Western Times News

Gujarati News

શાળાએથી ઘરે પરત ફરતી વેળા જંબુસરની ૬ વર્ષની બાળકી ઉપર ગાયનો હુમલો

(પ્રતિનિધિ) ભરૂચ, જંબુસર નગરમાં શાળાએથી ઘરે જતી ૬ વર્ષીય માસૂમ બાળકીને ગાયે ફડફેટે લીધી હતી અને બાળકીને ફંગોળી દીધી હતી.તેમજ અન્ય બાળકોમાં નાશભાગ મચી ગઈ હતી.જાેકે દફતરના કારણે બાળકીને મોટી ઈજા પહોંચી ન હતી.આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.તો વારંવાર બનતી આવી ઘટનાના પગલે લોકોમાં રોષ જાેવા મળી રહ્યો છે.તો તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે.

ભરૂચ જીલ્લાના જંબુસર નગરમાં રખડતા ઢોરના ત્રાસથી નગરજનો અને વાહનચાલકો હેરાન પરેશાન બન્યા છે.ગુરુવારની સાંજના સમયે શાળાએ થી ઘરે પરત ફરતી ૬ વર્ષીય વૃષ્ટિ રઝળતા પશુનો ભોગ બની હતી.આ ઘટનાના સીસીટીવી ફૂટેઝ સામે આવ્યા હતા.

બાળકી તેના ઘર પાસે અન્ય બાળકો સાથે પહોંચતા જ પાછળથી દોડી આવેલઈ ગાયે ભેટી મારી દીધી હતી.પશ્ચિમ જંબુસરમાં પિશાચ મહાદેવ રોડ ઉપર હાઉસિંગ બોર્ડની સોસાયટીમાં રહેતા યોગેશભાઈ પરમારની ૬ વર્ષની દીકરી વૃષ્ટિની પાછળ ગાય આવી હતી અને ઘર પાસે જ ઉભેલી વૃષ્ટિને એક ગાયે અચાનક પાછળથી ભેટી મારી હતી.અન્ય ૮ થી ૧૦ બાળકોમાં ગભરાટ સાથે દોડા દોડ થઈ ગઈ હતી.જાેકે સદ્દનસીબે બાળકીને મોટી જાનહાનિ થવા પામી ન હતી.તો ઘટના ના પગલે લોકોમાં રોષ જાેવા મળી રહ્યો છે.ત્યારે તંત્ર દ્વારા રખડતા પશુને લઈને યોગ્ય કાર્યવાહી કરે તે જરૂરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.