Western Times News

Gujarati News

ભરૂચમાં પોલીસની જાસૂસી કરનારા કોન્સ્ટેબલ સામે કાર્યવાહી

ભરૂચ, ગુજરાત પોલીસને હચમચાવી દેનારા ભરૂચ એલસીબીના ૨ કોન્સ્ટેબલોના બુટલેગરો પાસેથી રૂપિયા લઈને પોલીસની જ જાસૂસીમાં બે બુટલેગરો સહિત બન્ને અપરાધી કોન્સ્ટેબલો મળી કુલ ૪ની સામે ભરૂચ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક વર્ષથી આજીવન કેદ સુધીની સજાની જાેગવાઈઓ કરતી કલમો ફરિયાદમાં લગાવવામાં આવી છે.

ભરૂચ એલસીબીમાં વર્ષોથી ટેક્નિકલ સર્વેલન્સમાં રહેલા બે કોન્સ્ટેબલ મયુર ખુમાણ અને અશોક સોલંકીએ રૂપિયા માટે પોલીસનું લોકેશન જ બુટલેગરોને વેચવાનું શરૂ કરી દીધું હતું. છેલ્લા કેટલાક સમયથી સ્ટેટ મોનિટરિંગ સેલની બુટલગરો ઉપર રેઈડ નિષ્ફળ જતા એસપી નિર્લિપ્ત રાયને શંકા ગઈ હતી.

તેઓએ ડીવાયએસપી કે ટી કામરીયા સાથે તપાસ કરતા ભરૂચ એલસીબીના ટેક્નિકલ સર્વેલન્સમાં ફરજ બજાવતા બે કોન્સ્ટેબલ મયુર ખુમાણ અને અશોક સોલંકીની પોલીસના જ લોકેશનો બુટલેગરોને પોહચાડવામાં ભૂમિકા સામે આવી હતી.

એસએમસીએ આ અંગેનો પ્રાથમિક રિપોર્ટ તત્કાલીન ડીજીપી આશિષ ભાટિયાને કરતા ભરૂચ જિલ્લા પોલીસ વડા ડૉ લીના પાટીલે તાત્કાલિક એક્શન લઈ બન્ને રૂપિયા માટે બુટલેગરોના હાથે વેચાઈ ગયેલા પોલીસ કોન્સ્ટેબલોને સસ્પેન્ડ કરી દીધા હતા.

ખૂબ જ ગંભીર ગુનાહિત કૃત્ય અંગે ભરૂચ એસપી એ તપાસ અંકલેશ્વર ડીવાયએસપી ચિરાગ દેસાઈને પોતાની સીધી દેખરેખ હેઠળ સોંપી હતી.

ડીવાયએસપી દ્વારા ૧૮ દિવસ કરતા વધુની સઘન તપાસ બાદ આજે બી ડિવિઝનમાં એસઓજી પીઆઈ આનંદ ચૌધરીએ બન્ને કોન્સ્ટેબલ અને બુટલેગરો સામે ફરિયાદ નોંધાવતા બંને સસ્પેન્ડ પોલીસકર્મીઓ અને બે બૂટલેગરો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાની માહિતી ભરૂચ એસપી ડૉ.લીના પાટીલે આપી હતી.

પોલીસમાં જ રહી પોલીસની જાસૂસી બુટલેગરો માટે કરતા બન્ને કોન્સ્ટેબલ, બુટલેગર નયન ઉર્ફે બોબડો કાયસ્થ તેમજ પરેશ ચૌહાણ ઉર્ફે ચકા સામે એક વર્ષથી લઈ આજીવન કેદ સુધીની જાેગવાઈની વિવિધ કલમો લગાવવામાં આવી છે.

જેમાં આઈપીસી ૪૦૯ આજીવન કેદ. સરકારી કર્મચારી દ્વારા ગુનાહિત વિશ્વાસઘાત, ૧૧૬ ગુનો કરવામાં મદદગારી, સરકારી કર્મચારીને લાંચ આપી સરકારી અધિકારીઓ સામે જ ગુનાહિત કામગીરી, કલમ ૧૧૯ પબ્લિક સર્વન્ટ તરીકે મદદગારી, ફરજ અને માહિતીનો દુરુપયોગ, ૨૦૧ પુરાવા નાશ કરવા, ૧૬૬ (એ) સરકારી કર્મચારી તરીકે પોતાની ફરજ નહિ નિભાવી ગુનાહિત કામગીરી.

૧૨૦ (બી) ગુનાહિત ષડયંત્ર, ૧૧૪ મદદગારી, આઇટી એક્ટ તેમજ ભ્રષ્ટાચારની કલમો ૧૩(૧) (ક) અને ૧૩ (૨) પ્રજાના સેવકે લાંચ લઈ બજાવેલી ફરજમાં ૭ વર્ષ સુધીની સજા થઈ શકે છે.આ કલમો હેઠળ આરોપીઓને સ્પેશ્યલ કોર્ટમાંથી જ જામીન મળી શકે તેમ છે. હાલ આ અંગે તપાસ ડીવાયએસપી સી.કે.પટેલને સોપાઈ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.