Western Times News

Gujarati News

વાપીના યુગ ટંડેલ રાજ્યકક્ષાની સ્વિમિંગ સ્પર્ધામાં મેળવ્યો દ્વિતીય ક્રમાંક

(પ્રતિનિધિ) વાપી, વાપીના ૧૦ વર્ષના યુગ ટંડેલ એ છેલ્લા સપ્તાહના અંતે અમદાવાદ માં યોજાયેલી સબ-જુનિયર ગુજરાત સ્ટેટ એક્વેટિક ચેમ્પિયનશિપ ૨૦૨૨ માં બ્રેસ્ટસ્ટઓક ૫૦ મીટર સ્પર્ધા માં દ્વિતીય ક્રમ મેળવ્યો હતો.

ચેમ્પિયનશિપનું આયોજન ગુજરાત સ્ટેટ એક્વેટિક એસોસિએશન દ્વારા કરવામાં આવ્યું હતું જે સ્વિમિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા અને ગુજરાત સ્ટેટ ઓલિમ્પિક એસોસિએશન સાથે સંલગ્ન છે. યુગ ટંડેલ વાપીના ધ સ્પોર્ટ્‌સ કલબ ઓફ વાપી ખાતે કોચ વિક્રમ સર ના માર્ગદર્શન હેઠળ તાલીમ લઈ રહ્યા છે. તથા યુગ આગામી સ્પર્ધાઓમાં રાષ્ટ્રીય સ્તરે ગોલ્ડ મેડલ જીતી વાપી નું નામ રાષ્ટ્રીય સ્તરે લય જશે એવી આશા વ્યક્ત કરી છે.

રાજ્ય ભરમાંથી યુગને અને ધ સ્પોર્ટ્‌સ ક્લબ ઓફ વાપી ના સંચાલકો ને અભિનંદન મળી રહિયા છે. રાજ્યકક્ષા ની સ્પર્ધા માં વાપીના યુગ ટંડેલ નો બીજાે ક્રમ આવવો એ વાપી માટે ગૌરવ ની વાત છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.