Western Times News

Gujarati News

T20 ક્રિકેટ મેચને ધ્યાનમાં રાખીને મેટ્રો ટ્રેન રાત્રિના ૧૨.૩૦ કલાક સુધી ઉપલબ્ધ રહેશે

૦૧ ફેબ્રુઆરીએ મોટેરા સ્ટેડિયમ અને સાબરમતી મેટ્રો સ્ટેશન પર મેટ્રો ટ્રેનની સેવાઓ રાત્રિના ૧૨.૩૦ કલાક સુધી ઉપલબ્ધ રહેશે

તા.૩૦-0૧-ર૦ર૩થી અમદાવાદમાં મેટ્રો ટ્રેન સેવા સવારે ૭ કલાકથી રાત્રિના ૧૦ કલાક સુધી ચાલુ છે.

તા. ૦૧-૦ર-ર૦ર૩ના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે નિર્ધારિત  ટી-ર૦ ક્રિકેટ મેચને ધ્યાનમાં રાખીને મેટ્રો ટ્રેનની સેવાઓ મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશન અને સાબરમતી મેટ્રો સ્ટેશન માટે ૨.૩૦ કલાક વધારીને રાત્રિના ૧૦ કલાક ને બદલે રાત્રિના ૧૨.૩૦ કલાક સુધી કરવામાં આવેલ છે.

તથા આ દિવસે મુસાફરોની સુવિધા માટે વધારેલ સમય દરમ્યાન એટલે કે રાત્રિના ૧૦ કલાકથી રાત્રિના ૧૨.૩૦ કલાક સુધી દર ૧પ મિનીટે મેટ્રો ટ્રેન મોટેરા સ્ટેડિયમ અને સાબરમતી મેટ્રો સ્ટેશનથી મળશે. આ વધારેલ સમય દરમ્યાન અન્ય તમામ મેટ્રો સ્ટેશનના માત્ર નિકાસ દ્વાર ખુલ્લા રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.