Western Times News

Gujarati News

Lakme Fashion Week દરમિયાન મલાઇકા બની તીખી મીર્ચી

મુંબઈ, બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરાની નવી તસવીરોએ ફરી એકવાર સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. હકીકતમાં, મલાઈકા અરોરાએ લેક્મે ફેશન વીકમાં રેમ્પ વોક કર્યું હતું અને મલાઇકા તેના કિલર લુકથી છવાઇ ગઇ હતી. Malaika During Lakme Fashion Week

તેની તસવીરો જાેઈને ફેન્સ તેના વખાણ કરતા થાકતા નથી. પરંતુ મલાઈકા અરોરા હંમેશાની ફરી એકવાર જેમ ટ્રોલનો શિકાર પણ બની છે. મલાઈકા અરોરાની ઉંમરને લઈને તેની નવી તસવીરોને લઈને ટ્રોલ્સ ટાર્ગેટ કરી રહ્યાં છે. જાે કે, તેની ઉંમરને કારણે ટ્રોલ થવું કોઈ નવી વાત નથી. ટ્રોલ્સ ઘણીવાર આવું કરે છે. મલાઈકા અરોરાએ લેક્મે ફેશન વીક દરમિયાન તેના રેમ્પ વોકથી ફેન્સને દિવાના બનાવી દીધા.

મલાઈકા અરોરાના એક એક સ્ટેપ પર ફેન્સ ફિદા થઇ રહ્યા છે. મલાઈકા અરોરાએ ઈવેન્ટ દરમિયાન એવો સ્વેગ બતાવ્યો કે ફેન્સ તેની તસવીરો વારંવાર જાેઈ રહ્યા છે. ફેન્સને મલાઈકા અરોરાની દરેક અંદાજ પસંદ આવ્યો હતો. મલાઈકા અરોરાએ પલાઝો સાથે ડીપનેક બ્લાઉઝ પહેર્યું હતું.

મલાઈકા અરોરાએ ઉપરથી ગાઉન જેવો ડ્રેસ પહેર્યો હતો. મલાઈકા અરોરાએ કમર પર હાથ રાખીને ફેન્સના ધબકારા વધારી દીધા છે. મલાઈકા અરોરાએ કિલર અંદાજમાં પોઝ આપ્યા હતા. ફેન્સને મલાઈકા અરોરાની તસવીરો ખૂબ જ પસંદ આવી રહી છે. તે જ સમયે, આ વખતે પણ મલાઈકા અરોરાનો અંદાજ ટ્રોલ્સને પસંદ આવ્યો નથી.

એક યુઝરે મલાઈકા અરોરાની તસવીર પર લખ્યું છે, ‘આંટી જી.’

એક યુઝરે લખ્યું છે કે, ‘વૃદ્ધ મહિલાનો ખરાબ લુક.’ એક યુઝરે લખ્યું છે કે, ‘હવે તુ ઘરડી થઈ ગઇ છે.’ એક યુઝરે લખ્યું છે કે, ‘આ આંટી ફરી આવી ગઇ.

મલાઈકા અરોરા ઘણીવાર તેની ચાલ, ઉંમર અને ડ્રેસને કારણે ટ્રોલના નિશાના પર આવે છે. જાેકે, મલાઈકા અરોરાને આ બધી બાબતોની કોઈ પરવા નથી. મલાઈકા અરોરા બોલિવૂડ એક્ટર અર્જુન કપૂરને ડેટ કરી રહી છે.

મલાઈકા અરોરા પણ તેની રિલેશનશિપને લઈને ભારે ટ્રોલ થઈ છે. મલાઈકા અરોરાએ અરબાઝ ખાન સાથે લગ્ન કર્યા હતા અને તેમને એક પુત્ર અરહાન ખાન છે. મલાઈકા અરોરા અને અરબાઝ ખાનના છૂટાછેડા થઈ ગયા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.