Western Times News

Gujarati News

લોકસભા ચુંટણીમાં ભાજપ નવા ચહેરાને તક આપશે

૧પ૦ નવા ઉમેદવારોને ઉતારવા વિચારણા

(એજન્સી)નવીદિલ્હી, લોકસભા ચુંટણી આવતા વર્ષે છે પરંતુ ભારતીય જનતા પક્ષે અત્યારથી જ કમર કસી લીધી છે. ભાજપ એક સાથે અનેક ફોર્મયુલા પર કામ કરી રહયો છે. પક્ષમાં વર્તમાન સાંસદોની ટીકીટ કાપવાથી લઈને નવા ચહેરાઓને તક આપવા સુધીનું મંથન ચાલી રહયુું છે.

સુત્રોના જણાવ્યા અનુસાર પક્ષ આઝાદીના ૧૦૦માં વર્ષ સુધી સંસદમાં યુવા પ્રતીનીધીત્વ વધારવા માટે કામ કરી રહયો છે. ભાજપ ચુંટણીમાં ૧પ૦ નવા ઉમેદવારો ઉભા રાખી શકે છે. તેમાં ૪૧થી પપ વર્ષની વયજૂથના ઉમેદવારોની સંખ્યા વધી હશે.

ભાજપના એક મહામંત્રીએ કહયું કે પહેલી લોકસભામાં ર૬ ટકા સભ્યો ૪૦ વર્ષથી ઓછી વયના હતા. તે પછી સંસદમાં યુવા પ્રતીનીધીત્વ ઘટતું ગયુું હતું. લોકસભામાં ચુંટણી જીતનારા સાંસદોની સંખ્યા ત્રણથી ૧૧ વખત ચુંટણી જીતનારા સાંસદોની સંખ્યા વધતી ગઈ હતી.

આ બાબતને ધ્યાને લેતાં પાર્ટી બે કે તેથી વધુ વખત લોકસભાની ચુંટણી જીતી ચુકેલા નેતાઓમાંથી મોટાભાગનાનો સંગઠનની જવાબદારી સોપવા જઈ રહી છે. આ ઉપરાંત અપવાદ સિવાય કોઈને બે વખતથી વધુ વખત રાજયભરમાં મોકલવામાં આવશે નહી.

૮૦ ટકા એવા લોકોને તક મળશે તેઓ કાયદા, ચીકીત્સા, વિજ્ઞાન, કલા, આર્થિક બાબતો ટેકનોલોજી, પર્યાવરણ અને ભાષાના જાણકાર છે. જાે દસ બેઠકો પર ચુંટણી યોજાય તો એવા બે જ ઉમેદવારો હશે. જે જ્ઞાતિના સમીકરણ કે સંગઠનમાં યોગદાનની દ્રષ્ટિએ મહત્વના હોય એમ સુત્રોએ જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.