Western Times News

Gujarati News

અંકલેશ્વરમાંથી આધાર પુરાવા વગરના ભંગારના જથ્થા સાથે ઈસમ ઝડપાયો

પોલીસે રૂા.૨.૮૨ લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચની એસઓજી પોલીસે પેટ્રોલિંગ દરમ્યાન અંકલેશ્વરની રાધા ક્રિષ્ના હોટલ પાસેથી એક આઈસર ટેમ્પોમાં આધાર પુરાવા વગરનો લોખંડનો ભંગાર ઝડપી પાડી પોલીસે ૮૨ હજારનો ભંગાર અને આઈસર ટેમ્પો ૨ લાખ મળીને કુલ રૂ.૨.૮૨ લાખનો મુદ્દામાલ કબ્જે કરીને એક ઈસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

ભરૂચ એસસોજીની ટીમ ગતરોજ અંકલેશ્વર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન રાધા કિષ્ના હોટલ અંકલેશ્વર પાસે એક શંકાસ્પદ આઈસર ટેમ્પો આવતા તેને રોકી તેની તલાસી લેતા તેના પાછળના ભાગે ભરેલા સામાનની ઝડતી તપાસ કરતા લોખંડના સળીયા તથા લોખંડની એન્ગલો તેમજ લોખંડનો ભંગાર ભરેલો હતો.આ અંગે પોલીસને આ સામાન શંકાસ્પદ લાગતા તેમણે આઈસર ટેમ્પામાં રહેલા ભંગારના ખરીદ બીલ કે આધાર પુરાવા તેમજ વાહનની આર.સી.બુક કે માલિકી અંગેના પુરાવા ડ્રાઈવર રમણ છીતુ રાઠોડ રહે, વાડીનાથ મંદિર પાસે,સજાેદ તા.અંકલેશ્વર પાસે માંગ્યા હતા.

આ સમયે અંદર રહેલા ચાલક રમણ છીતુભાઈ રાઠોડ હાલ રહે.સજાેદ વાડીનાથ મંદિર પાસે અંકલેશ્વરનાએ સંતોષકારક જવાબ નહિ આપતાં પોલીસે અંદર રહેલા ભંગાર અને ટેમ્પો સાથે સીઆરપીસી કલમ ૧૦૨ મુજબ કબ્જે કરવામાં આવ્યો છે.જ્યારે ટેમ્પો સાથે હાજર રહેલા ઈસમને સીઆરપીસી કલમ ૪૧(૧) ડી મુજબ અટક કરવામાં આવેલો અને આગળની કાયદેસર કાર્યવાહી કરવા અંકલેશ્વર શહેર બી ડીવીઝનમાં સોપવામાં આવ્યો છે.પોલીસે લોખંડના ભંગારનું કુલ વજન ૪૧૦૦ જેની કિ.રૂ.૮૨,૦૦૦,આઈસર ટેમ્પો નંબર જીજે ૧૬ એક્સ ૯૩૪૧ જેની કિ.રૂ.૨,૦૦,૦૦૦ મળી કુલ કિ.રૂ.૨,૮૨,૨૦૦ નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.