Western Times News

Gujarati News

લો બોલો હવે ચોર ટોળકી સોલર પ્લેટો પણ ઉઠાવી જાય છે

પ્રતિકાત્મક

મુદ્દામાલ સાથે બે આરોપીઓની ધરપકડ-ચકલાસી તથા વાસદ પો. સ્ટેશનના બે ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાયો

(પ્રતિનિધિ) નડિયાદ, પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા ખેડા- નડીયાદ તથા પોલીસ ઇન્સ્પેક્ટર કે.આર.વેકરીયા નાઓએ મિલ્કત સબંધી બનેલ ગુનાઓ શોધી કાઢવા સુચના અને માર્ગદર્શન કરેલ હોય જે અનુસંધાને એલ.સી.બી સ્ટાફના માણસો ખાનગી વાહનમાં પેટ્રોલીંગમા હતા.

દરમ્યાન ચકલાસી પો.સ્ટે. વિસ્તાર કણજરી ચોકડી પાસે આવતા સાથેના એ.એસ.આઇ ચંન્દ્રકાન્ત નાઓને ખાનગી બાતમીદારથી બાતમી હકીકત આધારે ભોઇવાસ ચકલાસી જાદવપુરા ખાતેથી (૧) હાર્દિકકુમાર રતીલાલ ભોઇ રહે. ભોઇવાસ ચકલાસી જાદવપુરા તા.નડિયાદ જી.ખેડા (૨) વિશાલકુમાર ઉર્ફે જગો દિનેશભાઇ પરમાર રહે. ચકલાસી, લક્ષ્મીપુરા, સકુલ પાસે. તા. નડીયાદ જી. ખેડાનાઓને એક ડ્રીલ મશીન,

બે સોલર પેનલ પ્લેટ તથા એક સબમર્શીબલ પંપની સાથે ભોઇવાસ ચકલાસી જાદવપુરા ખાતેથી શકમંદ હાલતમાં મળી આવતા સદર મુદ્દામાલના માલીકી અંગેના દસ્તાવેજાે તથા આધાર પુરાવા માંગતા પોતાની પાસે નહી હોવાનું જણાવતા હોય અને કોઇ સંતોષકારક વાબ નહી આપતા સદરહું તમામ મુદ્દામાલ ચોરી અગર છળકપટથી મેળવેલ હોવાનો શક વહેમ જતા

ડ્રીલ મશીન કિ.રૂ.૧,૨૦,૦૦૦/-, બે નંગ સોલર પેનલ પ્લેટ કિ.રૂ. ૧૦,૦૦૦/- તથા સબમર્શીબલ પંપ કિ.રૂ. ૧૦,૦૦૦/- તથા બંન્ને ઇસમોના મોબાઇલ ફોન કિ.રૂ. ૨૨,૦૦૦/- તથા રોકડા રૂ. ૫૫૦/- મળી કુલ્લે રૂ. ૧,૬૨,૫૫૦/- નો મુદ્દામાલ ગણી લઇ તમામ મુદ્દામાલ કલમ ૧૦૨ મુજબ તપાસ અર્થે કબ્જે કરી

સદરહું બંન્ને ઇસમોને IPC કલમ ૪૧ (૧) ડી મુજબ પકડી અટક કરી વધુ કાર્યવાહી સારૂ ચકલાસી પો.સ્ટે. સોંપેલ છે.સદરી ઇસમોની ઘનિષ્ટ પુછપરછ દરમ્યાન સદર સામાન પૈકી ડ્રીલ મશીન આજથી આશરે બે દિવસ પહેલા ભુમેલ લક્ષ્મીપુરા બુલેટ ટ્રેનના પીલર નં. ૪૪૪ પી ૦૫ ની ઉપરથી ચોરી કરેલ હતી

તેમજ સોલર પેનલ પ્લેટ આજથી આશરે બે મહીના પહેલા બેડવા ગામે બુલેટ ટ્રેનનું કામકાજ ચાલુ હોય ત્યાથી ચોરી કરેલ હતી. તેમજ સબમર્શીબલ પંપ વાસદ થી આંકલવાડી તરફ જવાના રોડ ઉપર આવેલ રાજુપુરા ગામની પાસે આવેલ ખેતરમાંથી ચોરી કરેલાની હકિકત જણાવતા હોય જે બાબતે ખરાઇ કરાવતા ચકલાસી પો.સ્ટે. ફ. ગુ.ર.નં. ૩૭/૨૦૨૩ ઇપીકો.ક. ૩૭૯ મુજબનો ડ્રીલ મશીન ચોરી બાબતનો ગુનો દાખલ થયેલ છે.તેમજ અન્ય મુદ્દામાલ બાબતે તપાસ ચાલુ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.