Western Times News

Gujarati News

રમોસ પ્રાથમિક શાળાના છાયાબેન પટેલનું ચિત્રકૂટ એવોર્ડથી સન્માન

(પ્રતિનિધી) બાયડ, પુણ્ય ભૂમિ તલગાજરડા ખાતે ચિત્રકૂટ આશ્રમ દ્વારા શ્રેષ્ઠ શિક્ષક સન્માન અંતર્ગત શ્રી છાયાબેન રમેશભાઈ પટેલ ઉપ શિક્ષક રમોસ પ્રાથમિક શાળા તાલુકો- ધનસુરા ,જિલ્લો- અરવલ્લી ને પરમ પૂજ્ય સંત શ્રી મોરારીબાપુ ના વરદ હસ્તે ચિત્રકૂટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

જે સમગ્ર અરવલ્લી જિલ્લા માટે ગૌરવ અને આનંદની બાબત છે.આ પ્રસંગે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી સતિષભાઈ પટેલ અને પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા તેમજ ભાવનગર જિલ્લાના શિક્ષણાધિકારી વગેરે હાજર રહ્યા હતા.બાળકોના સર્વાંગી વિકાસ માટે સમર્પિત ભાવના વાળા શ્રી છાયા બહેન પટેલ દ્વારા ચિત્રકૂટ એવોર્ડમાં મળેલ ૨૫,૦૦૦ ની રકમ પ્રાથમિક શાળાના વિકાસ માટે ભેટ આપવામાં આવી હતી.તેથી રમોસ પ્રાથમિક શાળા પરિવાર એસ.એમ.સી પરિવાર અને સહુએ અભિનંદન પાઠવ્યા હતા.તેમની કર્તવ્ય પાલનતા માં નિસ્વાર્થ સિંહફાળો સમગ્ર શિક્ષણ જગત ને દીવાદાંડી રૂપ બની રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.