Western Times News

Gujarati News

સિનોપ્ટિક્સ ટેક્નોલોજીસનો રૂ. 54.03 કરોડનો IPO 30 જૂન, 2023ના રોજ ખુલશે

પ્રતિકાત્મક

કુલ પબ્લિક ઇશ્યૂમાં રૂ. 10ની ફેસ વેલ્યુના શેરદીઠ રૂ. 237ના 22.80 લાખ ઈક્વિટી શેરનો સમાવેશ થાય છે; એનએસઈના એસએમઈ ઇમર્જ પ્લેટફોર્મ પર લિસ્ટિંગ થશે

મુંબઈ, અગ્રણી આઈટી સર્વિસીઝ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સોલ્યુશન્સ પ્રોવાઈડર સિનોપ્ટિક્સ ટેક્નોલોજીસ લિમિટેડ તેના એસએમઈ પબ્લિક ઇશ્યૂમાંથી રૂ. 54.03 કરોડ એકત્ર કરવાની યોજના બનાવી રહી છે જે 30 જૂને સબસ્ક્રિપ્શન માટે ખુલશે. કંપની પબ્લિક ઇશ્યૂની આવકનો ચોક્કસ ઉધારની ચુકવણી માટે,

કાર્યકારી મૂડીની જરૂરિયાતોને ભંડોળ પૂરું પાડવા, વ્યૂહાત્મક હસ્તાંતરણ/સંયુક્ત સાહસમાં રોકાણ અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે ઉપયોગ કરવાની યોજના ધરાવે છે. આઈપીઓ બાદ કંપનીના શેર નેશનલ સ્ટોક એક્સચેન્જના એસએમઈ ઇમર્જ પ્લેટફોર્મ પર લિસ્ટ થશે. ફર્સ્ટ ઓવરસીઝ કેપિટલ લિમિટેડ ઇશ્યૂની લીડ મેનેજર છે. પબ્લિક ઇશ્યૂ 5 જુલાઈએ બંધ થશે.

રૂ. 10ની ફેસ વેલ્યુના 22,80,000 ઇક્વિટી શેર સુધીના આઈપીઓમાં 14.80 લાખ સુધીના ઇક્વિટી શેરના ફ્રેશ ઇશ્યૂ અને રૂ. 237 પ્રતિ શેરના ભાવે (ઇક્વિટી શેર દીઠ રૂ. 227ના પ્રીમિયમ સહિત) અને 8 લાખ સુધીના ઇક્વિટી શેરના ઓફર ફોર સેલનો સમાવેશ થાય છે. કંપની પબ્લિક ઇશ્યૂમાંથી રૂ. 54.03 કરોડ સુધી એકત્ર કરવાની યોજના ધરાવે છે.

અરજી માટે લઘુત્તમ લોટ સાઈઝ 600 શેર્સ છે જેનું મૂલ્ય પ્રતિ અરજી રૂ. 1.42 લાખ થાય છે. આઈપીઓના ભાગ રૂપે રિટેલ રોકાણકારોને ઓફર કરાયેલા શેર ઇશ્યૂના મહત્તમ 50% રાખવામાં આવે છે. માર્કેટ મેકર રિઝર્વેશન ભાગ 1,14,000 ઇક્વિટી શેર છે.

2008માં સ્થાપિત સિનોપ્ટિક્સ ટેક્નોલોજીસ લિમિટેડ આઈટી સર્વિસીઝ અને સોલ્યુશન્સ પ્રદાન કરે છે. કંપની આઈટી ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ક્ષેત્રોમાં ઉકેલો પ્રદાન કરે છે જેમ કે શાખાઓને કનેક્ટિવિટી, સપ્લાય, અમલીકરણ અને આઈટી સેટઅપ જેમ કે રાઉટર્સ, સ્વિચ વગેરે ચલાવવા માટે જરૂરી નેટવર્ક સાધનોનો સપોર્ટ. કંપનીએ તાજેતરમાં દેશભરમાં તેમના અધિકૃત ખાનગી એલટીઈ/ ખાનગી 5G સેવા ભાગીદાર બનવા માટે બીએસએનએલ સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે.

સિનોપ્ટિક્સ ટેક્નોલોજીસ લિમિટેડનું મુખ્ય મથક મુંબઈમાં છે અને તે 17 સ્થળોએ પ્રાદેશિક કચેરીઓના નેટવર્ક અને 550થી વધુ લોકોની કર્મચારીઓની સંખ્યા સાથે સમગ્ર ભારતમાં કાર્યરત છે. કંપનીના ક્લાયન્ટમાં તાતા કમ્યૂનિકેશન્સ લિમિટેડ, બીઓબી ફાઈનાન્શિયલ સર્વિસીઝ, બ્લ્યૂ ડાર્ટ એક્સપ્રેસ લિમિટેડ, શોપર્સ સ્ટોપ લિમિટેડ, જીઆઈસી હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ, મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્સિયલ સર્વિસિસ લિમિટેડ, ગુજરાત સરકાર વગેરેનો સમાવેશ થાય છે.

નાણાંકીય વર્ષ 2021-22 માટે કંપનીએ કુલ રૂ. 50.97 કરોડની આવક અને રૂ. 4.32 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. ડિસેમ્બર 2022ના રોજ પૂરા થયેલા નવ મહિના માટે, કંપનીએ કુલ રૂ. 34.46 કરોડની આવક નોંધાવી હતી અને રૂ. 5.25 કરોડનો ચોખ્ખો નફો મેળવ્યો હતો. ડિસેમ્બર 2022 સુધીમાં, કંપનીની નેટ વર્થ રૂ. 24.02 કરોડ, કુલ સંપત્તિ રૂ. 53.80 કરોડ અને અનામત અને સરપ્લસ રૂ. 17.02 કરોડ હતી. પ્રમોટર ગ્રૂપ શેરહોલ્ડિંગ પ્રી-ઇશ્યૂ 100% છે જે ઇશ્યૂ પછી 73.11% થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.