Western Times News

Gujarati News

રાણીપમાં કફ સિરપના જથ્થા સાથેે બે યુવક ઝડપાયા

(એેજન્સી) અમદાવાદ, રાણીપમાં એસઓજીની ટીમે કફ સિરપના જથ્થા સાથે બે યુવકોને રંગે હાથ ઝડપી લીધા હતા. એસઓજીની ટીમે બાતમીના આધારે રાણીપ વિસ્તારમાં આવેલા આનંદ પાર્ટી પ્લોટ પાસે પહોંચી ગઈ હતી. જ્યાં ગોવિંદ પ્રજાપતિ એક્ટિવા પર કફ સિરપનો જથ્થો લઈને આવ્યો હતો અને શિવરાજસિંહ રાજપૂતને આપ્યો હતો. બંન્ને કફ સિરપના જથ્થની લેવડદેવડ કરતા હતા ત્યારે એસઓજીની ટીમ તેમને દબોચી લીધા હતા.

અને તેઓની પાસેથી એસઓજીની ટીમે કફ સિરપનો ર૩૯ બોટલ કબજે કરી છે. પોલીસે બંન્નેની ધરપકડ કરીને એસઓજી કચેરીએ લઈ આવી હતી. જ્યાં આવી સ્ટાઈલથી તેમની પૂછપરછ કરવામાં આવી હતી. ગોવિંદેેે એસઓજી સમક્ષ જણાવ્યુ હતુ કે ગોતાના મેડીકલ સ્ટોર પરથી તે બિલ વગર જથ્થો લઈ આવ્યો હતો. એસઓજીની ટીમે ગોવિંદ પ્રજાપતિ શિવરાજસિંહ વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો છે. મેડીકલ સ્ટોર પરથી આટલો મોટો કફ સિરપનો જથ્થો બિલ વરગ લઈને આવતા એસઓજી એ મેડીકલ સ્ટોરના માલિક વિરૂધ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવાનું શરૂ કરી દીધું છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.