Western Times News

Gujarati News

વિજયનગર આર્ટ્‌સ કોલેજ કૅમ્પસમાં રસોત્સવ સંપન્ન

(પ્રતિનિધિ)મોડાસા, રાજપુર કેળવણી મંડળ સંચાલિત વિવિધ સંસ્થાઓ અંતર્ગત વિજયનગર આર્ટ્‌સ કોલેજ કૅમ્પસમાં રસોત્સવ (થનગનાટ) તા.૦૨/૦૩/૨૦૨૩ ના રોજ યોજાયેલ જેમાં સમારંભના ઉદઘાટક તરીકે ર્ડો. કિશોરસિંહ સોલંકી સાહેબ તેમજ અધ્યક્ષ તરીકે રાજપુર કેળવણી મંડળના પ્રમુખ એમ.એન.પટેલ તેમજ મુખ્ય મહેમાન તરીકે ર્ડા.ઉષાબેન ગામેતી(નાયબ શિક્ષણાધિકારી સ્ડ્ઢસ્ હિંમતનગર) અને અતિથિ વિશેષમાં આર.જી.પુરોહીત અને ડી.આર.મકવાણા આર.એફ.ઓ. વિજયનગર સાહેબઓ ઉપસ્થિત રહ્યા હતા. તમામ સંસ્થાઓના વિદ્યાર્થીઓએ રાસગરબા, ડાન્સ, નૃત્ય, એકપાત્રીય અભિનય સાંસ્કૃતિક પ્રવૃતિઓ કરી મહેમાનો અને વાલીગણને ઉત્સાહીત કર્યા હતા.

રાજપુર કેળવણી મંડળ દ્રારા પ્રથમ ક્રમાંકે આવેલ દરેક સંસ્થાના વિદ્યાર્થીઓને મંત્રી એચ.એમ.પટેલ અને મેનેજીંગ ડીરેક્ટર એમ.એચ.પટેલે સન્માનિત કર્યા હતા. અહેવાલ વાંચન ર્ડા.જે.એમ. પુરોહીત દ્રારા કરવામાં આવ્યું હતું. સંપૂર્ણ કાર્યક્રમનું સંચાલન ર્ડા.બી. એ. પટેલ, ર્ડા.બી.એન.પટેલ, કલાલ ઝરણાબેન અને ઉષાબેન ખરાડીએ કર્યુ હતું. તેમજ આભાર વિધિ એમ.એડ્‌. કોલેજના એસો.પ્રોફેસર ર્ડા.આઇ. એમ.મેમણે કરેલ હતું. તેમજ આર્ટ્‌સ કોલેજના પ્રિન્સિપાલ ર્ડા.એલ.એસ. મેવાડા,બી.એડ.કોલેજના પ્રિન્સિપાલ ર્ડા.જે.જે.પટેલ તથા દરેક સંસ્થાના વડાઓએ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જમ્મત ઉઠાવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.