Western Times News

Gujarati News

મોદી સામે ૨૦૨૪ના ચૂંટણીરૂપી મહાભારતમાં વિરોધ પક્ષોની એક્તા મોટો પડકાર સર્જી શકશે ?!

રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રાજકારણમાં પોતાનું નેતૃત્વ ઉજાગર કરનાર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી

તસ્વીર ભારતની નવી સંસદની છે ડાબી બાજુની ઈન્સેન્ટ તસ્વીર ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની અને રશિયાના પ્રમુખ વાલ્દમીર પુતીનની છે તેમણે પણ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી “મેઈક ઈન ઈ ન્ડયા” નિતિને સફળ ગણાવી પ્રસંશા કરી છે !!

આંતરરાષ્ટ્રીય રાજકારણમાં શ્રી નરેન્દ્રભાઈ મોદીનું મહત્વ વધ્યાનું ચિત્ર ઉભુ થઈ રહ્યું છે પરંતુ આ એક પુતિનનું વ્યુહાત્મક રાજકીય પગલું પોતાના ફાયદા માટે પણ છે પણ તેનો ફાયદો શ્રી નરેન્દ્રભાઈ મોદી કેટલો ઉઠાવી શકે છે એ જાેવાનું રહે છે !!

કારણ કે બધાં જ પોતાની ચાણકય નિતિ કરી રહ્યા છે ત્યારે ઘર આંગણાના પડકારો પણ વધુ છે વિરોધ પક્ષો એક પ્રતિભાશાળી નેતૃત્વ હેઠળ પુરી તાકાતથી લડશે તો શ્રી નરેન્દ્રભાઈ મોદી માટે મોટો પડકાર સર્જાશે પણ પોત પોતાના રાજકીય પક્ષની લીટી મોટી કરવા ચૂંટણી લડશે તો વિરોધ પક્ષો અ સ્તત્વ ગુમાવશે !! (તસ્વીર સમાચાર ભરત ઠાકોર તથા માનદ્દ મદદનીશ ગઝાલા શેખ દ્વારા)

અમેરિકા અને રશિયા બન્ને વ્યુહાત્મક રાજનીતિમાં નરેન્દ્રભાઈ મોદીની પ્રશંસા કરે છે ત્યારે પૂર્વ પ્રમુખ બરાક ઓબામાએ નરેન્દ્રભાઈ મોદીને કેમ સલાહ આપવી પડી એ પણ વિચારવા જેવું ?!

ઓસ્ટ્રેલિયન સ્વીડીશ વૈજ્ઞાનિક લીગ મેઈટર કહે છે કે, “સત્ય સુધી નિઃસ્વાર્થપણે કેવી રીતે પહોંચવું એ વિજ્ઞાન શિખવે છે અને શિખવે છે કે વાસ્તવિકતાનો સ્વીકાર કેવી રીતે કરવો”!! જયારે અમેરિકાના વૈજ્ઞાનિક એડવર્ડ એ. વિલ્સને સરસ કહ્યું છે કે, “રાજકીય વિચારધારા દિમાગ અને વિજ્ઞાન બન્નેને ભ્રષ્ટ કરી નાંખે છે”!!

જાે કે વિજ્ઞાન આજે પણ સમગ્ર માનવ જાતના હિતને ધ્યાનમાં રાખી સંશોધનો કરે છે પરંતુ તેના પર મહદઅંશે અસર રાજકારણની જાેવા મળે છે વિજ્ઞાન જ નહીં કથિત કેટલાક ધર્માે પર રાજકારણનો પ્રભાવ આર્થિક કારણોસર વધ્યો છે માટે જયારે વિશ્વાસમાં વિજ્ઞાન ક્ષેત્ર, ધર્મ ક્ષેત્રે, નોકરશાહીમાં રાજકારણ પ્રવેશે ત્યારે આ ક્ષેત્રો તટસ્થતાનો સિધ્ધાંત ગુમાવે છે પણ આ “સત્ય” પ્રજાને કેમ સમજાતું નહીં હોય ?!

અમેરિકાના પ્રમુખ જાે. બાઈડેન અને રશિયાના પ્રમુ વ્હાલ દિ મીર પુતિન ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની કેમ પ્રસંશા કરે છે એ ૨૦૨૪ ની ચૂંટણી જીતવા માટે ધનુષ્ય ટંકાર કરનાર શ્રી નરેન્દ્રભાઈ મોદી સારી રીતે જાણે છે ?!

અમેરિકાના પ્રમુખ જયોર્જ વોશિંગ્ટને સરસ કહ્યું છે કે, “હું જગતના સમ્રાટ બનવા કરતા હું મારા ખેતરનો માલિક બનવાનું વધુ પસંદ કરીશ” કેમ જયોર્જ વોશિંગ્ટને આવું વિચાર્યુ હશે ?!

પરંતુ આજે અમેરિકા અને વિશ્વના અનેક લોકશાહી દેશોના નેતાઓની સ્થતિ જુદી છે !! અમેરિકાના પ્રમુખ જાે. બાઈડેને ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું અદ્દભુત સ્વાગત કરીને કેટલાક સરંક્ષણ વ્યવસાયિક કરારો પણ કર્યા બન્ને દેશોએ એકબીજાને કાંઈક આપ્યું તો કાંઈક લીધું !! પરંતુ તેની પાછળ જાે. બાઈડેનનો ઈરાદો ૨૦૨૪ ની ચૂંટણી ખૂબ જ સરળતાથી જીતવાનો છે !!

કારણ કે જે રાજયોમાં ભારતીય મતદારોને લઈ ડોનાલ્ડ ટ્રમ્પને સંસદમાં વધુ સરસાઈ મળી હતી તેને બ્રેક મારવાનો છે અને ડેમેજ કંટ્રોલ કરવાનો પણ છે !! ભારતના વર્તમાન ચૂંટણીના ચાણકય અને રાજકીય વિશ્લેષક શ્રી નરેન્દ્રભાઈ મોદી આ રાજકીય સત્ય સારી રીતે જાણે છે પણ શ્રી નરેન્દ્રભાઈ મોદીને પણ ૨૦૨૪ ની ચૂંટણી યેનકેન પ્રકારે જીતવી છે એટલે તેઓ પણ વૈશ્વિક નેતા તરીકે પોતાની પ્રતિભા ઉજાગર કરી બુ ધ્ધજીવી વર્ગનું સમર્થન પ્રાપ્ત કરવા માંગે છે !! તેનો કેટલો ફાયદો થશે એ તો ૨૦૨૪ ની ચૂંટણીનું પરિણામ નકકી કરશે !!

પ્રિયંકા ગાંધીમાં નિડરતા અને રાજકીય કોઠાસૂઝ છે તો બીજી તરફ રાહુલ ગાંધીમાં નિખાલસતા અને સંવેદનશીલતા છે તો વિરોધ પક્ષો પાસે ત્રીજુ એક નેતૃત્વ પણ છે !! વિરોધ પક્ષો કોનું નેતૃત્વ પસંદ કરે છે ?!

અમેરિકાના વિખ્યાત પ્રમુખ બરાક ઓબામાને ભારતના ભવિષ્યની ચિંતા અભિવ્યક્ત કરી ભારતના નેતૃત્વને સલાહ કેમ આપી ?! વૈશ્વિક સ્તરે આ મુદ્દો છેડયો ?! એમાં પણ ચૂંટણીનું જ રાજકારણ ?!

અમેરિકામાં ડેમોક્રેટિક પક્ષે જાે. બાઈડેનને ૨૦૨૪ ની ચૂંટણીમાં ગમે તેમ કરી જીતાડવા છે અને અમેરિકામાં રીપ બ્લકન પક્ષને આગળ વધતો રોકવો છે તો ભારતીય અમેરિકનોના મત પણ જાે. બાઈડેનને જાેઈએ છે તેમ અમેરિકન પ્રજાના પણ મતો જાેઈએ છે

ત્યારે બરાક ઓબામાએ ચૂંટણીની બીજી બોર્ડર સાચવવા ભારતની આંતરિક સમસ્યાઓની રજૂઆત કરતા અમેરિકાના મતો પણ જાે. બાઈડેનને અપાવવાના છે !! કારણ કે અમેરિકાની પાંચ સંસદ સભ્યોએ શ્રી નરેન્દ્રભાઈ મોદીના સંબોધનનો બહિષ્કાર કર્યાે હતો

એટલું જ નહીં ડેમોક્રેટિક પક્ષના ૭૦ સંસદસભ્યોએ અને સેન્ટરોએ એક પત્ર લખીને ભારતમાં લોકશાહીની હાલત અને લઘુમતીઓના કથિત દમનનો મુદ્દો ખુલાસો માંગવા જણાવાયું !! કારણ કે અમેરિકાએ લોકશાહી મૂલ્યો માટે અતિ સંવેદનશીલ છે. માટે ડેમેજ કંટ્રોલ કરવા જ અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાં શ્રી નરેન્દ્રભાઈ મોદીના મિત્ર હોવા છતાં જાહેર ટકોર કરી આ જ સત્તાના રાજકારણની ખૂબી છે !!

પરંતુ ભા.જ.પ.ના નેતાઓએ સત્તાના ચૂંટણીલક્ષી રાજકારણને સમજયા વગર બરાક ઓબામાને મુ સ્લમ રાષ્ટ્રો પરના હુમલાખોર ગણાવી દીધા !! હુમલાનો ઈતિહાસ તપાસીએ તો આ હુમલા મુ સ્લમ રાષ્ટ્રોના આંતકવાદી સંગઠનો પર કરેલા છે. નિર્દાેષ સ્થાનિક પ્રજા પર નહીં !! આ પણ એક સત્ય છે !!

અમેરિકામાં બરાક ઓબામાના નેતૃત્વ હેઠળ મુ સ્લમ રાષ્ટ્રો પર હુમલા થયા તેમાં ૨૦૧૯ માં અમેરિકા તરફથી ૨૩૦૦૦ બોમ્બ મારો થયેલો અને ૨૦૧૬ માં ૨૬૧૭૧ બોમ્બ ફેંકયા હતાં જે બોમ્બ સીરીયા, ઈરાક પર આંતકવાદી પ્રવૃત્તિને કંટ્રોલ કરવા નંખાયા હતાં ૨૦૨૧ માં અમાનુષી આંતકવાદી અબુ યાહયા અલ લીબીને ખત્મ કર્યાે હતો ટુંકમાં ઓબામાના મુ સ્લમો પર હુમલા એ માનવતા વિરોધી ન કહી શકાય !!  માટે ભા.જ.પ.ના નેતાઓએ શ્રી નરેન્દ્રભાઈને પુછી નિવેદનો કરવા જાેઈએ !!

ભારતમાં ૨૦૨૪ માં શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ લડનારી ચૂંટણી અને વિરોધ પક્ષોની એકતા વચ્ચેનો મુકાબલો એ મહાભારતના ધર્મ યુદ્ધ જેવી રોમાંચક હશે કે પછી દેશના મતદારોની માનસીકતાની દિશા નકકી કરનારી બનશે ?!
વિશ્વના લોકશાહી દેશોનો ઈતિહાસ તપાસીએ તો લગભગ ૧૦ વર્ષે દરેક દેશમાં મતદારો સત્તા પરિવર્તન લાવી લોકશાહીમાં “ચેક અને બેલેન્સ” રાખે છે !!

ભારતમાં એવું નથી ભારતમાં પંડિત જવાહરલાલ નહેરૂએ, શ્રીમતી ઈ ન્દરા ગાંધીએ ઘણું લાંબુ શાસન કર્યુ છે. શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ ૨૦૧૪ થી સત્તા પર છે અને વિરોધ પક્ષોને સફળ થવા દીધા નથી !! શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સબકા સાથ સબકા વિકાસનું સૂત્ર આપેલું છે !!

તેમના નેતૃત્વ હેઠળ ભૌતિક વિકાસ થયો છે દેશને જ નહીં ગુજરાતને પણ અનેક ફાયદો થયો છે !! મેટ્રો ટ્રેન, કચ્છનો વિશ્વનો સૌથી મોટો હાઈબ્રિડ રીન્યુઅલ એનર્જી પાર્ક, ગીફટ સીટી, સ્માર્ટ સીટી, રાજકોટમાં ગ્રીનફિલ્ડ એરપોર્ટ જેવા અનેક વિકાસના કામો થયા છે પણ સામે ભ્રષ્ટાચારનો વિકાસ એ ચિંતાજનક છે !! પૈસા આપ્યા વગર સરળતાથી કામો થતાં નથી !! અને મોંઘવારી કંટ્રોલ થતી નથી આ બે મોટા પડકારો વચ્ચે વિરોધ પક્ષો એકની સામે એક ઉમેદવાર મુકી આક્રમક પ્રચાર માટે હથિયારો સજાવી રહ્યા છે !!

ત્યારે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેની સામે યુનિફોર્મ સિવીલ કોડનું પત્તુ ઉતરી રહ્યા છે !! પરંતુ તેમાંથી પણ ભારતમાં પડકારો સર્જાઈ શકે છે કારણ કે પરંપરાગત રૂઢિઓ પ્રજા માનસ પર એટલી હાવી છે કે આ મુદ્દો ચૂંટણીમાં “મીસફાયર” ન થઈ જાય તેનું ધ્યાન રાખવાની જરૂર છે !! કારણ કે ૨૦૨૪ ની ચૂંટણી “મહભારત” જેવું ચૂંટણીરૂપી મહાયુદ્ધ હશે કે ભા.જ.પ. માટે સરળ હશે ?!

કોંગ્રેસ અને વિરોધ પક્ષ માટે ૨૦૨૪ ની ચૂંટણી એ રાજકીય અ સ્તત્વની લડાઈ હશે કે પછી સત્તા માટેનો વ્યુહાત્મક ચૂંટણી જંગ હશે ?! પરંતુ શ્રી નરેન્દ્રભાઈ મોદીના વ્ય ક્તત્વને ટકકર આપી શકે એ મોટી શોધ કયારે ?!

મહાન રાજકીય વિચાર અને તત્વચિંતક પ્લોટોએ કહ્યું છે કે, જયાં સુધી ફીલસુફો સરકાર ચલાવતા ન થાય અથવા સરકાર ચલાવનારા ફીલસુફો ન થાય ત્યાં સુધી માણસના દુઃખનો અંત આવતો નથી વિરોધ પક્ષોની એકતા ફકત સત્તા લક્ષી હશે તો એ શ્રી નરેન્દ્રભાઈ મોદીને કઈ રીતે હંફાવી શકશે ?!

વીરોધ પક્ષો ફકત ઈ.ડી.થી સી.બી.આઈ. થી ડરીને એક થયા હશે તો એ કોઈ કામનું નથી. પરંતુ સમાન સિધ્ધાંત, સમાન ફીલોસોફી, સમાન મૂલ્યો અને સમાન એકસૂત્રી કાર્યક્રમ સાથે ચૂંટણી પુરી એકતાથી અને તાકાતથી લડશે અને પોતાનો તર્ક પ્રજાના ગળે ઉતારી શકશે તો જ તેઓ જીતશે પ્રિયંકા ગાંધીમાં નિડરતા અને સંવેદનશીલતા બન્ને છે. પ્રિયંકા ગાંધીનું ભાષણ પણ વિવેકપૂર્ણ અને વેધક હોય છે !!

કોંગ્રેસ અગ્રણી શ્રી રાહુલ ગાંધી યુવાન છે, સુશિક્ષિત છે અને રાજકીય નેતૃત્વ રાજકારણ શીખતા શીખતા કર્યુ છે પરંતુ તેમની માનસીકતામાં રાજકારણ કરતા સંવેદનશીલતા વધારે છે શ્રી પંડિત જવાહરલાલ નહેરૂ અને અટલ બિહારી બાજપાઈમાં આવા ગુણો હતાં પરંતુ આજનું રાજકારણ ફકત સત્તાલક્ષી છે માટે શ્રી રાહુલ ગાંધી સાંભળે બધાનું પણ નિર્ણય સમજી વિચારીને કરે એ જરૂરી છે !! ખુશામતી યા પ્રશંસકોથી રાહુલ ગાંધીએ વધુ સાવધ રહેવાની જરૂર છે !!


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.