Western Times News

Gujarati News

ફિલ્મ છેલ્લો શૉ એકેડમી અવોર્ડ-ઓસ્કાર અવાર્ડ માટે શોર્ટ લીસ્ટ થઈ

અમદાવાદ, ગુજરાતીઓ માટે એક ગર્વના સમાચાર છે. ગુજરાતી ભાષામાં બનેલી ફિલ્મ છેલ્લો શો – ધ લાસ્ટ શો વર્ષ ૨૦૨૩ના એકેડમી અવોર્ડસ માટે ઈન્ટરનેશનલ ફિલ્મ કેટેગરીમાં ભારત તરફથી ઓફિશ્યલ એન્ટ્રી છે અને આવતા વર્ષના એકેડમી અવોર્ડ – ઓસ્કાર અવાર્ડ માટે આ ફિલ્મ શોર્ટ લીસ્ટ પણ થઈ છે. આ સાથે જ રાજમૌલીની ફિલ્મ આરઆરઆરનું ખુબ લોકપ્રિય થયેલું ગીત -‘ નાટુ નાટુ’ (નાચો નાચો) પણ બેસ્ટ ઓરીજીનલ સોંગ કેટેગરીમાં શોર્ટ લીસ્ટ થયું છે.

આ સાથે ડોક્યુમેન્ટ્રી ફીચર ફિલ્મ કેટેગરીમાં પણ ૨ ફિલ્મસ શોર્ટ લીસ્ટ થઈ છે જેના નામ છે- ઓલ ધેટ બ્રીધીસ અને ધ એલીફન્ટ વ્હીસ્પર્સ છે. ધ એકેડમીએ ગત બુધવારે રાતે શોર્ટ લીસ્ટેડ એન્ટ્રીનું લીસ્ટ બહાર પાડ્યું હતું. ઓસ્કારના ફાઈનલ નોમીનેશન્સ આગામી જાન્યુઆરી ૨૪ના રોજ જાહેર થશે. ગુજરાતી ફિલ્મ છેલ્લો શો – આ કેટેગરીમાં અન્ય ૧૪ ફિલ્મો સાથે હરીફાઈમાં છે જેમાં આર્જેન્ટીના, ૧૯૮૫, ડીસીઝન ટુ લીવ, ઓલ ક્વાયટ ઓન ધ વેર્સ્ટન ફ્રન્ટ, ક્લોઝ અને ધ બ્લુ ક્ફ્તાનનો સમાવેશ થાય છે.

આ વર્ષે આવેલ ફિલ્મ આરઆરઆર ભારતભરમાં હિન્દી, તમિલ, તેલુગુ અને મલયાલમ ભાષામાં રીલીઝ થઈ હતી તેણે ઓસ્કારની અલગ-અલગ કેટેગરીમાં સબમિટ કરવામાં આવી છે. આવતા મહીને આ ફિલ્મ ગોલ્ડન ગ્લોબ અવોર્ડસમાં – બેસ્ટ નોન ઈંગ્લીશ ફિલ્મ અને તેનું સોન્ગ ‘નાટુ-નાટુ’ બેસ્ટ ઓરીજનલ સોંગ કેટેગરીમાં ભાગ લેશે.
૯૫મો એકેડમી અવોર્ડ- ઓસ્કાર અવોર્ડનું આયોજન ૧૨ માર્ચ ૨૦૨૩ના રોજ એલએના ડોલી થીએટર ખાતે થશે.

ભારતમાંથી ઓસ્કારમાં ઓફીશીયલ એન્ટ્રી મેળવનાર ફિલ્મોમાં – કૂઝાંગલ, જલીકટ્ટુ, ગલી બોય, વિલેજ રોકસ્ટાર, ન્યુટન, વીસારાનાનીનો સમાવેશ થાય છે પણ આમાંથી એક પણ ફિલ્મ શોર્ટ લીસ્ટ થવામાં સફળ થઈ નહોતી. મધર ઇન્ડિયા, સલામ બોમ્બે અને લગાન આ ફિલ્મો જ ઓસ્કારના નોમીનેશન સુધી પહોચી શકી છે, ત્યારે છેલ્લો શોને લઈને સૌ કોઈ ખુબ ઉત્સાહિત છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.