Western Times News

Gujarati News

પિતાએ પોતાની દીકરીઓના લગ્નમાં તેની સ્વર્ગસ્થ માતાની હાજરીની અનુભૂતિ માટેની એક અનોખી ભેટ આપી

રાણીપુરા ગામના પિયુષ પટેલે પોતાની પત્નિની એક પ્રતિમા તૈયાર કરી દીકરીઓને લગ્નમાં ભેટ સ્વરૂપે આપી

(પ્રતિનિધિ) ભરૂચ, મા તે મા બાકી બધા વગડાના વા…
ભરૂચ જિલ્લામાં એક પિતાએ પોતાની બંને દીકરીઓના લગ્નમાં તેની સ્વર્ગસ્થ માતાની હાજરી હોવાની અનુભૂતિ કરાવતી એક પ્રતિમા ભેટ સ્વરૂપે અર્પણ કરી અને લગ્ન મંડપમાં બંને દીકરીઓ દ્રષ્ટિ અને સૃષ્ટિની માતા સાક્ષાત લગ્ન પ્રસંગમાં હાજર હોવાની એક અદભુત પ્રતિમા ભેટ સ્વરૂપે રજૂ કરતા લગ્ન મંડપમાં રહેલા તમામ મહેમાનો સહિત બંને દીકરીઓ દ્રષ્ટિ અને સૃષ્ટિની આંખોમાં આંસુ સાથે પિતાની આ ભેટને તેઓએ આવકારી માતા પિતાની સાક્ષીનો અનુભવ કર્યો હતો.

ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામના મૂળ વતની અને અંકલેશ્વરમાં પુત્રીઓના લગ્નમાં સ્વર્ગીય માતા મૂર્તિ સ્વરૂપે આર્શીવાદ આપ્યા હોવાની અનોખી ઘટના જાેવા મળી છે.અંકલેશ્વરમાં જાણીતા સામાજિક કાર્યકર અને બિલ્ડર પિયુષ પટેલની પત્નીનું ૨ વર્ષ પૂર્વે અવસાન થયું હતું.બંને પુત્રીઓના લગ્ન માતાની હાજરી વગર ન થાય તે માટે પિતાએ માતાની આબેહુબ વેક્સ અને સિલિકોનની રિયાલિસ્ટિક પ્રતિમા બનાવી લગ્નના સ્ટેજ પર મૂકી પુત્રીઓને અનોખી ભેટ આપી હતી.વડોદરા ફાઈન આર્ટસના પ્રાધ્યાપક સંજય રાજાવર અને વિદ્યાર્થીની વિભા પટેલ દ્વારા તૈયાર કરવામાં આવેલી વેક્સની મૂર્તિએ માતા જીવંત હોવાનો અનુભવ લોકોએ કર્યો હતો.

આ મૂર્તિ જાેતા જ જાણે સાચે જ સ્વ.દક્ષાબેન પટેલ ત્યાં બેઠેલા હોય એ રીતે તૈયાર કરવામાં આવી હતી. પુત્રીઓના લગ્ન સ્થળે સ્ટેજ ઉપર ગિફ્ટ કવરમાં રાખેલી સ્વ.દક્ષાબેનની મૂર્તિને પુત્રીઓ જ્યારે સ્ટેજ ઉપર આવી, ત્યારે ૧૦૦૮ મહંત ગંગાદાસ બાપુ અને પિતા પિયુષ પટેલે પરદો ઉઠાવ્યો અને બંને પુત્રીઓ ખુશી સાથે આંખોમાં હર્ષનાં આંસુઓ છલકાઈ ગયા હતા.આ દ્રશ્ય જાેઈને ત્યાં ઉપસ્થિત રહેલા સૌ આમંત્રિત મહેમાનો, મિત્ર મંડળ અને સ્વજનો પણ ભાવુક બની ગયા હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.