Western Times News

Gujarati News

મેચની સુરક્ષાને ધ્યાને રાખીને આજે અમદાવાદમાં ‘નો ડ્રોન ફ્લાય ઝોન’

તા. ૦૧/૦૨/૨૦૨૩ના રોજ ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડીયમ મોઢેરા ખાતે ટી-૨૦ ક્રિકેટ મેચ યોજાવવાની હોઈ ક્રિકેટરો તેમજ ખુબ જ બહોળા પ્રમાણમાં મહાનુભાવશ્રીઓ તથા પ્રેક્ષકો એકત્ર થનાર હોઈ આવા સંજોગોમાં દેશવિરોધી સંગઠનો,

આતંકવાદીઓ અને ભાંગફોડિયાં તત્ત્વો માનવરહિત રિમોટ સંચાલિત વિમાન જેવાં સાધનો અથવા માનવ સંચાલિત નાની સાઈઝ જેવા સંસાધનો અથવા એરો સ્પોર્ટ્સમાં વપરાતાં ઉપકરણોના ગેરલાભ લઈ મહાનુભાવશ્રી તેમજ જાહેર જનતાની સુરક્ષાને તેમજ કાયદો અને વ્યવસ્થાને હાનિ પહોંચાડે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી.

જે અન્વયે હું સંજય શ્રીવાસ્તવ, પોલીસ કમિશનર, અમદાવાદ શહેર ફોજદારી કાર્યરીતિ અધિનિયમ સને ૧૯૭૩ (૧૯૭૪ના નં-૨ ની) કલમ ૧૪૪ અન્વયે મને મળેલ સત્તાની રૂએ આ જણાવેલ સમયે મહાનુભાવશ્રી અને જાહેર જનતાની સલામતીને ધ્યાને લઈ અમદાવાદ શહેરના તમામ વિસ્તારોમાં ‘નો ડ્રોન ફ્લાય ઝોન’ જાહેર કરું છું.

જે દરમિયાનમાં રિમોટ કંટ્રોલથી ચલાવવામાં આવતા ડ્રોન, કવાડ કોપ્ટર, પાવર્ડ એરક્રાફટ તેમજ માનવ સંચાલિત માઇક્રો લાઈટ એરક્રાફ્ટ, હેંગ ગ્લાઈડર/પેરા ગ્લાઈડર, પેરા મોટર તેમજ હોટ એર બલૂન તથા જમ્પિંગ ચલાવવાની/કરવાની મનાઈ ફરમાવું છું.

આ હુકમ તા. ૦૧/૦૨/૨૦૨૩ના રોજ કલાક ૦૬.૦૦થી કલાક ૨૪.૦૦ સુધી અમલમાં રહેશે.

આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનારને ભારતના ફોજદારી અધિનિયમ સને -૧૮૬૦ની કલમ ૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.

આ હુકમ અન્વયે પોલીસ કમિશનરમાં ફરજ બજાવતા સંયુક્ત પોલીસ કમિશનરશ્રી, અધિક પોલીસ કમિશનરશ્રીના દરજ્જાથી પોલીસ સબ ઇન્સ્પેક્ટર સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારીશ્રીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો સામે આઈપીસી કલમ મુજબ ફરિયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.