Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

ક્રૂડ ૮૦ ડૉલરની નીચે પહોંચ્યું, ઘણા શહેરોમાં પેટ્રોલ-ડીઝલ થયું સસ્તું

નવી દિલ્હી, સતત બીજા દિવસે વૈશ્વિક બજારમાં કાચા તેલની કિંમતોમાં મોટો ઘટાડો નોંધાયો છે અને બ્રેન્ટ ક્રૂડ ૮૦ ડોલરની નીચે આવી ગયું છે. આ દરમિયાન, ગુરુવારે સવારે સરકારી ઓઈલ કંપનીઓ દ્વારા જારી કરાયેલા પેટ્રોલ અને ડીઝલના છૂટક ભાવમાં પણ ઘટાડો જાેવા મળી રહ્યો છે.

આજે યુપીના ઘણા શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થયો છે. જાેકે, આજે પણ દિલ્હી-મુંબઈ જેવા દેશના ચારેય મહાનગરોમાં તેલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. સરકારી ઓઈલ કંપનીઓના જણાવ્યા અનુસાર, આજે અમદાવાદમાં પેટ્રોલ રૂ. ૯૬.૪૧ પ્રતિ લીટર છે, જ્યારે ડીઝલ રૂ. ૯૨.૧૫ પ્રતિ લીટર થયું છે.

ગાઝિયાબાદમાં પણ પેટ્રોલ ૩૨ પૈસા ઘટીને ૯૬.૨૬ રૂપિયા અને ડીઝલ ૩૦ પૈસા ઘટીને ૮૯.૪૫ રૂપિયા થયું છે. લખનઉમાં પેટ્રોલ ૨૪ પૈસા મોંઘુ થઈને ૯૬.૬૮ રૂપિયા પર પહોંચી ગયું છે, જ્યારે ડીઝલ ૨૩ પૈસા વધીને ૮૯.૮૭ રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે. પટનામાં આજે પેટ્રોલ ૩૫ પૈસા વધીને ૧૦૭.૫૯ રૂપિયા પ્રતિ લીટર જ્યારે ડીઝલ ૩૨ પૈસા વધીને ૯૬.૩૬ રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયું છે.

કાચા તેલની વાત કરીએ તો, છેલ્લા ૨૪ કલાક દરમિયાન તેની કિંમતોમાં મોટો ઘટાડો જાેવા મળ્યો છે. બ્રેન્ટ ક્રૂડની કિંમત ૩ ડોલરથી વધુ ઘટીને ૭૮.૩૫ ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગઈ છે. તે જ સમયે,ઉ્‌ૈં ની કિંમત ૪ ડોલર ઘટીને ૭૪.૪૦ ડોલર પ્રતિ બેરલ થઈ ગઈ છે.

દરરોજ સવારે ૬ વાગ્યાથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. નવા દરો સવારે ૬ વાગ્યાથી લાગુ થશે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન, વેટ અને અન્ય વસ્તુઓ ઉમેર્યા બાદ તેની કિંમત મૂળ કિંમત કરતા લગભગ બમણી થઈ જાય છે. આ જ કારણ છે કે, પેટ્રોલ અને ડીઝલના ભાવ આટલા ઉંચા દેખાય છે.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers