Western Times News

Gujarati News

Kartik Aryan જલ્દી ઘોડી ચડશે! લગ્નનું એલાન કરી દીધું ???

મુંબઈ, વર્ષ ૨૦૨૨ કાર્તિક આર્યન માટે ખૂબ જ ખાસ રહ્યું હતું. તેની બંને ફિલ્મો ભુલ ભુલૈયા ૨ અને ફ્રેડીને લોકો તરફથી ઘણી પ્રશંસા મળી, જેના કારણે તેની પોપ્યુલારિટીમાં પણ ઘણો વધારો થયો છે. Kartik Aryan ZeeCineAwards2023

બીજી તરફ આ વર્ષે રીલિઝ થયેલી ફિલ્મ શહેજાદા ભલે બોક્સ ઓફિસ પર કમાલ કરી ન શકી હોય પરંતુ એક્ટરની ફેન ફોલોઈંગમાં કોઈ કમી આવી ન હતી. આ દરમિયાન તેણે એક ચોંકાવનારું એલાન કર્યુ છે જેના કારણે તેની લાખો ફિમેલ ફેન્સનાં દિલ તૂટી ગયા છે.

 

View this post on Instagram

 

A post shared by KARTIK AARYAN (@kartikaaryan)

એક્ટરે કહ્યું છે કે તે ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહ્યો છે. તેણે ભરી મહેફિલમાં આ વાતનો ખુલાસો કર્યો છે. કાર્તિકનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. લોકો અનુમાન લગાવી રહ્યા છે કે એક્ટર આખરે કોની સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે.

આવી સ્થિતિમાં, લોકો કોમેન્ટ સેક્શનમાં કૃતિ સેનન અને સારા અલી ખાન વિશે વાત કરી રહ્યા છે. જાે કે મોટાભાગના ફેન્સને આશા છે કે તે કૃતિ સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. કાર્તિક આર્યને તેના ઇન્સ્ટાગ્રામ પર zee cine awardનો એક વીડિયો શેર કર્યો છે.

 

View this post on Instagram

 

A post shared by KARTIK AARYAN (@kartikaaryan)

આ વીડિયોમાં તે ઢોલ નગારા સાથે સ્ટેજ પર એન્ટ્રી લેતો જાેવા મળ્યો હતો. કાર્તિક કહે છે, ‘હવે જુઓ, બોલિવૂડમાં એક પછી એક બધાની બેન્ડ વાગી રહી છે, બધા ઘોડી ચઢી રહ્યા છે, દરેકની વિકેટ પડી રહી છે, પરંતુ હજુ સુધી એક વિકેટ પડી નથીએલિજિબલ સિંગલ ક્લબમાં આખરે કોણ બાકી રહી ગયું છે, હું, પરંતુ હવે હવામાન બદલાઈ રહ્યું છે, આ સખ્ત પુરુષ પણ પીગળી રહ્યો છે.

મેં પણ વિચાર્યું કે લગ્નના લાડુ ખાઇને જ જાેઇ લઉં. ફિલ્મોની વાત કરીએ તો ‘ભૂલ ભુલૈયા ૨’ની સફળતા બાદ થોડા દિવસો પહેલા ‘ભૂલ ભુલૈયા ૩’નું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ટીઝર સાથે જાહેરાત કરવામાં આવી છે કે આ ફિલ્મ ૨૦૨૪માં દિવાળીના અવસર પર રિલીઝ થશે. આ ટીઝર જાેયા બાદ ફેન્સ ખૂબ જ એક્સાઇટેડ થઈ ગયા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.