Western Times News

Gujarati News

શહેરા ખાતે સિપાઈ મુસ્લિમ કસ્બા સમાજ દ્વારા આયોજીત ૧૧ માં સમુહ નિકાહ સમારોહમાં ૩૫ દુલ્હા-દુલ્હનના નિકાહ કરાવાયા

(પ્રતિનિધિ)શહેરા, પંચમહાલ જીલ્લાના શહેરા ખાતે સિપાઈ મુસ્લિમ કસ્બા સમાજ દ્વારા માં સમુહ નિકાહ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતુ.જેમા ૩૫ જેટલા દુલ્હા-દુલ્હનના નિકાહ કરવામા આવ્યા હતા.દુલ્હા-દુલ્હનને ઘરવખરી સહિતનો સામાન પણ આપવામા આવ્યો હતો.આ સમુહ નિકાહ કાર્યક્રમમાં આ શહેરાનગરના મુસ્લિમ તેમજ હિન્દુ સમાજના અગ્રણીઓ, હાજર રહીને દુલ્હા-દુલ્હનના પ્રસન્ન દામ્પંત્ય જીવન માટે દુવાઓ કરી હતી.

પંચમહાલ જીલ્લાના શહેરા ખાતે સિપાઈ મુસ્લિમ કસ્બા સમાજ દ્વારા ૧૧મો સમુહ નિકાહ સમારોહ યોજાયો હતો.હુસેની ચોક ખાતે નગીના મસ્જિદના મૌલાના સાહેબ દ્વારા મુસ્લિમ સમાજના રીતરિવાજ મુજબ નિકાહ પડાવામાં આવ્યા હતા.૩૫ દુલ્હા દુલ્હનનું જીવન સુખમય નીવડે તેવી દુવાઓ કરવામા આવી હતી. તેમજ દાતાઓ દ્વારા ઘરવખરી ચીજ વસ્તુઓ આપવામા આવી હતી. રસીદ ખાન પઠાણએ જણાવ્યું હતું કે આ સમૂહ નિકાહ છે જે ગુજરાત માં અલગ જ નામ ધરાવે છે.

આ સમૂહ નિકાહ માં માત્ર મુસ્લિમ બિરાદરો જ નહીં શહેરા નગરના અન્ય સમાજ દ્રારા પણ દુલ્હા – દુલ્હનને કન્યાદાન આપી કોમી એક્તા નું પ્રતીક અને ઉદાહરણ પુરુ પાડે છે. શહેરા સિપાઈ મુસ્લિમ કસ્બા પંચ ના પ્રમુખ આમિન ખાન અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ સહિતના સિપાઈ મુસ્લિમ સમાજ દ્વારા કર્યું હતું .અત્રે નોધનીય છે કે આ પ્રકારના સમુહ નિકાહ કાર્યક્રમોથી ખોટા કુરિવાજાે દુર થવાની સાથે ખોટા ખર્ચાઓ પણ દુર થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.