Western Times News

Gujarati News

કઝિનની સાથે હાઉસ પાર્ટીમાં દેખાઈ શાહરૂખની દિકરી સુહાના ખાન

મુંબઈ, ફિલ્મ અભિનેતા શાહરૂખ ખાન અને ગૌરી ખાનની દિકરી સુહાના ખાન આ વર્ષના અંતમાં બોલિવુડ ડેબ્યૂ કરવા માટે તૈયાર છે. પોતાની ફિલ્મની રિલીઝ પહેલા જ તે ઇન્સ્ટાગ્રામ પર એક ફેમસ સેલિબ્રિટી બની ગઈ છે. રવિવારે સુહાનાએ પોતાના ફેન્સ માટે સાડીમાં એક ફોટો શેર કર્યો હતો. Actor Shah Rukh Khan and Gauri Khan’s daughter Suhana Khan

આ ફોટોમાં તે કઝિન આલિયા છિબા અને બીજી એક છોકરી સાથે જાેવા મળી હતી. સુહાનાએ એક લાલ સાડીની સાથે મેચિંગ બ્લાઉઝ પહેર્યું હતું, જેના કારણે તેની ચારે તરફ ચર્ચા ચાલી રહી છે.

સાથે જ તે પોતાના સિગ્નેચર મેકઅપ લૂક અને ખૂલ્લા વાળમાં ખૂબ સુંદર દેખાતી હતી. આ લૂકને પૂરો કરવા માટે તેણે એક લાલ ચાંદલો અને ઇયરિંગ્સ પણ પહેર્યા હતા. બધા જ કેમેરાની સાથે હસી રહ્યા છે. તો સુહાના ખાને પોતાની કઝિનનો હાથ પકડી રાખ્યો છે. આ ફોટો આલિયાએ શેર કર્યો છે અને સુહાનાએ તેને પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર બીજી વખત પોસ્ટ કરી છે. એવું લાગી રહ્યું છે કે, આ ફોટો કોઈકના ઘરે ક્લિક કરવામાં આવ્યો છે.

સુહાનાની સાથે તેનો મોટો ભાઈ આર્યન ખાન પણ હતો. આપને જણાવી દઈએ કે, સુહાનાની જેમ આર્યન ખાન પણ ટૂંક સમયમાં બોલિવુડમાં ડેબ્યૂ કરશે. જાેકે, તેને નિર્દેશનમાં વધુ રસ છે. આર્યન ખાન અત્યારે પોતાના પહેલા પ્રોજેક્ટમાં કામ કરી રહ્યો છે, જેને એક ઓટીટી સિરીઝ કહેવામાં આવી રહી છે.

આર્યનના માતાપિતાના પ્રોડક્શન હાઉસ રેડ ચિલીઝ એન્ટરટેઇન્મેન્ટ જ આ સિરીઝ બનાવી રહી છે. સુહાના ઝોયા અખ્તરની ફિલ્મ ધ આર્ચિઝથી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી રહી છે. આ કોમિક્સ ધ આર્ચિઝનું હિન્દી વર્ઝન છે અને નેટફ્લિક્સ પર તે રિલીઝ થશે. ટાઈગર બેબી અને ગ્રાફિક ઇન્ડિયાએ બનાવેલી ધ આર્ચિઝ એક ઉભરતી સ્ટોરી છે, જે રિવરડેલના બાળકોને ભારતમાં એક નવી પેઢી સાથે પરિચિત કરાવશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.