Western Times News

Gujarati News

સુઝેન ખાન-અર્સલાન એક બીજાના પ્રેમમાં ગળાડૂબ દેખાયા

મુંબઈ, એક્ટર રિતિક રોશનની પૂર્વ પત્ની સુઝેન ખાન તેની લવ લાઈફને લઈને ઘણા સમયથી ચર્ચામાં છે. આ વખતે સુઝેન ખાને બોયફ્રેન્ડ અર્સલાન ગોની સાથે વેલેન્ટાઈન ડે પણ જાેરશોરથી સેલિબ્રેટ કર્યો હતો. સુઝેને આ સેલિબ્રેશનની ઘણી સુંદર ઝલકનો એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં લવ બર્ડ્‌સ વચ્ચેનો પ્રેમ સ્પષ્ટપણે જાેવા મળી રહ્યો છે.

રિતિક રોશનની પૂર્વ પત્ની સુઝેન ખાન છેલ્લા કેટલાય સમયથી એક્ટર અર્સલાન ગોની સાથેની રિલેશનશિપના કારણે ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર સુઝેન અને અર્સલાન એકબીજા પ્રત્યે પ્રેમ વ્યક્ત કરવામાં કોઈ કચાશ રાખતા નથી.

જાેકે, તેમની અંગત જિંદગીને જાહેરમાં કેટલી બતાવવી તેના પર પણ કાબૂ રાખે છે. ૪૭ વર્ષની સુઝેન ખાને વેલેન્ટાઈન્સ ડે સેલિબ્રેશનનો આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. સુઝેને ખુલ્લેઆમ અર્સલાન ગોની માટે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલ આ વીડિયોમાં જાેવા મળતી આ ઝલકમાં બંને વચ્ચે ઘણી રોમેન્ટિક પળો અને પ્રેમની સુંદર ઝલક જાેવા મળે છે.

સુઝેને આ વીડિયો શેર કર્યો અને લખ્યું, ‘તારી સાથે મારો દરેક દિવસ. પ્રેમની ઉજવણી કરવા જેવો છે.’ આ વીડિયોમાં બંને એકબીજાની કંપનીને ખૂબ એન્જાેય કરતા જાેવા મળે છે. બંને એકબીજા સાથે પાર્ટી અને હોલિડે એન્જાેય કરતા જાેવા મળે છે.

અર્સલાન અને સુઝેન થોડા દિવસો પહેલા જ કેલિફોર્નિયામાં રજાઓ ગાળીને આવ્યા છે. મુંબઈ આવ્યા બાદ સુઝેન ખાને ટ્રીપની સુંદર યાદો એક વિડીયોમાં પરોવીને સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

વિડીયો શેર કરતાં તેણે લખ્યું હતું, “મને નથી ખબર તમને શું કહેવામાં આવ્યું છે પરંતુ સમય વહી રહ્યો છે એટલે તેને સોનાની જેમ વાપરો. પી.એસ. થેન્ક્યૂ સો મચ મારા વહાલા કેલિફોર્નિયા અમને સૌથી સારો ઉનાળો આપવા માટે.” જણાવી દઈએ કે, રિતિક સાથે ડિવોર્સ બાદ સુઝેનને અર્સલાનમાં પ્રેમ મળ્યો છે જ્યારે રિતિક એક્ટ્રેસ સબા આઝાદને ડેટ કરી રહ્યો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.