Western Times News

Gujarati News

ટેલિવિઝન અભિનેતાઓની પસંદગીની કેરીની રેસિપીઓ!

કેરી એટલે રેસા અને વિટામિનોથી સમૃદ્ધ મીઠાશ અને સ્વાદનો લહેજતદાર વિસ્ફોટ જેવી છે. દર વર્ષે આપણે 22 જુલાઈએ અદભુત મેંગો ડે મનાવીએ છીએ, જેમાં વિશ્વભરના વહાલા આ ફળની ઉજવણી કરીએ છીએ. તમે ધમધમતી બજારમાં જાઓ ત્યારે ઘણી બધી રસદાર અને ઉત્તમ પાકેલી કેરીઓ તમારી વાટ જોતી હોય છે.

આ મોસમને માણવા અને તેના મઘમઘતા સુગંધથી તેને ભરી દેવા એન્ડટીવીના ટેલિવિઝનના કલાકારો તમે અગાઉ ક્યારેય નહીં તે રીતે કેરી માણી શકો તે માટે અત્યંત મજેદાર કેરીની રેસિપીઓ વિશે વાત કરે છે. આમાં મનીષા અરોરા (મહુઆ, દૂસરી મા), ઝારા વારસી (ચમચી, હપ્પુ કી ઉલટન પલટન) અને શુભાંગી અત્રે (અંગૂરી ભાભી, ભાભીજી ઘર પર હૈ)નો સમાવેશ થાય છે.

દૂસરી માની મનીષા અરોરા ઉર્ફે મહુઆ કહે છે, “કેરી મારું ભાવતું ફળ છે. હું તેનાથી ક્યારેય ધરાતી નથી. આ આખું વર્ષ ચાલતી ટ્રીટ છે, પરંતુ હું કેરીઓ એકદમ તાજી અને રસદાર હોય તે વિશેષ મોસમની ઉત્સુકતાથી વાટ જોતી રહું છું. હું તે ચમત્કારી સમયમાં આ અદભુત ફળ સાથે ઘણી બધી અદભુત રેસિપીઓ અજમાવું છું.

જોકે મારી આખરી ફેવરીટ દેશી- સ્ટાઈલની મેંગો આઈસક્રીમ છે. આ આઈસક્રીમ સ્વાદિષ્ટ હોવા સાથે પોષક પણ છે. તે પાકી કેરીઓ, ક્રીમ અને મીઠાશયુક્ત કન્ડેન્સ્ડ દૂધની સારપને જોડે છે. તે બનાવવાનું આસાન છે. હું કેરીની સ્લાઈસ નરમ થાય ત્યાં સુધી મિશ્રણ કરું છું, જે પછી બાકી સામગ્રીઓ મિક્સ કરું છું અને એકત્ર વ્હિસ્ક કરું છું.

આ પછી કન્ટેઈનરમાં મિશ્રણને ફ્રીઝ કરું છું. ફરી મિશ્રણ કરુ છું અને દસ કલાક માટે ફ્રીઝ કરું છું. તે સ્થાપિત થયા પછી હું સૂકામેવા અથવા ચોકલેટ ફ્લેક્સથી તેને ટોપિંગ કરું છું. પરિણામ? ભારતીય શૈલીની મેંગો આઈસક્રીમ સાથે સમૃદ્ધ સુગંધ અને અદભુત ફ્લેવર ખરેખર પ્રસન્ન કરે છે!”

હપ્પુ કી ઉલટન પલટનની ઝારા વારસી ઉર્ફે ચમચી કહે છે, “કેરીની મોસમ મારી ફેવરીટમાંથી એક છે, પરંતુ ઈમાનદારીથી કહું તો હું તે માટે અધીરી થઈ જાઉં છું, કારણ કે મને સર્વ સમયે કેરીઓ ભાવે છે. હું મારી ભૂખ સંતોષવા બોટલમાં મેંગો પલ્પનો ઉપયોગ કરીને સ્વાદિષ્ટ મેંગો મિલ્કશેક બનાવું છું. તે બહુ સ્વાદિષ્ટ લાગે છે.

આ રેસિપી એકદમ આસાન છે અને ફક્ત પાંચ મિનિટ લે છે. તેની રીત કાંઈક આવી છેઃ હું ચારથી પાંચ ચમચી મેંગો પલ્પ લઉં છું અને તેમાં બે ચમચી ખાંડ, દૂધ અને અમુક આઈસ ક્યુબ બ્લેન્ડરમાં ઉમેરું છું. આ બધું સ્મૂધ અને ફ્રોધી થાય ત્યાં સુધી મિશ્રણ કરું છું.

જો મને વધુ લહેજતદાર બનાવવું હોય તો થોડી વેનિલા આઈસક્રીમ નાખું છું અને સ્વાદિષ્ટ ગાર્નિશ તરીકે ઉપર અમુક સૂકોમેવો ભભરાવું છું. આને હું મેંગો મિલ્કશેક ડિલાઈસ કહું છું અને મને કહેવા દો કે મારા પરિવારમાં બધા જ અને સેટ પર પણ બધાને તે ભાવે છે. આ શેકનું સ્મૂધ ટેક્સ્ચર અને તાજગીપૂર્ણ ચિલ દરેક માટે તેને પરિપૂર્ણ ટ્રીટ બનાવે છે. જાણે ખુશીનો ગ્લાસ!”

ભાભીજી ઘર પર હૈમાં શુભાંગી અત્રે ઉર્ફે અંગૂરી ભાભી કહે છે, “અમે ઈન્દોરવાસીઓને કેરી (કાચી) અને તેનાં અથાણાં માટે વિશેષ પ્રેમ છે અને મને કહેવા દો કે મારી માતા અત્યંત અદભુત કેરીનાં અથાણાં બનાવે છે. હું નાની હતી ત્યારે બધામાં અથાણું નાખતી, કારણ કે તેમાં કોઈ પણ વાનગીને સ્વાદિષ્ટ બનાવવાની ચમત્કારી ક્ષમતા છે.

મને યાદ છે કે મારી માતા મેંગો સ્ટ્રિપ્સ લે છે અને મીઠા સાથે તે મિક્સ કરે છે. કમસેકમ એક દિવસ રાખી મૂકે છે, જે પછી કેરીનું પાણી નિતારે છે. આ પછી તે હિંગ, હળદરની ભૂકી, ફેનલ સીડ, જીરું, મરચાંની ભૂકી અને રાયનું તેલ સાતે મેંગો સ્ટ્રિપ્સ જોડે છે. તે પછી બધું ટોસ કરીને સ્વાદ બરોબર આવે તેની ખાતરી રાખેછે. મારી માતા બનાવેલાં અથાણાં વધુ વિશેષ રાયનું તેલ બનાવે છે, જે અસલ કેરીની ફ્લાવર અને સુગંધ આપે છે. તે ખરા અર્થમાં આમ કા આચાર બને છે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.