Western Times News

Gujarati News

સી.વી.એમ. ફૂટબૉલ ક્લબમાંથી ત્રણ ખેલાડીઓની નેશનલ લેવલે પસંદગી

(પ્રતિનિધિ) આણંદ, ચારુતર વિદ્યામંડળ યુનિવર્સીટી સંચાલિત સી. વી. એમ. ફૂટબૉલ ક્લબમાં તાલિમ લેતા ત્રણ તાલીમાર્થીઓની નેશનલ લેવલે પસંદગી થતાં ફેહજાન બલોજ અને સમીર “૬૬મી નેશનલ સ્કુલ ગેમ” ભોપાલ મધ્યપ્રદેશ ખાતે ૬ જૂન થી ૧૪ જૂન દરમિયાન પોતાની રમતનું પ્રદર્શન કરીને ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે.

જયારે બીજા એક તાલીમાર્થી સંદીપ રાઠવાની નેશનલ લેવલે પસંદગી થતાં તે “પ્રથમ જન જાતિ ખેલ મહોત્સવ” માં ૯ જૂન થી ૧૨ જૂન દરમિયાન ભુવનેશ્વર ઓડિસા ખાતે ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે. આ ખેલાડીઓ છેલ્લા ચાર વર્ષથી સી. વી. એમ. ફૂટબૉલ ક્લબમાં નિવાસી રહીને ક્લબના ડાયરેક્ટર

અને ખુબજ અનુભવી કોચ ગોપાલ કાગના માર્ગદર્શબ હેઠળ તાલિમ લઇ રહ્યા છે. આ તાલીમાર્થીઓની નેશનલ લેવલે પસંદગી થતાં ચારુતર વિદ્યામંડળના માનદ સહ મંત્રી અને સ્પોર્ટ્‌સ તજજ્ઞ શ્રી મેહુલભાઈ પટેલ સાહેબે શુભેચ્છા પાઠવી હતી

અને આ ક્લબમાં તાલિમ લઇ ઉત્તરોતર પ્રગતિ કરી ભવિષ્યમાં દેશનું પ્રતિનિધિત્વ કરે તેવા આશીર્વાદ આપ્યા હતા. તેમજ આ પ્રસંગે સી.વી. એમ. ના દરેક પદાધિકારીઓએ પણ ખેલાડીઓને શુભેચ્છા પાઠવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.