Western Times News

Gujarati News

ગુજરાતમાં વરસાદ લાવનારી નવી સિસ્ટમ સક્રિય

(એજન્સી)અમદાવાદ, ઓગસ્ટ મહિનો સાવ કોરોધાકોર રહ્યા બાદ જનમાષ્ટમીથી વરસાદે ગુજરાતમાં ક્યાંક ક્યાંક દેખા દીધી હતી, પરંતુ હવે મેઘરાજાએ ફરીથી બ્રેક લીધો હોય તવું લાગે છે. વરસાદનો અભાવ થવાથી પ્રજામાં અને તેમાં પણ ખાસ કરીને ધરતીપુત્રોમાં ભારે નિરાશા જાેવા મળી છે.

આવા નિરાશાજનક માહોલની વચ્ચે કેટલાક હવામાન નિષ્ણાતોએ ગુજરાતમાં વરસાદ લાવનારી નવી સિસ્ટમ બની રહી હોવાથી ફરીથી વરસાદ પડશે તેવી આગાહી કરી છે.

ભગવાન શ્રીકૃષ્ણના જન્મદિવસ જન્માષ્ટમીની સાંજથી ગુજરાતમાં ઠેર-ઠેર હળવોથી મધ્યમ પ્રકારનો વરસાદ પડતાં લોકો ખુશખુાલ બની ગયા હતા. આખો ઓગસ્ટ મહિનો અને સપ્ટેમ્બરના પહેલા અઠવાઢિયામાં વરસાદ ખેંચાતા રાજ્યના ડેમના પાણી પણ સુકાઈ ગયા છે.

રાજકોટ જેવા શહેરમાં આગામી ઉનાળામાં પાણીની તીવ્ર ખેંચ પડે તેવી ગંભીર સ્થિતિ સર્જાઈ છે. આવા વિષમ સંજાેગોમાં ગઈ કાલે રાજ્યમાં ક્યાંય પણ સમ ખાવા પૂરતો પણ વરસાદ પડ્યો નથી. દાહોદના ફતેપુરા, ડાંગના આહવા અને તાપીના કુકરમુંડા એમ ત્રણ તાલુકામં જ માત્ર ઝરમર વરસાદ પડ્યો હતો.

આમ છેલ્લા ર૪ કલાક દરમિયાન વરસાદ ગાયલ રહેતો લોકો ફરી ચિંતાતુર બન્યા છે. ખાસ તો જગતનો તાત ભારે કફોડી હાલતમાં મુકાયો છે. એક તો ખેડૂતો મોંઘા બિયારણ સહિતની વસ્તુઓના ભાવવધારાથી પાકનું વાવેતર મોંઘું બન્યું હોવાની ગંભીર ફરિયાદો કરતા રહ્યા છે.

તેવા સંજાેગોમાં વરસાદ હાથતાળી આપી રહ્યો હોવાથી તેમની કાળી મજૂરી ઉપર પણ પાણી ફેરી રહ્યું છે. સ્થાનિક હવામાન વિભાગે આજે રાજ્યમાં હળવાથી સામાન્ય વરસાદ થવાની શકયતા દર્શાવી છે. આજે ડાંગ, નવાસરી, વલસાડ દમણ, દાદરાનગર હવેલીમાં સામાન્ય વરસાદ પડશે,

જ્યારે આજે અને આવતી કાલે સુરતમાં પણ સામાન્ય વરસાદ પડી શકે છે. ૧૩ સપ્ટેમ્બરે સુરત, નવસારી, નર્મદા, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી અને ભાવનગર, અમરેલી તેમજ ગીર-સોમનાથમાં વરસાદની શકયતા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.