Western Times News

Gujarati News

ઘરના સભ્યોએ મળીને અંકિત ગુપ્તાને બહારનો રસ્તો બતાવ્યો

મુંબઈ, બિગ બોસની અત્યારે ૧૬મી સિઝન ચાલી રહી છે. આ અઠવાડિયે વોટિંગ લાઈન બંધ રાખવામાં આવી હતી, પરંતુ તેમ છતાં એક સભ્ય ઘરથી બેઘર થયો હતો. બિગ બોસના આદેશ અનુસાર, ચાર નોમિનેટ થયેલા સભ્યોમાંથી કોઈ એકનું નામ ઘરના તમામ સભ્યોએ લેવાનુ હતું. ઘરના મહત્તમ સભ્યોએ અંકિત ગુપ્તાનું નામ લીધું જેના કારણે બિગ બોસે તેને ઘરમાંથી બહાર નીકળવાનો આદેશ આપ્યો હતો.

પોતાના ખાસ મિત્ર અંકિત ગુપ્તાનો જવાનો સમય આવ્યો તો પ્રિયંકા ચહર ચૌધરી રડી રડીને અડધી થઈ ગઈ હતી. મેકર્સે અપકમિંગ એપિસોડનો પ્રોમો શેર કર્યો છે. પ્રોમો અનુસાર, જતા જતા પણ પ્રિયંકા અંકિત સાથે લડાઈ કરે છે. તે અંકિત સાથે છણકાથી વાત કરે છે અને અંકિત પણ તેનાથી નિરાશ થઈ જાય છે.

ઉલ્લેખનીય છે કે, ઘરના બાકીના સભ્યોની હંમેશા ફરિયાદ હોય છે કે પ્રિયંકા અંકિતને કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરે છે. અંકિત હંમેશા પ્રિયંકાથી ડરીને રહે છે અને તેની આસપાસ ફર્યા કરે છે. અને આજે અંકિત બેઘર થયો તેની પાછળનું એક કારણ પ્રિયંકા પણ છે. પ્રિયંકાને સબક શીખવાડવા માટે ઘરના લોકોએ નક્કી કર્યું કે આપણે અંકિતને બેઘર કરીએ, જાે એ જશે પછી પ્રિયંકા કોના ખભે માથું મૂકીને રડશે.

શનિવાર કા વાર એપિસોડમાં સલમાન ખાન પ્રિયંકા માટે ખાસ સોફો મંગાવે છે અને તેને ત્યાં બેસાડીને ક્લાસ લે છે. સલમાન ખાન પ્રિયંકા ચૌધરીને ખૂબ ખરીખોટી સંભળાવે છે. તે પ્રિયંકાને અરીસો બતાવે છે કે તે ક્યાં ખોટી છે. ત્યારપછી બિગ બોસ જણાવે છે કે, ભલે વોટિંગ લાઈન બંધ હતી પણ એલિમિનેશન તો થશે જ.

ત્યારપછી ઘરના સભ્યો એક-એક કરીને અંકિતનું નામ લે છે અને તેને બેઘર થવાનો સમય આવે છે. પ્રિયંકા અંકિતને ભેટીને ખૂબ રડે છે. અંકિત તેને મજબૂત રહેવાની સલાહ આપે છે. આ દરમિયાન અંકિત પોતાની એક વસ્તુ પ્રિયંકાના હાથમાં પહેરાવે છે. લિવિંગ એરિયામાં અર્ચના સાજિદ ખાનને કહે છે કે, જે ખભા પર તે રડતી હતી, હવે ક્યાં જશે. પ્રિયંકા અંકિતને કહે છે કે, હું બ્રેસલેટ ખૂબ સંભાળીને રાખીશ.

અંકિત કહે છે કે, તુ આટલુ બધું કેમ રડે છે, તારે મને યાદ કરવાની જરૂર નથી. આ સાંભલીને પ્રિયંકા ગુસ્સે થઈ જાય છે, તે રડતી રડતી કહે છે- અરે યાર મને એમ કે આ બ્રેસલેટ મને સ્ટ્રોન્ગ બનાવશે.

તુ જતા જતા મને હર્ટ કરીને કેમ જાય છે. પ્રોમો અનુસાર, હવે ફરી એકવાર અબ્દુ રોઝિકની ઘરમાં એન્ટ્રી થવાની છે. અબ્દુનો અવાજ સાંભળીને તમામ લોકો દરવાજા પાસે પહોંચી જાય છે. નિમૃત અને શિવ તેને ભેટી પડે છે. તે અબ્દુને જાેઈને રાજીના રેડ થઈ ગયા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.