Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

ઝવેરી પંચનો અહેવાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સુપ્રત કરાયો

રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં અન્ય પછાત વર્ગોના પ્રતિનિધિત્વ નિર્ધારીત કરવા અંગે રચાયેલા ઝવેરી પંચનો અહેવાલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને સુપ્રત કરાયો

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં અન્ય પછાત વર્ગોને પૂરતું પ્રતિનિધિત્વ મળે તે હેતુસરના સુપ્રિમ કોર્ટના નિર્દેશ મુજબની કાર્યવાહી માટે રચેલા સ્વતંત્ર પંચનો અહેવાલ આ પંચના અધ્યક્ષ નિવૃત્ત જસ્ટીસ શ્રી કે.એસ. ઝવેરીએ ગાંધીનગરમાં સુપ્રત કર્યો હતો. The report of the Zaveri Commission was submitted to Chief Minister Bhupendra Patel

અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે સુપ્રિમ કોર્ટે આપેલા નિર્દેશ અનુસાર રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા મુજબ લોકલ બોડી વાઇઝ અનામત પ્રમાણને નક્કી કરવા રચવામાં આવેલા જસ્ટીસ કે.એસ. ઝવેરી કમિશને પોતાનો અહેવાલ રાજ્ય સરકારને સોંપ્યો છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers