Western Times News

Gujarati News

૨૨ કલાકમાં જૂનાગઢમાં ૧૦ ઈંચથી વધુ વરસાદ ખાબક્યો

ચારે તરફ પાણી જ પાણીના દ્રશ્યો સર્જાયા

સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, રાજકોટ સહિત દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નર્મદામાં સારા પ્રમાણમાં વરસાદ નોંધાયો છે 

અમદાવાદ, મેઘરાજાએ જમાવટ કરી દીધી છે ત્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધમધોકાર વરસાદ પડી રહ્યો છે. આવામાં જૂનાગઢ તાલુકામાં પાછલા ૨૨ કલાકમાં સૌથી વધુ ૧૦ ઈંચ વરસાદ ખાબક્યો છે. જૂનાગઢમાં થયેલા સારા વરસાદના કારણે ખેડૂતોમાં ભારે ખુશીની લાગણી છવાયેલી છે, ગીરનાર પર્વત પરથી તળેટીમાં જળાભિષેક થતો હોય તેવા દ્રશ્યો પણ જાેવા મળી રહ્યા છે.

આ સિવાય જૂનાગઢમાં ઠેરઠેર ભારે વરસાદના કારણે નદી, નાળા તથા તળાવ સહિતની જગ્યાઓ પર નવા જળ આવ્યા છે. ભારે વરસાદના લીધે લોકોએ મુશ્કેલી પણ વેઠવી પડી રહી છે. સુરતના મહુવામાં ૭.૩ ઈંચ, તાપીના વાલોડમાં ૬.૮ ઈંચ અને વ્યારામાં ૬.૪ ઈંચ વરસાદ ખાબક્યો છે. ૨૯મી જૂને રાજ્યના સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ નોંધાયો છે. જેમાં ગીર સોમનાથના તલાલામાં ૬.૧ ઈંચ અને સુત્રાપાડામાં ૬ ઈંચ વરસાદ નોંધાયો છે.

જૂનાગઢના મેંદરડામાં ૫.૯ ઈંચ અને ભેસાણમાં ૫.૪ ઈંચ વરસાદ થયો છે. સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વાવાઝોડા દરમિયાન ભારે વરસાદ નોંધાયો હતો તે પછી ફરી એકવાર ચોમાસાની શરુઆત સાથે ભારે વરસાદ જામ્યો છે. જેના કારણે ખેડૂતોમાં ખુશીની લહેર છે. સુરેન્દ્રનગરના ચોટીલામાં ૫.૩ ઈંચ વરસાદ થયો હતો, જૂનાગઢના વિસાવદરમાં ૫.૩ ઈંચ વરસાદ, રાજકોટના ધોરાજીમાં પણ ૫.૩ ઈંચ વરસાદ થયો છે.

નર્મદાના તિલકવાડામાં ૫.૧ ઈંચ વરસાદ નોંધાયો છે. રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થયો છે. જેમાં સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાયો હતો. જ્યારે સાબરકાંઠા, વડોદરા, ડાંગ, મોરબી, ભાવનગર, જામનગરમાં પણ સારા પ્રમાણમાં વરસાદ થયો હતો. આજે દક્ષિણ ગુજરાતના વલસાડ, નર્મદા, તાપીમાં અતિભારે વરસાદ રહેવાની સંભાવનાઓ છે.

જ્યારે કાલથી (પહેલી જુલાઈ)એ ભારે વરસાદની સંભાવનાઓ છે. સૌરાષ્ટ્ર કચ્છ સિવાયના રાજ્યના અન્ય ભાગોમાં કે ૨-૩ જુલાઈએ ભારે વરસાદની આગાહી નથી, કારણ કે જે વરસાદ આપતી સિસ્ટમ છે તે નબળી પડી જશે. ૩૦મી જૂન માટે સૌરાષ્ટ્રની આગાહી કરીને વિજીનલાલે કહ્યું છે કે, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. જ્યારે અહીં પણ જુલાઈની શરુઆતથી અહીં વરસાદનું જાેર ઘટવાની આગાહી કરવામાં આવી છે. ૨-૩ જુલાઈથી ભારે કે અતિભારે વરસાદની વોર્નિંગ નથી.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.