Western Times News

Gujarati News

કેટરીનાને પાછી પાડીને નયનતારાએ તોડ્યા રેકોર્ડ

મુંબઈ, શાહરુખની સાથે આ એક્ટ્રેસને બેસ્ટ રિલેશન છે. સામાન્ય રીતે શાહરુખના પરિવાર સાથે આ એક્ટ્રેસ જાેવા મળતી હોય છે. એક્ટ્રેસ સાઉથનું એક મોટું નામ છે. આ એક્ટ્રેસ અનેક બોલિવૂડ હિરોઇનોને ટક્કર આપે છે. ખાસ વાત તો એ છે કે શાહરુખની સાથે બોલિવૂડમાં પણ હવે પગ મુકવાની તૈયારીમાં છે.

આમ, અમે જે એક્ટ્રેસની વાત કરી રહ્યા છે એ નયનતારા છે. આ ફિલ્મ જવાનમાં શાહરુખની સાથે જાેવા મળશે. ફિલ્મમાં આ કોપની ભૂમિકામાં જાેવા મળશે. જાે કે ટ્રેલરમાં આ એક્ટ્રેસનો અંદાજ લોકોને ખૂબ પસંદ પડી રહ્યો છે. ફિલ્મનું ટ્રેલર ૩૧ ઓગસ્ટના રોજ મોટી ઇવેન્ટ દરમિયાન લોન્ચ કરવામાં આવ્યુ હતુ, પરંતુ આ સમયે નયનતારા હાજર હતી નહીં. નયનતારાએ ટ્રેલર લોન્ચ ઇવેન્ટમાં ભાગ લીધો નહીં તેમ છતા સોશિયલ મિડીયામાં ખૂબ ફેમસ થઇ ગઇ.

જાે કે નયનતારાએ ગયા ગુરુવારે ઇન્સ્ટાગ્રામમાં ડેબ્યુ કર્યુ. ૧૮ નવેમ્બરના રોજ જન્મેલી ૩૮ વર્ષની નયનતારા ઇન્સ્ટાગ્રામમાં ઘણાં સમયથી દૂર હતી. એવામાં ફેન્સ સોશિયલ સાઇટમાં આવવા માટે નયનતારા બહુ રિકવેસ્ટ કરતા હતા. નયનતારા જવાનના ટ્રેલર રિલીઝ ડે પર ઇન્સ્ટાગ્રામ પર ડેબ્યુ કર્યુ અને સોશિયલ મિડીયામાં ફેમસ થઇ ગઇ. નયનતારાએ પહેલી તસવીર બાળકોની સાથે શેર કરી.

આ તસવીરમાં Uyir Rudronil N.shivan Ulag Dhaivag N. Shivan જાેવા મળી રહ્યા છે. બન્ને બેબી અને નયનતારાએ બ્લેક ગોગલ્સ પહેર્યા છે. નયનતારાની પર્સનાલિટી લોકોને ખૂબ ગમી રહી છે. નયનતારા દેખાવમાં પણ સ્માર્ટ છે. નયનતારાએ ઇન્સ્ટાગ્રામ પર એન્ટ્રી કરી અને ફેન્સ એકદમ ખુશ-ખુશ થઇ ગયા. આ સાથે ફોલોઅર્સની સંખ્યા ઝડપથી વધવા લાગી. નયનતારા હાલમાં પહેલી એક્ટ્રેસ બની ગઇ છે જેના ઝડપથી એક મિલિયન ફોલોઅર્સ થઇ ગયા છે.

આ પહેલાં કેટરીના કૈફનું નામ રેકોર્ડ કરવામાં આવ્યુ હતુ. કેટરીનાની એન્ટ્રી પર ફેન્સ દિવાના થઇ ગયા હતા અને સ્વાગત કર્યુ હતુ. નયનતારાએ ઇન્સ્ટાગ્રામ ડીપી પર એક મસ્ત ફોટો મુક્યો છે. નયનતારાની ફિમ જવાન ૭ સપ્ટેમ્બરના રોજ રીલીઝ થશે. ફિલ્મમાં વિજય સેતુપતિ ગ્રે શેડમાં જાેવા મળશે, જ્યારે દિપીકા પાદુકોણ કેમિયો રોલમાં જાેવા મળશે. તમને જણાવી દઇએ કે નયનતારા એક ફિલ્મના ૮ થી ૧૦ કરોડ રૂપિયા ચાર્જ કરે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.