Western Times News

Gujarati News

નડિયાદમાં મફત નેત્રરોગ નિદાન શિબિર યોજાઈઃ મફત ચશ્મા આપવામાં આવ્યા

(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) ૦૨/૦૭/૨૦૨૩ રવિવાર ના દિવસે નાપા ના મસ્તાન બાવાના મકાન પર મફત નેત્રરોગ નિદાન શિબિર નું સુંદર આયોજન કરેલ જેમા બોરસદ ના એમ એમ ઓપ્ટિસીઅન વાળા મોહસીનભાઈ અને અશરફભાઈ એ સુંદર સેવા આપેલ

આ પ્રસંગે જે લોકોના આંખના નંબર હતા તેમને મફત ચશ્મા આપવામાં આવેલ આ પ્રસંગે ટ્રસ્ટ ના પ્રમુખ શેહજાદા એ સરવર શાહ પીરે તરીકત હજરત સૈયદ હાજી જહુર અહેમદ ઉર્ફે મસ્તાન બાવા એ ટ્રસ્ટ ની માહિતી અને ઉદેશ બતાવ્યા હતા અને જણાવેલ કે ટુંક સમયમા આ ટ્રસ્ટ ધ્વારા એક હૉસ્પિટલ નું નિર્માણ કરવામાં આવશે

અને દર મહિને અલગ અલગ ગામો મા મેડિકલ ચેક અપ કેમ્પ નું આયોજન કરવામાં આવશે આ પ્રસંગે ટ્રસ્ટ ના ઉપ પ્રમુખ નવાસાએ સરવર શાહ પીરે તારિકત હજરત સૈયદ શકીલ એહમદ ઉર્ફે અકીલ શાહ એ હાજરી આપી હતી અને દુઆ કરી હતી

આ પ્રસંગે હૈદરી ખાનદાન ના તમામ સભ્યો અને ટ્રસ્ટ ના ટ્રસ્ટી ઓ હાજર રહ્યા હતા આ શિબિર મા તમામ કોમ અને ધર્મ ના લોકો એ લાભ લીધો હતો નાપા ગામ ના પ્રતિષ્ઠિત નાગરિકો હાજર રહી સાથ સહકાર આપી શિબિર ને કામિયાબ બનાવી હતી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.