Western Times News

Gujarati News

ખેડબ્રહ્મા કોલેજમાં પોલીસ ભરતી તાલીમનો સમાપન કાર્યક્રમ યોજાયો

(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, ડી.ડી. ઠાકર આર્ટસ અને કે.જે. પટેલ કોમર્સ કોલેજ ખેડબ્રહ્મામાં તા. ૨૦ -૩- ૨૦૨૩ ના રોજ પોલીસ ભરતી તાલીમનો સમાપન કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમની શરૂઆતમાં કોલેજના આચાર્યશ્રી વી.સી. નીનામાએ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા શ્રી વિશાલકુમાર વાઘેલાએ અધ્યક્ષ શ્રી પ્રવચન કરી તાલીમાર્થીઓને માર્ગદર્શિત કર્યા હતા.

જ્યારે ડીવાયએસપી હિંમતનગર સુશ્રી પાયલ સોમેશ્વર, શ્રી જેઠાભાઈ પટેલ મેનેજિંગ ટ્રસ્ટી અરવલ્લી વિદ્યાભવન ટ્રસ્ટ ખેડબ્રહ્મા અને અમર સોશિયલ વેલ્ફેર ટ્રસ્ટના શ્રી દાનીભાઈએ પ્રસંગિક ઉદબોધન કર્યા હતા. કાર્યક્રમમાં શ્રી સ્મિત ગોહિલ ડીવાયએસપી ઈડર, શ્રી પી.જે. પટેલ પીઆઇ હિંમતનગર અને શ્રી જયેન્દ્રસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા. તાલીમાર્થીઓને પોલીસ ભરતી ની તૈયારી માટે ચાર પુસ્તકોનો શેટ આપવામાં આવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન ડૉ. હરપાલસિંહ એચ. ચૌહાણે કર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.