Western Times News

Gujarati News

તમારા વિચારો અને વર્તન બંને વાંચન અને અપડેશન માંગી લે છે

આગ લાગે ત્યારે કૂવો ખોદવા બેસવાથી આગ બુજાશે નહીં એમ જરૂર પડયે નવું શીખશું એવું વિચારનાર માટે સમય ક્યારેય રોકાતો નથી

તાજેતરમાં એક લેડીને મળવાનું થયું હતું એ સ્ત્રીના પતિ ગુજરી ગયા પછી બાળકોના ભવિષ્યના કારણે નાના શહેરમાંથી મોટા શહેરમાં સિફટ થવાનું થયું. બાળકો મોટા, સાવ નાના નહોતા. યુવાન થઈ ગયા હતા પણ હજી પગભર નહોતા. અચાનક ઘરની આવક બંધ થઈ ગઈ. બંને દીકરાઓએ ગ્રેજયુએશન પતાવ્યું જ હતું. નોકરી મળતા વાર લાગવાની જ હતી. શું કરવું? એ સમયે બીજું કંઈ જ વિચાર્યા વગર ટિફિન સર્વિસ શરૂ કરી. ધીરે ધીરે ટિફિન સર્વિસને નવા રૂપરંગ આપ્યાં.સુંદર હોમ કિચન શરૂ કર્યું. ફૂડ પેકેટસ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા માટે પતિની કાર પ૦ વર્ષની ઉંમરે શીખવાની શરૂ કરી.

ધીરેધીરે બાળકોને પણ સારી નોકરી મળતી ગઈ. ફૂડ પેકેટસની હોમ સર્વસ્ને બદલે નવું રિસ્ક લઈને નાની રેસ્ટોરાં શરૂ કરી. આ બધું જ સાંભળવામાં સરળ લાગે પણ જે તે સમયે એ સ્ત્રીએ કેટલું કષ્ટ વેઠ્યું. કેટલી સ્ટગલ કરી એ એ જ જાણતી હતી. અલબત્ત એમ કહેવાય છે કે તમે જેવું વાવો એવું લણો. તમે મહેનત કરી હોય તો એ લેખે લાગવાની જ. એ સ્ત્રીના દીકરા આજે ગર્વથી કહે છે કે મારી મમ્મી રેસ્ટોરાંની માલિક છે. મારી મમ્મીએ પ૦ની ઉંમરે કાર શીખી પણ અત્યારે અમારે ફરવા જવું હોય અને કાર ડ્રાઈવ કરવાનો કંટાળો આવે તો બિન્ધાસ્ત મમ્મીને કાર ડ્રાઈવ કરવા આપી દઈએ છીએ.

આ વાત છે સેલ્ફ અપડેશનની આપણાં જીવનમાં વિપદા કયારે આવી પડશે એ આપણેકોઈ નથી જાણતા. તમે વિચારો કે બધું જ સરસ ચાલી રહ્યું છે, કંઈ ટેન્શન લેવાની જરૂર નથી એ જ સમયે મોટી સમસ્યા આવી પડે ત્યારે ભાંગી પડવાને બદલે જીવનમાં થોડો બદલાવ લાવીને જીવનને નવા અભિગમથી જીવતા શીખશો તો કપરો કાળ પણ તમારી સામે જંગમાં હારી જશે.

સેલ્ફ અપડેશન જરૂરી ઃ ખૂબ સાચી વાત છે, જન્મ દિવસ એ ઉજવણીનું રિમાઈન્ડર તો ખરું જ સાથે સાથે જીવનને અપડેટ કરવાનું પણ રિમાઇન્ડર છે. સમયાંતરે આપણા જીવનમાં બદલાવ આવતો રહે છે. આ બદલાવને સ્વીકારવો, અને સાથેસાથે આપણી જાતને આપણા વિચારોને આપણા વર્તનને બદલવું અત્યંત જરૂરી છે. સમયાંતરે તમારામાં જરૂરી બદલાવ નહી લાવો અને જડતાને, રૂઢિગત વિચારોને પકડી રાખશો તો સરવાળે નુકસાન તમને જ જશે. સમજાે કે અમુક- તમુક સમયે તમે બેન્કે ન જતા હો, બેન્કના કોઈ જ કામમાં તમને ખબર ન જ પડતી હોય પણ સમય જતા એ વિશે સમજ પાડવી જરૂરી છે.

જાે એ સમજ નહી કેળવાય તો મુશ્કેલીના સમયે તમને જ સમસ્યા થશે. આપણે ગુજરાતીમાં કહેવત છે કે પરણ્યા ન હોય પણ પાટલે તો બેઠા હોઈએને? આ એ જ વસ્તુ સુચવે છે. જીવનોપયોગી દરેક વસ્તુ વિશે જ્ઞાન મેળવતા રહેવું જરૂરી છે. પછી તે કોઈ પણ ફિલ્ડ હોય, તમારી આસપાસ શું ચાલી રહ્યું છે, શું નવું છે એ વિશે માહિતી મેળવીને જાતને પણ સમયાંતરે અપડેટ કરતા રહેવી જરૂરી છે. તમે જે વિચારો કે એક સમયે લેન્ડલાઈન વાપરતાં આપણે આજે મોબાઈલની સ્ક્રીન ઉપર કેટલુંય સર્ફિંગ કરીને લોકો શું કરે છે તે જાેતાં રહીએ છીએ. પણ જાે આપણે લેન્ડલાઈન વાપરવાનું બંધ જ ન કર્યું હોત. મોબાઈલ શું છે એ વિશે જાણ્યું જ ન હોત તો ? તો આપણે કદાચ મોબાઈલની મજેદાર દુનિયાથી વંચિત રહી ગયા હોત. વાત એવી છે કે મોજશોખ માટે જાતને અપડેટ રાખતા આપણે અગત્યની વસ્તુઓ બાબતે જાતને અપડેટ રાખવાનું ભૂલી જઈએ છીએ. માત્ર અગત્યની વસ્તુઓ જ નહી અમુક ઉંમર બાદ વ્યકિત પોતાના વિચારો અને વલણને અપડેટ કરવાનું પણ છોડી દે છે. પરિણામે પોતે તો દુઃખી થાય જ છે સાથે તેની સાથે જાેડાયેલા લોકોને પણદુઃખી કરે છે. માટે વર્તન વિચારો, બુદ્ધિ અને જ્ઞાનને સમયાંતરે અપડેટ કરતા રહેવું જાેઈએ.

વાંચન બાબતે પણ અપડેટ થતાં રહેવું જાેઈએ ઃ તમે કેવું વિચારો છો કેવું બોલો છો કેવું વર્તન કરો છો એ બધાનો આધાર તમારા વાંચન ઉપર પણ રહેલો છે. આપણે રોજબરોજના જીવનમાં વાંચનને કેટલું મહત્વઆપીએછીએ? શું આપણને મનોરંજન સિવાય પણ બીજુ કંઈ વાંચવાની આદત છે? વધારે નહી તો દસથી પંદર મિનિટ આપણે આપણા મગજના ખોરાક માટે કંઈક વાંચીએ છીએ? સારું વાંચન વિચારોને અપડેટ કરવાનું કામ કરે છે. આજકાલ પોઝિટિવિટીના લેકચર સાંભળવા લોકો અઢળક પૈસા ખર્ચીને સેમિનારો ભરે છે પણ સાચું પૂછો તો આવા સેમિનાર એટેન્ડ કરવાને બદલે સારા પુસ્તકો થકી મગજને પોઝિટિવિટી અને નોલેજનો બુસ્ટર ડોઝ આપી શકીએ છીએ. કહેવાય છે કે વાંચન વ્યક્તિમાં સકારાત્મકતાનું બીજ રોપે છે.

ખરી વાત છે, જેમ શરીરને તંદુરસ્ત રાખવા માટે સાચું વાંચન જરૂરી છે. ખાસ કરીને સ્ત્રીઓએ તો તેમની જાતને અપડેટ રાખવા તેમજ મગજને શાંત રાખવા અલગ અલગ વિષયનું સારું વાંચન અચૂક કરવું જાેઈએ. જે વ્યક્તિ વાંચે છે એ એક જ જીવનમાં અનેક જીવન જીવે છે પણ જે નથી વાંચતો એ માત્ર એક જ વાર જીવે છે. એ જ રીતે એમ પણ કહેવાયું છે કે પુસ્તક વગરનો રૂમ એ આત્મા વગરના શરીર જેવો છે. તમારા રૂમમાં તમને યોગ્ય દિશામાં લઈ જાય એવા પુસ્તકો હોવા ખૂબ જરૂરી છે. તમે શું અને કેવું વાંચો છો એની ઉપર પણ તમારા સારા વર્તનનો આધાર હોય છે. ગોસિપ, ગપ્પા વગેરે તો માનવસહજ સ્વભાવથી આપણે કરવાના જ છીએ પણ વાંચનને જીવનમાં થોડું મહત્વ આપીશું તો જાતમાં ઘણું સકારાત્મક પરિવર્તન લાવી શકીશું. નવું નવું શીખવાની ધગશ ઃ નવું નવું શીખવાની ધગશ તમને જિવંત રાખે છે. એક જ પ્રકારે જીવવાને બદલે નવું નવું શીખશો. અપડેટ રહેશો તો કોઈ ઉપર આધારિત નહી રહેવું પડે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.