Western Times News

Gujarati News

કલાકારો નવા યુગના પેરન્ટિંગ મંત્ર વિશે મજેદાર વાતો કરે છે!

બાળકના જીવનને આકાર આપવા માટે વાલીઓની ભૂમિકા મહત્ત્વપૂર્ણ હોય છે, જે તેમના વિકાસ પર મજબૂત પ્રભાવ ધરાવે છે. નેશનલ પેરન્ટ્સ ડે વાર્ષિક ઉજવણી છે, જે જવાબદાર પેરન્ટિંગને પ્રમોટ કરે છે અને વાલીઓને તેમના સંતાન માટે હકારાત્મકતા પર ભાર આપવા માટે પ્રોત્સાહન આપે છે.

આ વિશેષ દિવસે એન્ડટીવીના ટેલિવિઝનના કલાકારો અને અસલ જીવનના વાલીઓ આજની દુનિયામાં પેરન્ટિંગનું મહત્ત્વ વિશે ચર્ચા કરીને તેના મહત્ત્વ અને પ્રભાવ પર પ્રકાશ પાડે છે. આમાં મોહિક ડાગા (અશોક, દૂસરી મા), યોગેશ ત્રિપાઠી (દરોગા હપ્પુ સિંહ, હપ્પુ કી ઉલટન પલટન) અને શુભાંગી અત્રે (અંગૂરી ભાભી, ભાભીજી ઘર પર હૈ)નો સમાવેશ થાય છે.

દૂસરી માનો મોહિત ડાગા ઉર્ફે અશોક કહે છે, “મારી પુત્રી માટે હકારાત્મક પ્રભાવ અને રોલ મોડેલ બનવા પર ભાર આપવા સાથે સમકાલીન પેરન્ટિંગની ગૂંચમાંથી પસાર થવાનું બહુ પડકારજનક છે. આમ છતાં મને આ પ્રવાસમાં બહુ સંતોષમળેછે. ઘરમાં હું સતર્ક રીતે એવું વાતાવરણ પોષું છું જ્યાં મારી પુત્રી અશ્વિકાએ શું કરવું અને શું નહીં કરવું એવા આદેશ છોડવાને બદલે યોગ્યતા, આદર, ઈમાનદારી, નિખાલસતા અને સહનશીલતાનું વાતાવરણ નિર્માણ કરું છું. તેમાં ગુણો કેળવવા માટે હું પુરસ્કારની અપેક્ષા રાખ્યા વિના નિઃસ્વાર્થ ભાવે કૃતિ કરવા પ્રોત્સાહન આપું છું અને આભાર માનવાના મહત્ત્વ પર ભાર આપું છું. જોકે એકંદરે હું ભારપૂર્વક માનું છું કે મુક્ત અને ઈમાનદાર સંદેશવ્યવહાર કોઈ પણ સફળ સંબંધોની પાછળનો પાયો છે. આ ધ્યાનમાં લેતાં હું વાલીની ભૂમિકા ભજવવા પૂર્વે અશ્વિકા સાથે મૈત્રી સ્થાપિત કરું છું, જેને લઈમને તેની દુનિયાની ઊંડી સમજ મળે.”

હપ્પુ કી ઉલટન પલટનનો યોગેશ ત્રિપાઠી ઉર્ફે દરોગા હપ્પુ સિંહ કહે છે, “વાલી તરીકે આપણે આપણ સંતાનને શ્રેષ્ઠતમ આપવા પર ભાર આપીએ છીએ. આજના તેજ ગતિના જીવનમાં આધુનિક પેરન્ટિંગ વ્યવહારો અને આપણા સંતાનને સમર્પિત ગુણવત્તાયુક્ત સમય આપવા વચ્ચે સુચારુ સંતુલન જાળવવાનું પણ એટલું જ મહત્ત્વપૂર્ણ છે. મારા વ્યસ્ત શિડ્યુલ છતાં હું મારા સંતાન સાથે સમય કાઢવાની વાત આવે ત્યારે કોઈ બાંધછોડ કરતો નથી.

હું સમયાંતરે બ્રેક લઉં છું, જેથી તેમની સાથે તે દિવસોમાં સંપૂર્ણ મોજૂદ રહી શકું. ઉપરાંત હું ફેમિલી ટ્રિપ્સની વ્યવસ્થા કરવા પર ભારપૂર્વક પ્રયાસ કરું છું, જેથી આપણા સંતાનોનું આપણી સાથે, તેમના દાદા- દાદી સાથે અને અન્યોસાથે મજબૂત જોડાણ સધાય. વાલી તરીકે આપણે સમય આપવો જોઈએ અને ફોન કે પ્લેસ્ટેશન જેવા ભૌતિક વસ્તુઓ પર આધાર રાખવાને બદલે તેમની પર જાતે ધ્યાન રાખવું જોઈએ. દેખીતી રીતે આપણે આપણી હાજરી અને એકત્ર ગુણવત્તાયુક્ત સમય વિતાવીને તેમને સૌથી મૂલ્યવાન ભેટ આપી શકીએ છીએ.”

એન્ડટીવી પર ભાભીજી ઘર પર હૈમાં શુભાંગી અત્રે ઉર્ફે અંગૂરી ભાભી કહે છે, “આપણે વસવાટ કરીએ તે સમકાલીન દુનિયામાં ફક્ત પારંપરિક પેરન્ટિંગ પદ્ધતિઓ પર આધાર રાખવો અપૂરતું છે. જીવન પરિવર્તનશીલ છે, જેથી આપણે પેરન્ટિંગ પ્રત્યે આપણા અભિગમ સહિત બધાં પાસાંમાં સાનુકૂળતા અંગીકાર કરવી જોઈએ. આશી આ દુનિયામાં આવી ત્યારથી મને જવાબદારીનું અદભુત ભાન થયું છે અને તે મનઃપૂર્વક પાર પાડું છું.

પ્રેમ જવાબદારી સાથે ગૂંથાઈને તેની પર મજબૂત સૌંદર્ય ઓઢે છે. આધુનિક વાલી તરીકે હું આશીની ઈચ્છાઓને ફૂલવાફાલવા દઉં છું અને તેની વ્યક્તિગતતાની કેળવણી કરું છું. હું તેની પર મારી મૂલ્ય પ્રણાલી લાદતી નથી. તેને બદલે એવું પોષક વાતાવરણ ઊભું કરવા પર ભાર આપું છું, જ્યાં તે આત્મવિશ્વાસથી પોતાની માન્યતાઓ અને ઓળખની ખોજ કરી શકે. એકંદરે હું તેને ભાન કરાવવા માગું છું કે હું હંમેશાં તેની પડખે છું. આ નવા યુગમાં વાલીએ મેન્ટર, ફ્રેન્ડ, ગાઈડની ભૂમિકા ભજવવા સાથે તેમને ધ્યાનથી સાંભળવાનું પણ કામ કરવું જોઈએ. અન્ય સર્વની ઉપર સંબંધોના આ પાસાને અગ્રતા આપવી જોઈએ.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.