Western Times News

Gujarati News

ફિલ્મ કુશીને દર્શકોનો મળી રહ્યો છે જોરદાર પ્રેમ

મુંબઈ, કુશી ફિલ્મ શુક્રવારના રોજ રિલીઝ થઇ છે. વિજય દેવરાકોંડા અને સામંથા રૂથ પ્રભુની આ દિવસોમાં તેમની રોમેન્ટિક ડ્રામા ફિલ્મ ‘કુશી’ માટે ખૂબ જ ચર્ચામાં છે. આ જાેડી પહેલાં પણ એક સાથે પડદા પર કામ કરી ચુકી છે. જાે કે બે વાર આ જાેડીએ એક સાથે કામ કર્યુ છે પરંતુ બહુ સફળતા મળી નથી.

અગાઉની ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઇ ધમાલ મચાવી શકી નથી. જાે કે આ બન્નેની કુશી ફિલ્મ આજે રોજ રિલીઝ થઇ ગઇ છે. આ ફિલ્મ હવે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવશે કે નહીં એ હવે જાેવાનું રહ્યું, પરંતુ વાત જાણ એમ છે કે ફિલ્મનું ઓપનિંગ ખૂબ સારું રહ્યુ છે. આ ફિલ્મને લઇને દર્શકોમાં પણ હાલમાં ખૂબ ઉત્સાહ જાેવા મળી રહ્યુ છે.

કુશી ફિલ્મને લઇને હાલમાં અનેક પ્રકારના રિએક્શન લોકો આપી રહ્યા છે. દેવરાકોંડા અને સામંથા રૂથ પ્રભુની આ ફિલ્મ કુશી પેન ઇન્ડિયા ફિલ્મ છે જે ૫ ભાષાઓમાં રિલીઝ થઇ ગઇ છે. આ ફિલ્મ તેલુગુ, તમિલ, કન્નડ, મલયાલમ અને હિન્દીમાં રિલીઝ થઇ છે. હાલમાં સોશિયલ મિડીયાને લઇને આ મુવી માટે પોઝિટિવ રિવ્યુ મળી રહ્યા છે. આ સાથે રિસ્પોન્સ પણ પોઝિટિવ મળી રહ્યો છે. સોશિયલ મિડીયામાં આ ફિલ્મના લોકો ખૂબ વખાણ કરી રહ્યા છે.

વિજય અને સામંથાની જાેડી સ્ક્રીન પર જાેઇને બહુ એક્સાઇટેડ છે. ફેન્સ ફિલ્મને રોમેન્ટિક એન્ટરટેનિંગ ફિલ્મ વિશે જણાવી રહ્યા છે. થિએટર્સની બહાર ફેન્સ ઢોલ-નગારા વગાડીને અનેક પ્રકારના વિડીયો સામે આવી રહ્યા છે.

ફિલ્મને જાેયા પછી ફેન્સ ઝુમીને નાચી ઉઠે છે અને ડાન્સ કરે છે. એક યુઝર્સે તો ઢોલ વગાડીને વિડીયો શેર કરતા લખ્યુ છે કે- ક્લાસ મુવી માટે માસ ફેસ્ટ. આમ, વાત કરવામાં આવે તો બીજા યુઝર્સે લખ્યુ છે કે ઈંકુશી માટે બ્લોકબસ્ટર વાઇબ્સ, પોઝિટિવ વોમ અને શાનદાર ફિલ્મ. આટલું જ નહીં એક યુઝર્સે લખ્યુ છે કે ૫ વર્ષ પછી આ મુવીને જાેરદાર પોઝિટિવ રિસ્પોન્સ, વિજય દેવરાકોંડાને ધન્યવાદ.

આમ તમને જણાવી દઇએ કે સામંથા આ દિવસોમાં બ્રેક પર છે કારણરે એની રેર અને ગંભીર બીમારીમાંથી રિકવર થવા ઇચ્છે છે. દર્શકોને વિજય અને સામંથાની ઓન-સ્ક્રીન કેમેસ્ટ્રીને જાેઈને ખૂબ જ પસંદ આવી રહ્યા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.