Western Times News

Gujarati News

આદિલ ખાને રાખી સાથે નિકાહ કર્યા હોવાનું સ્વીકાર્યું

મુંબઈ, ત્રણ દિવસ પહેલા આદિલ ખાન દુરાની સાથેના નિકાહની તસવીરો શેર કરીને રાખી સાવંત ફરી એકવાર ચર્ચામાં આવી છે. દુબઈના બિઝનેસમેન આદિલ સાથે ત્રણ મહિનાના ડેટિંગ બાદ રાખીએ લગ્ન કર્યા હતા.

‘ડ્રામા ક્વીન’નું કહ્યું હતું કે, આદિલ તેને દગો આપી રહ્યો છે અને જાહેરમાં તેમના સંબંધોનો સ્વીકાર કરવાનો ઈનકાર કરી રહ્યો છે. બંને અલગ-અલગ ધર્મના હોવાથી માતા-પિતા નહીં સ્વીકારે તેને ડર છે. આટલા દિવસ સુધી મૌન સેવીને બેઠેલા આદિલે આખરે રાખી સાવંત સાથે તેના નિકાહ થયા હોવાનું કબૂલ્યું છે.

વાતચીત કરતાં તેણે કહ્યું હતું ‘હા, રાખી અને મારા લગ્ન થયા છે. અમે સાથે રહીએ છીએ અને ખુશ છીએ. પરિવાર તરફેણમાં ન હોવાથી આદિલ ખાન તેના લગ્નનો સાર્વજનિક રીતે સ્વીકાર કરવા ન માગતો હોવાનું લાગી રહ્યું છે.

શું પરિવાર આ સંબંધને સ્વીકારવા માટે તૈયાર નથી? શું તું તેમને મનાવવા માટેના પ્રયાસ કર્યા છે? તેના પર તેણે કહ્યું હતું ‘અમે સાથે છીએ તેની તેમને જાણ છે અને તેમને સજાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. તેમાં થોડો સમય લાગશે’. રાખીએ કહ્યું હતું કે, લગ્ન થઈ ગયા છે પરંતુ આદિલ સ્વીકારવાની ના પાડી રહ્યો છે.

તેના પર આદિલે કહ્યું હતું ‘રાખી જ્યાં હોય ત્યાં કોન્ટ્રોવર્સી હોય જ છે. એક દિવસ પહેલા વાતચીત કરતાં રાખી સાવંતે કહ્યું હતું કે, ‘હું ખુશ છું કે આદિલ સાથે મારા લગ્ન થયા. આદિલ કેમ કંઈ કહી રહ્યો નથી તેની મને નવાઈ લાગે છે. હું આઘાતમાં છું કે, આદિલ કેમ આ લગ્નથી ભાગી રહ્યો છે. હું સાત મહિનાથી તેને આ વિશે બધાને જણાવી દેવા માટે કહી રહી છું.

કારણ કે, હું એક સેલિબ્રિટી છું અને મારા જીવનની કોઈ વાત છુપાયેલી નહીં રહે. બની શકે કે પ્રેગ્નેન્સી રહી જાય અને અન્ય પણ કંઈક થઈ શકે છે. જાે હું સિંગલ મધર બની તો પણ છેલ્લા શ્વાસ સુધી આદિલને પ્રેમ કરતી રહીશ. જણાવી દઈએ કે, બિગ બોસ ૧૫ના ઘરમાંથી બહાર આવ્યાના તરત બાદ રાખી સાવંત પહેલા પતિ રિતેશ સિંહથી લગ્ન થઈ હતી. તેના થોડા જ સમયમાં તેની મુલાકાત આદિલ સાથે થઈ હતી.

બંને વચ્ચે પહેલી નજરમાં જ પ્રેમ થયો હતો. આદિલે BMW કાર આપીને રાખીને પ્રપોઝ કર્યું હતું. તે તેના કઝિનને મળાવવા દુબઈ લઈ ગયો હતો. જ્યાં એક આલિશાન ઘર તેના નામે લીધું હતું.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.