Western Times News

Gujarati News

ગોધરા- નગરપાલિકા વિસ્તારના વોર્ડ-નં ૮માં બનાવેલા રસ્તાઓમા ગેરરીતી આચરાઈ હોવાનો ગંભીર આક્ષેપ

(પ્રતિનિધિ)ગોધરા.. ગોધરા શહેરમાં વિકાસલક્ષી કામોમાં વોર્ડ નં.૮ માં સમાવેશ તથા હઠીલા પ્લોટ , ધત્યા પ્લોટ, ગીતેલી પ્લોટ, વગેરે જેવા વિસ્તારોમાં ગોધરા નગરપાલિકા દ્વારા આરસીસી રોડ બનાવવાની કામગીરી આજથી ત્રણ મહિના પહેલા કરવામાં આવી હતી. જેમાં રોડની કામગીરીમાં હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરવાના કારણે રોડની અંદરથી કપચી અને રેતી સહિત મસમોટા ખાડા પડી ગયેલા જાેવા મળી રહ્યા છે જેના કારણે ત્યાં રહેતા સ્થાનિક લોકો સહીત રાહદારી અને વાહનચાલકોમાં અવર જવર કરવા માટે ભારે હાલાકી ભોગવવી પડી રહી છે ત્યારે આ વોર્ડમાં રહેતા સ્થાનિક નગરપાલિકા સભ્ય હનીફભાઈ કલંદર આક્ષેપ કરી રહ્યા છે કે વોર્ડ નં. ૮ માં જેટલી જગ્યાએ આરસીસી રોડ બનાવવામાં આવ્યા છે તે તમામ માં જગ્યાએ મોટાપાયે ગેરરીતિ આચરેલ છે તેવું સ્પષ્ટ દેખાઈ આવે છે માટે સ્થાનિક સભ્યએ ગોધરા નગરપાલિકા ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી જવાબદાર સામે યોગ્ય પગલા ભરવા માં આવે તે માટે રજૂઆત કરવામાં આવી છે.

ગોધરા શહેરમાં હાલ વિકાસલક્ષી કામો પૂરજાેશમાં ચાલી રહ્યા છે ત્યારે વોર્ડ નં. ૮ માં આવેલ વિવિધ જગ્યાએ આરસીસી રોડ બનાવવાની કામગીરી જય કોર્પોરેશન મહેસાણા નામની એજન્સી ને સોંપવામાં આવી છે. અને તમામ આરસીસી રોડ બનાવવા માટે આરએમસી મારફતે કામગીરી કરવાની હતી પરંતુ એજન્સી એ નિયમ વિરુદ્ધ સાદા મીક્ષચર મશીનથી રોડની કામગીરી કરવામાં આવી છે તે ખરેખર વર્ક ઓર્ડર તેમજ એસ્ટીમેન્ટના વિરુદ્ધ છે જ્યારે વોર્ડ નં.૮ માં આરસીસી રોડની કામગીરી માટે સાદા મીક્ષચર મશીનમાં હલકી કક્ષાનું મટીરીયલ વાપરી રોડની કામગીરી કરવામાં આવેલ છે જેના લીધે તમામ જગ્યાએ બનાવવામાં આવેલ રોડ હાલ તુટેલ હાલતમાં અને રોડની અંદરથી રેતી કપચી બહાર નીકળી રહી છે માટે આ તમામ રોડની કામગીરીમાં થર્ડ પાર્ટી ઇન્સ્પેકશન કરાવી નિયમ અનુસાર કાર્યવાહી કરવા અને જરૂર જણાય તો કામોમાં ગેરરીતી સાબિત થાય તો તેની ડિપોઝિટ તેમજ બિલની ચૂકવણી નહીં કરવી અને જાે બિલનું ચૂકવણું કરેલ હોય તો એજન્સી પાસેથી પરત મેળવી કાયદેસરની કાર્યવાહી કરવા ગોધરા ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.