Western Times News

Gujarati News

હાંસોટના અલવા ગામ પાસે બે કાર વચ્ચે અકસ્માતમાં પાંચ લોકોના મોત

(પ્રતિનિધિ) ભરૂચ, હાંસોટના અલવા ગામ પાસે સામસામે બે કાર અથડાતા સર્જાયેલા અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા હતા. ગમખ્વાર અકસ્માતની ઘટના હાંસોટ તાલુકા માંથી સામે આવતા પંથકમાં ગમગીની સાથે શોકનો માહોલ છવાયો હતો.ભરૂચ જીલ્લામાં માર્ગ અકસ્માતોની ઘટનામાં દિન પ્રતિદિન વધારો નોંધાઈ રહ્યો છે.

ખાસ કરી જીલ્લાના હાઈવે અને ગ્રામ્ય વિસ્તારમાં અકસ્માતનું છે પ્રમાણ ચાલુ વર્ષે વધુ જાેવા મળ્યું છે તેવામાં વધુ એક ગમખ્વાર અકસ્માતની ઘટના હાંસોટ તાલુકામાંથી સામે આવી છે.

હાંસોટ અને અલવા ગામ વચ્ચે બપોરના સમયે બે કાર સામ સામે ઘુસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.જેમાં કારમાં સવાર એક જ પરિવારના ચાર સભ્યોના મોત નીપજ્યા હતા. તેમજ ગંભીર રીતે ઘાયલ એક વ્યક્તિને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.