Western Times News

Gujarati News

પેટલાદ પોલીસની અનોખી પહેલ પરિક્ષાર્થીઓને બોર્ડ અને પેનનું વિતરણ

(પ્રતિનિધિ) પેટલાદ, પેટલાદ ટાઉન પોલીસ દ્ધારા આજરોજ એક અનોખી નવી પહેલ શરૂ કરવામાં આવી છે. ચાલુ વર્ષે એસએસસી અને એચએસસી બોર્ડની પરિક્ષા આપનાર છે તેવા વિદ્યાર્થીઓને બોર્ડ અને પેન આપી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

પેટલાદની એન કે હાઈસ્કુલના પ્રાર્થના હોલ ખાતે આજરોજ બપોરે બાર કલાકે પેટલાદ ટાઉન પીઆઈ કે ડી બ્રહ્મભટ્ટના અધ્યક્ષ સ્થાને એક કાર્યક્રમ યોજાયો હતો. આ શાળાના ધો.૧૦ અને ધો.૧૨ની બોર્ડ પરિક્ષા આપનાર વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવવા સાથે કહ્યું હતું કે આ વખતે આ શાળાનું પરિણામ સો ટકા આવે તેવી મહેનત કરજાે. જેના થકી શાળા અને શહેરનું ગૌરવ પણ વધશે. ટાઉન પીએસઆઈએ જણાવ્યું હતું કે બોર્ડની પરિક્ષા એ જીવનની આખરી પરિક્ષા નથી.

એટલે કોઈપણ વિદ્યાર્થીએ ટેન્શન લીધા સિવાય પરિક્ષા આપવી જાેઈએ. આ વિદ્યાર્થીઓ ભારત દેશનું ભવિષ્ય છે. એટલે સહજતા રાખી પરિક્ષા ર્નિભય રીતે આપવા જણાવ્યું હતું. ઉપસ્થિત રૂરલ પીએસઆઈ વી બી પટેલે પણ પરિક્ષાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. આજરોજ આ કાર્યક્રમ દ્ધારા પેટલાદ ટાઉન પોલીસે શાળાના ૪૦૦થી વધુ વિદ્યાર્થીઓને એક્રેલીક બોર્ડ અને બોલપેન આપી શુભેચ્છા પાઠવી હતી. જેમાં ટાઉન પોલીસના અધિકારીઓ, કર્મચારીઓ, શાળાના શિક્ષકો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.