ કરવામાં આવશે અને નેટ ક્યુઆઇબી હિસ્સો તમામ ક્યુઆઇબી બિડર્સને સપ્રમાણ આધારે ફાળવણી માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેમાં મ્યુચ્યુઅલ ફંડ સામેલ છે, જે ઓફર પ્રાઇસ કે એનાથી વધારે પ્રાઇસ પર માન્ય બિડ મળવાને આધિન છે.

જોકે જો મ્યુચ્યુઅલ ફંડ્સ પાસેથી કુલ માગ ક્યુઆઇબી પોર્શનના 5 ટકાથી ઓછી રહે, તો મ્યુચ્યુઅલ ફંડ પોર્શનમાં ફાળવણી માટે ઉપલબ્ધ બાકીના ઇક્વિટી શેર બાકીના ક્યુઆઇબી પોર્શનમાં સપ્રમાણ આધારે ઉમેરવામાં આવશે. ઉપરાંત ઓફરનો 15 ટકા હિસ્સો બિનસંસ્થાગત બિડર્સને ફાળવવા માટે ઉપલબ્ધ કરવામાં આવશે,

જેમાંથી (એ) આ પ્રકારના પોર્શનનો એક-તૃતિયાંશ હિસ્સો ₹200,000થી વધારે અને ₹1,000,000 સુધીની બિડ સાઇઝ ધરાવતા અરજદારો માટે અનામત રહેશે; અને (બી) બે-તૃતિયાંશ હિસ્સો ₹1,000,000થી વધારે બિડ સાઇઝ ધરાવતા અરજદારો માટે અનામત રહેશે,

જેમાં શરત એ છે કે, આ પ્રકારની પેટા-કેટેગરીઓમાં અનસબસ્ક્રાઇબ ન થયેલો હિસ્સો બિન-સંસ્થાગત બિડર્સની અન્ય પેટા-કેટેગરીઓમાં ફાળવી શકાશે, જે ઓફર પ્રાઇસ પર કે તેનાથી વધારે કિંમત પર માન્ય બિડ મળવાને આધિન છે તથા નેટ ઓફરનો 10 ટકાથી વધારે હિસ્સો રિટેલ ઇન્ડિવિડ્યુઅલ બિડર્સ (“RIBs”)ને ફાળવણી માટે ઉપલબ્ધ થશે.

તમામ સંભવિત બિડર્સ (એન્કર રોકાણકારો સિવાય)ને એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક્ડ એમાઉન્ટ (“ASBA”) પ્રક્રિયા દ્વારા સપોર્ટેડ એપ્લિકેશનનો ફરજિયાત ઉપયોગ કરવો જરૂરી છે, જે માટે તેમની સંબંધિત બેંક ખાતાઓની વિગતો પ્રદાન કરવી પડશે, જેમાં યુપીઆઈ બિડર્સના કેસમાં UPI ID સહિત, જે લાગુ પડે એ,

જેમાં બિડની રકમ ઓફરમાં સહભાગી સેલ્ફ સર્ટિફાઇડ બેંકો (SCSBs) દ્વારા અથવા યુપીઆઈ વ્યવસ્થા અંતર્ગત સ્પોન્સર બેંકો બિડની રકમ જેટલા પ્રમાણમાં બ્લોક થશે. એન્કર રોકાણકારોને ASBA પ્રક્રિયા દ્વારા ઓફરમાં સહભાગી થવાની મંજૂરી નથી. વધારે વિગતો મેળવવા માટે આરએચપીના પેજ 464 પર શરૂઆતમાં “ઓફર પ્રોસીજર” જુઓ.

ઇક્વિટી શેર્સ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ દ્વારા ઓફર થયા છે અને ઇક્વિટી શેરનું લિસ્ટિંગ બીએસઈ લિમિટેડ (“BSE”) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડ (“NSE”) પર લિસ્ટેડ થશે. ઓફરના ઉદ્દેશ માટે નિયુક્ત સ્ટોક એક્સેચન્જ NSE રહેશે.

ઓફરના બુક રનિંગ લીડ મેનેજર્સ છે – આઇસીઆઇસીઆઈ સીક્યોરિટીઝ લિમિટેડ, કોટક મહિન્દ્રા કેપિટલ કંપની લિમિટેડ, જેપી મોર્ગન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, આઇઆઇએફએલ સીક્યોરિટીઝ લિમિટેડ અને જેફરીઝ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ. અહીં સંદર્ભિત પણ પરિભાષિત ન કરેલા તમામ મૂડીકૃત શબ્દોનો અર્થ આરએચપીમાં સૂચિત અર્થ મુજબ રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.