Western Times News

Gujarati News

એક્ટ્રેસ જન્નત ઝુબૈર ભાઈ અયાન સાથે ઉમરાહ કરવા મક્કા પહોંચી

મુંબઈ, સોશિયલ મીડિયા સેન્સેશન અને ટીવીની જાણીતી અભિનેત્રી જન્નત ઝુબૈર, ઉમરાહ કરવા માટે મક્કા પહોંચી ગઈ છે. તેની સાથે તેનો ભાઈ અયાન પણ ઉમરાહ કરવા પહોંચ્યો હતો. જન્નતે સોશિયલ મીડિયા પર ઉમરાહની તસવીરો શેર કરી છે, જેમાં તે સફેદ રંગના અબાયા પહેરેલી જાેવા મળી રહી છે.

અયાન પણ સફેદ કપડામાં છે. બંને ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે અને તેમની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જણાવી દઈએ કે બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન પણ થોડા દિવસો પહેલા ઉમરાહ કરવા માટે મક્કા પહોંચ્યા હતા. ઈન્સ્ટાગ્રામ પર ભાઈ અયાન સાથે ફોટો શેર કરતી વખતે જન્નત ઝુબૈરે કેપ્શનમાં લખ્યું, જુમ્મા મુબારક. અમારો પહેલો ઉમરાહ પૂર્ણ થયો છે.

જન્નત ઝુબૈર રહેમાની ભારતીય ફિલ્મ અને ટેલિવિઝન અભિનેત્રી છે. તેણે કારકિર્દી ૨૦૦૯માં શરૂ કરી હતી પરંતુ ૨૦૧૧માં કલર્સ ટીવીની ફુલ્વા દ્વારા ઓળખ મેળવી હતી. તેણે ભારત કા વીર પુત્ર – મહારાણા પ્રતાપમાં યંગ ફૂલ કંવરની ભૂમિકા ભજવી હતી. પછી તે તુ આશિકી અને આપકે આ જાને સે, મેરી આવાઝ હી પહેચાન હેમાં જાેવા મળી હતી.

સાઉદી અરબમાં ફિલ્મ ડંકીનું શૂટિંગ પૂરું કર્યા પછી શાહરુખ ખાને પવિત્ર શહેર મક્કાની મુલાકાત લીધી અને મક્કાની ઈસ્લામી તીર્થયાત્રા ઉમરાહ કરી જે ક્યારેય પણ કરી શકાય છે. શાહરુખ ખાનના મક્કાની મુલાકાતના ફોટો એક ફેન અકાઉન્ટે ઓનલાઈન શેર કર્યા છે.

જેમાં શાહરુખ ખાન પવિત્ર સ્થળે લોકોથી ઘેરાયેલો જાેવા મળી રહ્યો છે. તેનો એક વિડીયો પણ સામે આવ્યો છે કે જેમાં શાહરુખ ખાન એકદમ અલગ કપડામાં જાેવા મળી રહ્યો છે. અહીં નોંધનીય છે કે શાહરુખ ખાને ટિ્‌વટર પર એક વિડીયો પોસ્ટ કરતા જાહેરાત કરી હતી કે તેણે ફિલ્મ ડંકીનું સાઉદી અરબ શેડ્યુલ પૂરું કર્યું છે.

સુપરસ્ટાર શાહરુખ ખાનની નવી ફિલ્મની વિગતો સામે આવી છે. શાહરુખ ખાન હવે ડિરેક્ટર રાજકુમાર હિરાની સાથે નવી ફિલ્મ કરવા જઈ રહ્યો છે કે જેનું નામ ડંકી છે. ડંકી ફિલ્મની જાહેરાત કરતા એક વિડીયો શેર કરતા શાહરુખની નવી ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે.

મુન્નાભાઈ સ્મ્મ્જી, લગે રહો મુન્નાભાઈ’, ૩ ઈડિયટ્‌સ, પીકે, સંજુ જેવી સુપરહિટ ફિલ્મો બનાવનાર ડિરેક્ટર રાજકુમાર હિરાની પહેલી વખત શાહરુખ ખાન સાથે કામ કરવા જઈ રહ્યા છે. આ ફિલ્મનું નામ ડંકી છે અને તે ૨૨ ડિસેમ્બર, ૨૦૨૩ના દિવસે રિલીઝ થશે. ‘ડંકી’ ફિલ્મ ડૉન્કી ફ્લાઈટના વિષય સાથે જાેડાયેલી છે. જેનો મતલબ થાય છે કે કોઈ વ્યક્તિ અન્ય દેશમાં પ્રવેશ કરવા માટે ગેરકાયદે માર્ગ પસંદ કરે છે.

આ સમસ્યાને ડંકી ફ્લાઈટ તરીકે ઓળખવામાં આવે છે. ડિરેક્ટર રાજકુમાર હિરાનીની આ ફિલ્મ ‘ડંકી’માં શાહરુખ ખાનની સાથે તાપસી પન્નુ જાેવા મળશે. ‘ડંકી’ ફિલ્મના લેખક રાજકુમાર હિરાની, અભિજાત જાેષી, કનિકા ઢિલ્લોં છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.