Western Times News

Gujarati News

જાણો Anushka-Viratને પડોશી Katrina-Vicky દ્વારા ભોજન માટે આમંત્રણ આપવામાં આવ્યું ત્યારે શું થયું 

અનુષ્કાને લાઉડ મ્યૂઝિકવાળી પાર્ટીઓ પસંદ નથી

વિકી અને કેટરિના લગ્ન પછી એ જ બિલ્ડિંગમાં શિફ્ટ થયા છે  જ્યાં વિરાટ અને અનુષ્કા રહે છે

અનુષ્કા-વિરાટને વિકી કૌશલ-કેટરિના કૈફે ડિનર પર બોલાવ્યા

મુંબઈ, Bollywood couple Vicky Kaushal and Katrina Kaif ૯ ડિસેમ્બર ૨૦૨૧ના રોજ લગ્ન કર્યા હતા. લગ્ન બાદ કપલ મુંબઈના જૂહુ વિસ્તારમાં નવા ફ્લેટમાં શિફ્ટ થયું હતું. વિકી અને કેટરિના એ જ બિલ્ડિંગમાં શિફ્ટ થયાં જ્યાં એક્ટ્રેસ અનુષ્કા શર્મા પતિ વિરાટ કોહલી અને દીકરી વામિકા સાથે રહે છે. હાલમાં જ આપેલા એક ઈન્ટરવ્યૂમાં અનુષ્કા શર્માએ ખુલાસો કર્યો છે કે, તેના પાડોશી વિકી-કેટરિનાએ તેમને ડિનર માટે ઘરે બોલાવ્યા હતા. Anushka-Virat invited for dinner by neighbors Katrina-Vicky

વિરાટ અને અનુષ્કા સામાન્ય રીતે સાંજે છ વાગ્યે ડિનર કરી લે છે. એવામાં વિકી-કેટરિનાએ આપેલા આમંત્રણનું શું થયું? આ અંગેનો મજેદાર કિસ્સો અનુષ્કાએ શેર કર્યો છે. એક મેગેઝિનને આપેલા ઈન્ટરવ્યૂમાં અનુષ્કાએ જણાવ્યું કે, તેને સામાજિક મેળાવડાઓ ઓછા ગમે છે અને તેને પાર્ટીઓમાં જવું પણ પસંદ નથી.

જાેકે, અનુષ્કાએ સ્પષ્ટતા કરી કે, તેને પોતાના ઘરે ફ્રેન્ડને બોલાવવા અને ઘરે બનાવેલું ભોજન ખવડાવવું ગમે છે. અનુષ્કાએ કહ્યું કે, તેને લાઉડ મ્યૂઝિકવાળી પાર્ટીઓ પસંદ નથી તેનામાં પરિપક્વતા આવી રહી છે તેમ તે એવા લોકો સાથે સમય વિતાવવાનું પસંદ કરી છે જેની સાથે તે દિલથી જાેડાઈ શકે.

અનુષ્કાએ કહ્યું કે, તેને લાઉડ પાર્ટીમાં હાય-હેલો કરવા કરતાં પરિવાર અને અંગત મિત્રો સાથે સમય વિતાવવો ગમે છે. અનુષ્કાએ ખુલાસો કર્યો કે, શાહરૂખ આ વાત સારી રીતે સમજે છે અને એટલે જ તેને પાર્ટીઓમાં નથી બોલાવતો.

પોતાને સમજવા બદલ અનુષ્કાએ શાહરૂખના વખાણ પણ કર્યા હતા. આ જ ઈન્ટરવ્યૂમાં અનુષ્કાએ આગળ કહ્યું કે, તે અને વિરાટ સાંજે ૬ વાગ્યા સુધીમાં ડિનર લઈ લે છે અને રાત્રે ૯.૩૦ વાગ્યા સુધીમાં ઊંઘી જાય છે. એટલે જ્યારે વિકી-કેટરિનાએ તેમને ડિનર માટે બોલાવ્યા ત્યારે તેણે કેટરિનાને કહ્યું કે, તેઓ આવશે પરંતુ વહેલા નીકળી જશે.

કેટરિના સાથેનો સંવાદ યાદ કરતાં અનુષ્કાએ કહ્યું, મેં કેટરિનાને કહ્યું કે, તારા માટે અમે ૭-૭.૩૦ કલાકે જમીશું તો ચાલશે પરંતુ અમારે વહેલા નીકળી જવું પડશે. ત્યારે કેટરિનાએ કીધું હતું કે વાંધો નહીં તમે લોકો ડિનર કરજાે, હું અને વિકી નાસ્તો કરીશું.

આ ફિલ્મમાં તે ક્રિકેટર ઝુલણ ગોસ્વામીના રોલમાં દેખાશે. આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવાની છે. અનુષ્કા તૃપ્તિ ડિમરી અને બાબીલ ખાન સ્ટારર ફિલ્મ ‘કાલા’માં કેમિયો રોલમાં જાેવા મળી હતી. આ ફિલ્મ ડિસેમ્બર ૨૦૨૨માં રિલીઝ થઈ હતી.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.