Western Times News

Gujarati News

માતા અને બાળ મરણ અટકાવવા સગર્ભા માતાઓની ફરજીયાત સોનોગ્રાફી કરવાની શરૂઆત

વલસાડ જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાનીના માર્ગદર્શન હેઠળ દર ૧૫ દિવસે મહિનામાં બે વખત રિવ્યુ પણ કરવામાં આવે છે

(પ્રતિનિધિ) વલસાડ, વલસાડ જિલ્લામાં માતા અને બાળ મરણ અટકાવવા માટે ૧૮-૧૯ અઠવાડિયાની સગર્ભા માતાઓની ફરજીયાત સોનોગ્રાફી કરવાની નવી પહેલ કરવામાં આવી છે. જે અંતર્ગત સરકારી અને કરાર કરેલા ખાનગી સેન્ટરોમાં સોનોગ્રાફી કરવામાં આવે છે. જે માટે સગર્ભા માતાઓને લઇ જવા માટે એમ્બ્યુલન્સ/વાહનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

વલસાડ જિલ્લામાં માતા અને બાળ મરણ અટકાવવા માટે સરકારશ્રી દ્વારા ચાલતી “જનની શીશુ સુરક્ષા કાર્યક્રમ” હેઠળ સરકારી હોસ્પિટલો તથા કરાર કરેલા ખાનગી સોનોગ્રાફી સેન્ટરોમાં ૧૮-૧૯ અઠવાડિયાનાં ગર્ભ સમયે સગર્ભા માતાઓની વિનામુલ્યે સોનોગ્રાફી કરાવવામાં આવી રહી છે.

આ સોનોગ્રાફી કરાવવાનો મુખ્ય ઉદ્દેશ સગર્ભા માતાનાં ગર્ભમાં બાળકનો વૃધ્ધિ, વિકાસ, શરીર રચનાની સંપૂર્ણ તપાસ કરવાનો છે. જેના દ્વારા જન્મનાર બાળકમાં કોઇ પ્રકારની ખોડખાંપણ અને શારીરિક માળખાકીય વિસંગતતાઓ અંગે જાણી શકાય છે. સોનોગ્રાફી દ્વારા સમયસર નિદાન કરાવવાથી માતા અને બાળક બંનેનાં જીવના જાેખમ સામે ઘટાડો કરી શકાય છે.

વલસાડ જિલ્લામાં વર્ષ ૨૦૨૨-૨૩ માં કુલ ૧૮,૫૭૬ સગર્ભા માતાઓની સોનોગ્રાફી કરવામાં આવી હતી. જ્યારે વર્ષ ૨૦૨૩-૨૪માં જુન સુધીમાં કુલ ૧૦,૯૩૮ સગર્ભા માતાઓની સોનોગ્રાફી કરવામાં આવી છે. જેમાં વર્ષ ૨૦૨૨-૨૩ માં ૧૨ અને ૨૦૨૩-૨૪ સુધીમાં ૨૦ માતાઓમાં ખામી જાેવા મળી હતી. જ્યારે વર્ષ ૨૦૨૨-૨૩માં ગર્ભમાં રહેલા ૧૩ બાળકોમાં અને વર્ષ ૨૦૨૩-૨૪માં ૮ બાળકોમાં ખામી જાેવા મળી હતી.

સોનોગ્રાફી થયા બાદ મળેલી જાેખમી સગર્ભા માતાઓને પ્રા.આ.કેન્દ્ર/યુ.પી.એચ.સી.નાં મેડિકલ ઓફિસર તથા આરોગ્ય સ્ટાફ દ્વારા સતત ગૃહ મુલાકાત, સમયસર તપાસ, યોગ્ય માર્ગદર્શન આપી સલામત પ્રસુતિ કરાવવામાં આવી છે.

ઉપરોક્ત તમામ બાબતો ઉપર તાલુકા આરોગ્ય અધિકારી અને જિલ્લા કક્ષાના ઇઝ્રૐ અધિકારી દ્વારા સતત મોનીટરીંગ કરવામાં આવે છે. ત્યારબાદ દર ૧૫ દિવસે મહિનામાં બે વખત જિલ્લા વિકાસ અધીકારીશ્રી દ્વારા પણ તમામ બાબતોનું રીવ્યુ કરવામાં આવે છે.

સોનોગ્રાફી દ્વારા સમયસર તપાસ કરાવવાથી ગર્ભાવસ્થાની યોગ્ય માહિતી મેળવી આવનાર બાળક અને સગર્ભા માતાઓમાં ભાવિ જાેખમો ટાળી સુરક્ષિત માતૃત્વ પ્રદાન કરવામાં ખુબ જ મહત્વનું સાબિત થાય છે તેમજ સગર્ભા માતા અને બાળ મરણ અટકાવવામાં ખુબ જ અસરકારક પ્લેટફોર્મ પુરૂ પાડે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.