Western Times News

Gujarati News

આવી ગયું વેબસિરીઝ “મેડ ઈન હેવન સિઝન ૨”નું ટ્રેલર

મુંબઈ, પ્રખ્યાત OTT પ્લેટફોર્મ પ્રાઇમ વિડિયોએ હિટ વેબ સિરીઝ ‘મેડ ઇન હેવન’ની બીજી સીઝન Made In Heaven Season 2નું ટ્રેલર લોન્ચ કર્યું છે. આ શૉ આપણી પરંપરા, આધુનિક ઈચ્છાઓ, સમાજની માન્યતાઓ અને ભવ્ય લગ્નો વચ્ચે ફસાયેલા લોકોના સંઘર્ષને સુંદર રીતે દર્શાવે છે. આ શોમાં શોભિતા ધુલીપાલા, અર્જુન માથુર, જિમ સરભ, કલ્કી કોચલીન અને અન્ય કલાકારો છે.

મેડ ઇન હેવન સીઝન ૨નું ટ્રેલર તેના મુખ્ય પાત્રના જીવન વિશે જણાવે છે, જે સીઝન ૧ના એવા તબક્કામાં હતો જ્યારે તેને એક ખૂબ જ મહત્વપૂર્ણ ર્નિણય લેવાનો હતો. નવી દુલ્હનો અને નવા પડકારો સાથે વેડિંગ પ્લાનર તેના અંગત અને વ્યાવસાયિક જીવનને સંતુલિત કરે છે.

તેમાં રોમાન્સ, ડ્રામા અને લગ્નો સાથે સંકળાયેલા નવા ચહેરાઓ અને હૃદયસ્પર્શી વાર્તાઓ જાેવા મળશે. આ સિરીઝમાં શોભિતા ધુલીપાલા, અર્જુન માથુર, જિમ સરભ, કલ્કી કોચલીન, શશાંક અરોરા, શિવાની રઘુવંશી અને વિજય રાઝ સાથે મોના સિંહ, ઈશ્વાક સિંહ અને ત્રિનેત્રા હલ્દરે અભિનય કર્યો છે.

આ સિરીઝનું નિર્દેશન અલંકૃતા શ્રીવાસ્તવ, નીરજ ઘાયવાન, નિત્યા મેહરા, રીમા કાગતી અને ઝોયા અખ્તરે કર્યું છે. રિતેશ સિધવાની અને ફરહાન અખ્તરની એક્સેલ મીડિયા એન્ડ એન્ટરટેઈનમેન્ટ તેમજ ઝોયા અખ્તર અને રીમા કાગતીની ટાઈગર બેબી દ્વારા નિર્મિત આ સિરીઝના ૭ એપિસોડ છે, જે ૨૪૦ દેશોમાં પ્રીમિયર થશે. શોભિતા ધૂલીપાલાએ કહ્યું, મેડ ઇન હેવન સીઝન ૨માં તારા તરીકે પાછા ફરવું સારું લાગે છે. તારાનું પાત્ર મારા માટે આકર્ષક અને પડકારરૂપ પણ છે.

તે ભવ્ય લગ્નોનું આયોજન કરે છે. મેં બીજી સિઝનના શૂટિંગ માટે ખૂબ સમય ફાળવ્યો છે અને મને ખાતરી છે કે અમારા દર્શકો આ સિઝનને વધુ પસંદ કરશે. પ્રેક્ષકોની અપેક્ષાઓ કરતાં પણ આગળ વધવાનું થોડું દબાણ છે, પરંતુ હું તેના વિશે હકારાત્મક છું. મને ખાતરી છે કે ‘મેડ ઇન હેવન સીઝન ૨’ દર્શકોને મંત્રમુગ્ધ કરશે.

જીમ સરભે જણાવ્યું હતું કે, ‘આદિલ ખન્નાનું પાત્ર ભજવવું એ એક સારો અનુભવ હતો, ખાસ કરીને અલંકૃતા, નીરજ, નિત્યા, રીમા, ઝોયા સાથે કામ કરવાની તક મળી. આદિલના ર્નિણયોની તેના પર કેવી અસર થશે અને તે આ સિઝનમાં કેવી રીતે આગળ વધશે તે જાેવું રસપ્રદ રહેશે. આ શો તમે Amazon Prime Video પર જાેઈ શકો છો. તેની બીજી સીઝનના નવા એપિસોડ ૧૦ ઓગસ્ટ ૨૦૨૩થી સ્ટ્રીમ થશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.