Western Times News

Gujarati News

શાહરૂખ ખાન પઠાણ ફિલ્મમાં જાસૂસની ભૂમિકામાં જોવા મળશે

મુંબઈ, શાહરૂખ ખાનને પૂરા જાેશ સાથે ડાન્સ નંબર પર જાેયાને ઘણો સમય થઈ ગયો છે. શાહરુખે બોલિવૂડને ઈશ્ક શવા, છૈયા છૈયા, છમ્મક ચલો અને દર્દ એ ડિસ્કો જેવા ઘણા સુપરહિટ નંબર ડાન્સ આપ્યા છે. જાે.કે હવે તેની આગામી ફિલ્મ પઠાણનું નવું ગીત ‘ઝૂમ જાે પઠાણ’ ગીત પણ રિલીઝ થયું છે. બોલિવૂડના બાદશાહ અને દીપિકા પાદુકોણે આ પાર્ટી નંબરમાં ડાન્સ કરીને ધૂમ મચાવી હતી.

શાહરૂખ ખાનની બહુપ્રતિક્ષિત ફિલ્મ પઠાણનું બીજું ગીત ‘ઝૂમ જાે પઠાણ’ છેલ્લા ઘણા દિવસોથી ચર્ચામાં હતું. ફિલ્મના પહેલા ગીત ‘બેશરમ રંગે’ ભલે વિવાદ સર્જ્‌યો હોય, પરંતુ ચાહકો ફિલ્મના બીજા ગીતની આતુરતાથી રાહ જાેઈ રહ્યા હતા.

શાહરૂખ અને દીપિકા પાદુકોણના ચાહકોની આતુરતા વચ્ચે આખરે ગુરૂવારે ‘ઝૂમે જાે પઠાણ’ ગીત રિલીઝ કરવામાં આવ્યું છે. ગીતમાં દીપિકા અને કિંગ ખાનની કેમેસ્ટ્રી શાનદાર લાગી રહી છે.

વિડીયોમાં શાહરૂખ ખાન તેના લાંબા વાળ, સ્નાયુબદ્ધ શરીર અને પરફેક્ટ એબ્સ ફ્લોન્ટ કરતો જાેવા મળે છે. શાહરૂખ Pathan’માં જાસૂસની ભૂમિકા ભજવી રહ્યો છે. તેનો આ ગેટઅપ આ રોલ માટે એકદમ પરફેક્ટ લાગે છે. ગીતમાં શાહરૂખને કિંગ ઓફ કૂલ તરીકે રજૂ કરવામાં આવ્યો છે. આ ગીત ચાહકો માટે કોઈ વિઝ્‌યુઅલ ટ્રીટથી ઓછું નથી.

દીપિકા પણ શાહરૂખના સ્વેગ સાથે તેની એનર્જી મેચ કરી રહી છે. વિડીયોમાં બોલિવૂડના બંને સ્ટાર્સ બસની ટોચ પર ડાન્સ કરતા જાેઈ શકાય છે. તેમની પાછળ સેંકડો ડાન્સર્સ પણ ડાન્સ કરી રહ્યાં છે.

આ ગીત એવું છે કે તમે તેના શબ્દો તરત ખબર પડી જશે જયારે ગીતની બીટ પણ તમને આવડી જાય તે પ્રકારે તૈયાર કરવામાં આવ્યું છે. તો બીજી તરફ લૂપ પર ગીત સાંભળવામાં અથવા જાેવામાં તમને કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં.

આ પહેલીવાર નથી જ્યારે શાહરૂખ ખાન અને દીપિકા કોઈ ફિલ્મ માટે સાથે આવ્યા હોય. કારણકે આ પહેલા તેઓ ‘ઓમ શાંતિ ઓમ’, ‘ચેન્નઈ એક્સપ્રેસ’ અને ‘હેપ્પી ન્યૂ યર’માં સાથે જાેવા મળ્યા હતા. ત્રણેય ફિલ્મોનો ડાન્સ નંબર રીતે આજે પણ લોકોને યાદ છે. શાહરૂખ અને દીપિકાની જાેડી વિશે આનંદે કહ્યું કે ‘ગીતમાં દીપિકા સાથે શાહરૂખની કેમેસ્ટ્રી પ્રભાવશાળી છે.

તેઓને હિન્દી સિનેમાના ઈતિહાસમાં અત્યાર સુધીની સૌથી મહાન ઓન-સ્ક્રીન જાેડી તરીકે ગણવામાં આવે છે. ચાહકો અને પ્રેક્ષકોને એક રીતે પ્રસ્તુત કરે છે. તેઓ સ્ક્રીન પર પહેલાં ક્યારેય જાેયા નથી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.