Western Times News

Gujarati News

કેટરિનાના બાળપણમાં પિતાએ છોડ્યુ ઘર, ક્યારેય સ્કૂલ નથી ગઇ

મુંબઈ, કેટરિના કૈફનો જન્મ ૧૬ જુલાઇ ૧૯૯૩ના રોજ હોન્ગકોન્ગમાં થયો હતો. તે મૂળ રૂપે લંડનની રહેવાસી છે. તેના પિતા મોહમ્મદ કૈફ કાશ્મીરી છે, જ્યારે તેની મા સુઝૈન ટારકોટ બ્રિટિશ મૂળની છે. કેટરિના જ્યારે નાની હતી, ત્યારે જ તેના માતા-પિતાના છૂટાછેડા થઇ ગયા હતા. તેની માએ તેનો અને તેના ભાઇ-બહેનોનો ઉછેર કર્યો. તેની ૬ બહેનો છે અને એક ભાઇ છે. કેટરિનાએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે તેને હંમેશા પિતાની ખોટ અનુભવી છે અને તેનું તેને આજે પણ દુખ છે. Katrina’s father left home during her childhood she never went to school

રસપ્રદ વાત એ પણ છે કે, કેટરિના ક્યારેય સ્કૂલ પણ નથી ગઇ. ખરેખર તેની મા એક સોશિયલ એક્ટિવિસ્ટ છે. જેના કારણે તેને સતત અલગ-અલગ દેશોની યાત્રા કરવી પડતી હતી. આ રીતે કેટરિના કુલ ૧૮ દેશોમાં રહી. આ કારણે તે ક્યારેય સ્કૂલ નથી જઇ શકી. જાે કે, તેનો અભ્યાસ હોમ ટ્યૂટર દ્વારા થયો છે.

જેના કારણે તે ઘરે જ અભ્યાસ કરતી હતી. તેણે ૧૪ વર્ષની ઉંમરમાં એક બ્યૂટી કોમ્પિટિશન જીતી હતી. જે બાદ તેણે મોડેલિંગમાં કામ કરવાનું શરૂ કર્યુ. આ રીતે તે મોડેલિંગની દુનિયામાં આવી ગઇ. કેટલાંક વર્ષો બાદ કેટરિના ભારત આવી અને અહીં એક ફેશન શો દરમિયાન એક ડાયરેક્ટરની નજર તેના પર પડી.

તેણે કેટરિનાને ફિલ્મ ઓફર કરી અને આ રીતે જેની બોલિવૂડ જર્નીની શરૂઆત થઇ. તેની પહેલી ફિલ્મ ‘બૂમ’ હતી. જે ૨૦૦૩માં રિલીઝ થઇ હતી. તેમાં તે સુપરમોડેલના રોલમાં જાેવા મળી હતી. તે બાદ તેને એક પછી એક ફિલ્મો મળતી ગઇ અને તેણે ક્યારેય પાછુ વળીને નથી જાેયું.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.