Western Times News

Gujarati News

થલતેજમાંથી હાઈપ્રોફાઈલ જુગારધામ ઝડપાયુંઃ ૧૯ જુગારીઓની ધરપકડ

અમદાવાદ, શહેરના થલતેજમાં આવેલા ન્યૂયોર્ક ટાવરમાં ધમધમતા જુગારધામ ઉપર પોલીસે દરોડો પાડીને ૧૯ જુગારીઓને ઝડપી લેવામાં આવ્યો હતો. જુગારીઓને અહીં આપવામાં આવતી સુવિધાઓ જાેઈને પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્‌યાં હતા.

પોલીસે જુગારધામમાં અંદાજે ૪૭ લાખ જેટલો મુદ્દામાલ કબ્જે કર્યો છે.પ્રાપ્ત માહિતી અનુસાર પીસીબીનાના પી.એસ.આઇ. ડાભીને બાતમી મળી હતી કે, થલતેજ વિસ્તારમાં ધર્મેન્દ્ર ઉર્ફે ધમો મોટા જુગારીઓને ભેગા કરીને એક ઓફિસની અંદર જુગાર રમાડી રહ્યો છે.

જે અંગે પીસીબી દ્વારા સતત વોચ રાખવામાં આવી રહી હતી અને તેમને બાતમી મળી કે ન્યૂયોર્ક ટાવરના નવમા માળે બહુ મોટા જુગારીઓ ભેગા થયા છે અને જુગાર રમી રહ્યા છે તેમજ ધર્મેન્દ્ર ઉડતો ધમો ઊંઝા જે મોટા બુકીઓ સાથે કનેક્ટ છે તે જ આ જુગારધામ ચલાવી રહ્યો છે.

પીસીબીના પી.એસ.આઇ વીરભદ્રસિંહ ડાભી મળેલી બાતમીના આધારે ન્યૂયોર્ક ટાવરના નવમા માળે પહોંચ્યા હતા. લીફ્ટમાંથી આવતા જતા તમામ લોકોનું સર્વેન્સ થતું હતું એટલે પોલીસ સ્ટાફ સીડી મારફતે ઉપર ચડ્યો હતો અને ૯૨ નંબરની ઓફિસમાં રેડ કરતા પહેલા અહીંયા માત્ર સીટીંગ એરેન્જમેન્ટ દેખાઈ હતી

પરંતુ, ત્યારબાદ ધીમે-ધીમે સેન્સર લોક દેખાયા અને ત્યાં હાજર વ્યક્તિ મારફતે આ લોક ખોલાવડાવતા અંદર ૧૯ લોકો જુગાર રમતા ઝડપાઈ ગયા હતા. આ જુગારધામ એટલું મોટું હતું કે, દરરોજ રૂપિયા ગણવા માટે મશીન રાખવા પડતું હતું. ૧૦૦૦ના બોર્ડ થી શરૂ થયેલું આ જુગારધામ રોજ કરોડોની હાર જીત થતી હતી અને તમામ હારજીત ટોકન પર થતી હતી.

અહીંયા રમવા આવતા જુગારીઓને તમામ વ્યવસ્થા કરી આપવામાં આવતી હતી. એકંદરે જેવી રીતે ગોવામાં કસીનોની વ્યવસ્થા હોય છે તેવી જ વ્યવસ્થા ન્યુ ટાવરની ઓફિસમાં થતી હતી. પોલીસે છ લાખની રોકડ મળીને લાખોનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

પોલીસે ધર્મેંદ્રભાઈ ઉર્ફે ધમો ઉંઝા રાયચંદભાઈ પટેલ, મયુર ઉર્ફે મેહુલ સુરેશભાઈ ઠક્કર, કાળુજી શકરાજી ડાભી, જયેંદ્રસિંહ ઉર્ફે મુકેશ લખુભા સિસોદિયા, મનીષ ગોવિંદભાઈ પટેલ, ડેવીસકુમાર સુરેશભાઈ પટેલ, ઘેલુભા ઉર્ફે મુકેશસિંહ જુવાનસિંહ ઝાલા, અમીરામભાઈ શંકરભાઈ જાેષી,

ધર્મેંદ્રકુમાર ધીરજભાઈ પટેલ, રાજેશકુમાર જેઠાભાઈ પટેલ, ખેંગારભાઈ મનજીભાઈ સોલંકી, દિપકકુમાર મનસુખભાઈ ઠક્કર, ધર્મેશ કાળીદાસ પટેલ, ભુપતભાઈ સોમાભાઈ ચૌહાણ, તેજાભાઇ કરશભાઇ તુરી, સજ્જનસિંગ અર્જુનસિંગ રાજપુત, મોહનભાઇ નવલભાઇ કલાલ, દેવીલાલ ભીમજીભાઇ પ્રજાપતિ, ગંગારામ મોગજી પટેલને ઝડપી લેવામાં આવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.