Western Times News

Gujarati News

રાષ્ટ્રિય કિસાન દિવસના ઉપલક્ષમાં છારીઆમાં કિસાન જાગૃતિ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

(પ્રતિનિધિ) ગોધરા. બ્રહ્માકુમારી તથા ગ્રામ વિકાસ વિભાગ ( આર.ઇ.આર.એફ. ) દ્વારા છારીઆ ગામમાં આવેલી રાજઋષિ રિટ્રીટ સેન્ટરમાં રાષ્ટ્રિય કિસાન દિવસના ઉપલક્ષમાં કિસાન જાગૃતિ સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમમાં છારીઆ ગ્રામ પંચાયતના સરપંચ હિરાભાઇઓ સંબોધનમાં જ્ણાવ્યું હતું કે છારીઆ ગામનું ગૌરવ છે કે રાજઋષી રિટ્રીટ સેન્ટરનું સ્થાન સુંદર અને પ્રાકૃતિક રીતે સમ્પન્ન સ્થાન છે.જેમાં આવા કાર્યક્રમો દ્વારા ખેડૂતોને સાચું માર્ગદર્શન મળી રહે છે.

જેથી આ કાર્યક્રમો વાંરવાર થવા જાેઇએ. અને સૌએ તેનો લાભ લેવો જાેઇએ. બ્રહ્માકુમારીઝ પંચમહાલ,દાહોદ અને મહિસાગર જિલ્લાનાં સંસ્થાના મૂખ્ય સંચાલિકા રાજ્યોગિની બ્રહ્માકુમારી સુરેખાદીદીએ આર્શીવચનમાં જ્ણાવ્યું હતું કે રોટી, કપડા અને મકાનની પ્રાથમિક જરૂરીઆતોનો વૃક્ષો અને ખેતી પર આધારિત છે.

સાત્વિક, પૌષ્ટિક, શુધ્ધ અનાજમાંથી બનેલ ભોજન જરૂરી છે. તેનાથી તંદુરસ્તી પણ સારી રહે છે. બાકીની જરૂરીયાતો માટે પણ વૃક્ષ અને ખેતી અને ઓર્ગેનિક કૃષિ પધ્ધતિઓ અપનાવવાની જરૂરીઆત છે. આ સંસ્થા દ્વારા માર્ગદર્શન કિસાનો વિનામૂલ્યે પ્રાપ્ત કરી શકે છે.

મકાઇ સંશોધન કેંદ્રના સાયન્ટીસ્ટ ભ્રાતા કનુભાઇ પટેલે સંસ્થાઓની માહિતી આપતા જ્ણાવ્યું હતું કે ખેતી ક્ષેત્રમાં આવતી સમસ્યાઓ, પરિસ્થિતિમાંથી મુકત થવા યૌગિક ખેતી, ઓર્ગેનિક ખેતી પદ્ધતિ યોગ્ય માર્ગદર્શન બ્રહમાકુમારી સંસ્થાના ગ્રામવિકાસ પ્રભાગ પાસેથી અને વૈજ્ઞાનિક માર્ગદર્શન મકાઇ સંશોધનકેન્દ્ર પાસેથી ખેડૂતોએ મેળવીને ખેતી કરવાનો અનુરોધ કર્યો હતો.

બ્રહમાકુમારી ઇલાબેને આદ્યાત્મિક સંદેશ આપતા જણાવ્યુ હતું કે ખેડૂતો અનાજ ઉત્પાદન કરીને વિશ્વની સેવા કરેછે. તેમાં પરમાત્માના જ્ઞાન અને રાજયોગ દ્વારા ખેતી પદ્ધતિઓમાં ઉપયોગ કરવાનો છે. ભ્રાતા અનિલભાઇ ખાંટ, પ્રાથમિકશાળાના શિક્ષક અને પર્યાવરણ પ્રવૃતિ કરનારએ આભાર દર્શન કરતા જણાવ્યું કે ખેડૂત હોવુ ગૌરવ છે. વિજ્ઞાન અને આદ્યાત્મિકતાનો ઉપયોગ ખેતીમાં કરવાનો આ સમય આવી રહ્યો છે. જેનો લાભ સૌ એ લેવો જાેઇએ.

આ કાર્યક્રમમાં છારીયા તથા કાલીયાકુવા ગ્રામના સામાજીક કાર્યકર શંકરભાઇ , માજી સરપંચ રમણભાઇ તથા પ્રગતિશીલ ભાઇ બહેનો ઉપસ્થિતરહયા હતા.કાર્યક્રમનું સુંદર સંચાલન બ્ર.કુ.શૈલેષભાઇએ કર્યુ હતુ. બ્ર.કુ.ઉર્મિલાબેન તથા બ્ર.કુ. જયાબેને ફુલોથી સૌનું સ્વાગત કર્યુ હતુ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.